Home /News /national-international /ચીને પૂર્વી લદ્દાખમાં LAC પાસેથી લગભગ 10,000 સૈનિકોને પાછળ હટાવ્યા

ચીને પૂર્વી લદ્દાખમાં LAC પાસેથી લગભગ 10,000 સૈનિકોને પાછળ હટાવ્યા

ચીને પૂર્વી લદ્દાખમાં LAC પાસેથી લગભગ 10,000 સૈનિકોને પાછળ હટાવ્યા

ચીને ગત વર્ષે એપ્રિલ-મે માં આ સૈનિકોને ત્યાં ગોઠવ્યા હતા

નવી દિલ્હી : ભારત અને ચીન (India-China)વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલે રહેલા ગતિરોધ વચ્ચે ચીની સેનાએ (Chinese Army)પૂર્વી લદ્દાખમાં (Eastern Ladakh)વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control)પાસે ઉંડાણવાળા ક્ષેત્રોથી લગભગ 10,000 સૈનિકોને પાછળ હટાવી લીધા છે. જોકે સીમાવર્તી ક્ષેત્રોમાં તૈનાતી પહેલા જેવી જ છે અને બંને પક્ષોના સૈનિકો તે સેક્ટરના ઘણા સ્થાનો પર એકબીજા સામે છે.

સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે ચીની સેના પૂર્વી લદ્દાખના સેક્ટર અને તેની પાસેના વિસ્તારોમાં પોતાના પારંપરિક પ્રશિક્ષણ ક્ષેત્રોથી લગભગ 10,000 સૈનિકોને પાછા બોલાવ્યા છે. ચીને ગત વર્ષે એપ્રિલ-મે માં આ સૈનિકોને ત્યાં ગોઠવ્યા હતા.

આ પણ વાંચો - Corona Vaccination : મુખ્યમંત્રીઓ સાથે બેઠક પછી PM મોદીએ કહ્યું - બંને વેક્સીન વિશ્વાસપાત્ર

સૂત્રોએ કહ્યું છે કે ભારતીય સરહદ પાસે રહેલા ચીની સૈનિકો દ્વારા લાવવામાં આવેલા ભારે હથિયાર પણ આ ક્ષેત્રમાં યથાવત્ છે. સૂત્રોએ કહ્યું કે ઉંડાણવાળા ક્ષેત્રોમાંથી સૈનિકોને હટાવવાનું કારણ સખત પડી રહેલી ઠંડી હોઈ શકે છે. અંત્યત ઠંડા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સૈનિકોને રાખવા મુશ્કેલ કામ હોઈ શકે છે.
" isDesktop="true" id="1063256" >

ચીને તૈનાત કર્યા હતા 50 હજાર સૈનિકો

સૂત્રોએ કહ્યું હતું કે એ કહેવું મુશ્કેલ છે કે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ પછી તાપમાનમાં વધારો થવા પર તે સૈનિકોને પાછા લાવશે કે નહીં. 2020માં એપ્રિલ-મે માં ચીની સેનાએ આક્રમક મુદ્રામાં પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ભારતીય સરહદની નજીક લગભગ 50,000 સૈનિકો તૈનાત કર્યા હતા. ચીનની આ કાર્યવાહી પર ભારતીય પક્ષે ઝડપથી પ્રક્રિયા આપતા અને પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા કોઇપણ અન્ય દુસાહસને રોકવા માટે ત્યાં લગભગ સરખી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા.
First published:

Tags: Eastern Ladakh, India-china, ચીન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો