Home /News /national-international /China-Taiwan: અમેરિકા પાસેથી હથિયાર ખરીદવા મામલે ચીન ભડક્યું, તાઇવાન પર અચાનક હુમલો કરી શકે; એલર્ટ જાહેર
China-Taiwan: અમેરિકા પાસેથી હથિયાર ખરીદવા મામલે ચીન ભડક્યું, તાઇવાન પર અચાનક હુમલો કરી શકે; એલર્ટ જાહેર
ફાઇલ તસવીર
China-Taiwan: તાઇવાનના રક્ષામંત્રી ચિયૂ કૂઓ ચેંગે કહ્યુ કે, ચીનની નજીક આવેલા તાઇવાનના વિસ્તારોમાં સેના અચાનક ઘુસણખોરી કરી શકે છે અને તેથી આપણે એલર્ટ રહેવું પડશે. ચીને તાઇવાનનો આસપાસ સૈન્ય ગતિવિધિ ઝડપી કરી નાંખી છે.
તાઇપેઃ તાઇવાનના રક્ષામંત્રી ચિયૂ કૂઓ ચેંગે કહ્યુ હતુ કે, ચીનની સેના તાઇવાની વિસ્તારોમાં અચાનક ઘુસણખોરી કરી શકે છે અને તેથી આપણે એલર્ટ રહેવું જોઇએ. તાઇવાની રક્ષામંત્રીએ ત્યારે ચેતવણી આપી છે કે જ્યારે તાઇવાન જલડમરુમધ્યમાં તણાવ વધી ગયો છે. ચીનની સેના અને નૌસેના સતત ડરાવી રહ્યું છે. ચીને તાજેતરમાં જ તાઇવાનની આસપાસ સૈન્ય ગતિવિધિઓમાં વધારો કરી દીધો છે, તેમાં દ્વિપમાં વાયુ રક્ષા ક્ષેત્રમાં લગભગ દરરોજ વાયુ સેનાની ઘુસણખોરી સામેલ છે.
જો કે, તાઇવાને હાલમાં તેમના ક્ષેત્રમાં ચીની સેનાની કોઈપણ ગતિવિધિ થતી હોવાનો ઇનકાર કર્યો છે. તટથી 24 સમુદ્રી માઇલ દૂર તાઇવાનનો વિસ્તાર આવેલો છે. ગયા વર્ષે તેના સીમા ક્ષેત્રમાં સિવિલિયન ડ્રોનને પાડી દીધું હતું.
આ બધા વચ્ચે તાઇવાનની સંસદને સંબોધન કરતા રક્ષામંત્રીએ કહ્યુ હતુ કે, ‘ચીનની સેના તાઇવાનના ક્ષેત્રિય હવાઇ અને સમુદ્રી વિસ્તારમાં ઘુસવા માટેનું બહાનું શોધી શકે છે. ઉલ્લેખનીય છે કે, તાઇવાન આ સમયે અમેરિકા સાથે પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ખરીદી રહ્યુ છે અને તેને લઈને ચીન ભડક્યું છે.
તેમણે જણાવ્યું છે કે, ચીની સૈના અચાનક તાઇવાનમાં પ્રવેશી શકે છે અને તેમના વિસ્તારમાં પહોંચી શકે છે કે જે સમુદ્રી તટ વિસ્તારથી 12 માઇલ જેટલી દૂર છે. તેમણે કહ્યુ હતુ કે, ‘જો હું આ વર્ષે આ નિવેદન આપી રહ્યો છું તો તેનો મતલબ એવો થાય છે કે, તેઓ ઘુસણખોરીની તૈયારી કરી રહ્યા છે.’
તો બીજી તરફ, તાઇવાનના રક્ષામંત્રીના નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યુ હતુ કે, ‘અમે સંપ્રભુતાની રક્ષા અને ક્ષેત્રીય અખંડતા માટે જોરદાર પગલાં લઈશું. તો તાઇવાને પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ‘તેઓ આત્મરક્ષાના અધિકારનો ઉપયોગ કરશે અને જો ચીનની સેના અમારા વિસ્તારમાં ઘુસી તો અમે જવાબી હુમલો કરીશું.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર