ચીનની કપટી ચાલ, ભારતના લિપુલેખ પાસે તેનાત કરી મોટી સંખ્યામાં સેના

ચીનની કપટી ચાલ, ભારતના લિપુલેખ પાસે તેનાત કરી મોટી સંખ્યામાં સેના
પ્રતિકાત્મક તસવીર

ચીને LACની પાસે આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો તેનાત કર્યા છે.

 • Share this:
  ભારત અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ હજી પણ કાયમ છે. ઉત્તરાખંડના લિપુલેખ પાસે પીપુલ્સ લિબરેશન આર્મીએ પોતાના સૈનિકોની એક બટાલિયન તેનાત કરી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર લદાખ સેક્ટરની બહાર આ તે સ્થળો છે જ્યાં કેટલાક સપ્તાહથી ચીની સૈનિકોની અવર જવર જોવા મળી હતી.

  હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ આ મામલાથી જોડાયેલા અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. ભારત અને ચીન વચ્ચે મેની શરૂઆતમાં પૂર્વ લદાખમાં તણાવ ભરેલી સ્થિતિ જોવા મળી હતી. 15 જૂને તે પોતાના અંતિમ ચરણ પહોંચી ગઇ હતી. અને બંને પક્ષોના સૈનિકો વચ્ચે 45 વર્ષની સૌથી ખૂની હિંસક ઝડપમાં તે બદલાઇ ગઇ હતી. આ પછી ત્રણ સપ્તાહ પછી બંને પક્ષોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી વાંગ યીએ વાતચીત કરીને સૈનિકો વચ્ચે આક્રમક સ્થિતિ ઊભી ન થાય તે માટે સહમતિ વ્યક્ત કરી હતી.  વધુ વાંચો : કોરોના જો આજ ઝડપથી વધતો રહ્યો તો આ 5 રાજ્યોમાં ICU બેડ ખૂટી પડશે

  ચીને LACની પાસે આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો તેનાત કર્યા છે. ગતિરોધ બિંદુઓ પર સૈનિકોની સંખ્યા ઓછી થઇ છે પણ તણાવની સ્થિતિ હજી પણ ચાલુ છે. તેમાં પણ લિપુલેખ પર ચીનની લાંબા સમયથી નજર છે. તેનાત પ્રક્રિયા પર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ ચીની સેનાનો સંદેશો છે કે ચીની સૈનિકો તૈયાર છે. સાથે જ લદાખમાં ભારતીય સેન્ય અધિકારીઓ ચીનના બોર્ડર પાસેના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં હાજર છે. તે પોતાની તકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને ચીની સૈનિકોએ એલઓસી પર પોતાની જગ્યાઓ પર મોટી સંખ્યામાં સૈનિકો રાખી પોતાની સ્થિતિ મજબૂત કરી છે.

  વધુ વાંચો : 24 વર્ષીય જવાન શ્રીનગરમાં આતંકી હુમલામાં થયો શહીદ, નવેમ્બરમાં થવાના હતા લગ્ન

  એક ટોચના સૈન્ય કમાન્ડરે જણાવ્યું કે ઉત્તરી સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તાર, લિપુલેખ એલએસીની પાસે પણ મોટી સંખ્યામાં પીએએલના સૈનિકોની સંખ્યા વધી રહી છે.

  માનસરોવર યાત્રાના માર્ગમાં પડતો લિપુલેખ ત્યારથી ચર્ચામાં છે જ્યારથી નેપાળે ભારતની તરફથી હિમાલયમાં પોતાની 80 કિલોમીટર લાંબા રસ્તા પર આપત્તિ વ્યક્ત કરી. લિપુલેખ ભારત ચીન LACની બંને રહેતી વસ્તી માટે પણ વેપારની દ્રષ્ટીએ પણ ખાસ મહત્વ ધરાવે છે.
  Published by:Chaitali Shukla
  First published:August 01, 2020, 18:00 pm

  टॉप स्टोरीज