Home /News /national-international /

ચીનનું સમાનવ મંગળ મિશન: નાસાને પછાડી મંગળ પર સ્થાયી થવાના ડ્રેગનના અભરખા

ચીનનું સમાનવ મંગળ મિશન: નાસાને પછાડી મંગળ પર સ્થાયી થવાના ડ્રેગનના અભરખા

ધરતી પર સીમાડાઓની વિસ્તારવાદી વૃત્તિ ધરાવતા ચીનની મહત્વકાંક્ષા હવે અવકાશ તરફ પણ વધી રહી છે. પોતાને અમેરિકા અને રશિયાની હરોળમાં લાવવાની ચીનની મહેચ્છા કોઇનાથી છૂપાયેલી નથી

ધરતી પર સીમાડાઓની વિસ્તારવાદી વૃત્તિ ધરાવતા ચીનની મહત્વકાંક્ષા હવે અવકાશ તરફ પણ વધી રહી છે. પોતાને અમેરિકા અને રશિયાની હરોળમાં લાવવાની ચીનની મહેચ્છા કોઇનાથી છૂપાયેલી નથી

ધરતી પર સીમાડાઓની વિસ્તારવાદી વૃત્તિ ધરાવતા ચીનની મહત્વકાંક્ષા હવે અવકાશ તરફ પણ વધી રહી છે. પોતાને અમેરિકા અને રશિયાની હરોળમાં લાવવાની ચીનની મહેચ્છા કોઇનાથી છૂપાયેલી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને આ દિશામાં હરણફાળ ભરી છે. ચીને ચંદ્ર પરથી માટીના નમૂના લઈ આવવા, મંગળ ગ્રહ પર રોવર ઉતારવા સહિતની સિદ્ધિ મેળવી લીધી છે. તે પોતાનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવા પણ ઘણી કામગીરી કરી રહ્યું છે. આ માટે તેનું પ્રારંભિક મોડ્યુલર સ્થાપિત થઈ ગયું છે. ત્યાં ચીનના 3 યાત્રિકો પહોંચી પણ ગયા છે. હવે ચીને મંગળ ગ્રહ પર સમાનવ મિશન મોકલવાની તૈયારી આરંભી છે.

કોણે આપી જાણકારી?

ચીનના સમાનવ અભિયાનના તખ્તાનો ખુલાસો ચીનના જ ટોચના રોકેટ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ભવિષ્યની મંગળ તરફની યોજનાઓ, મંગળનું સંશોધન અને સમાનવ યાન સામેલ છે. મંગળ પર બેઝ બનાવવાનો પ્લાન પણ ચીન દ્વારા ઘડી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચીનની સરકારે ચાઇના એકેડેમી લોન્ચ વ્હિકલ ટેકનોલોજી CALT કૈલ્ટના પ્રમુખ વાંગ જીયાઓજૂને પોતાના 'ધી સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઓફ હ્યુમન માર્સ એક્સપ્લોરેશન' થીમ પર આધારિત ઉદબોધનમાં આ પ્લાનની રૂપરેખાની જાણકારી આપી હતી.

ત્રણ તબક્કાનું છે આ અભિયાન

ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ, જિયાઓજૂને ગ્લોબલ એક્સ્પ્લોરેશન કોન્ફરન્સ(GLEX 2021) માં આ યોજના વિશે જાણકારી આપી હતી. આ પ્રોગ્રામમાં તે વર્ચુઅલ લિંક દ્વારા પોતાનું પ્રેઝન્ટેશન આપી રહ્યા હતા. તિયાનવેન -1 પ્રોબ મિશનની સફળતાની સમીક્ષા કર્યા પછી ચીનના વાંગે ભાવિ મંગળ મિશનના ત્રણ તબક્કાઓ અંગે જાણકારી આપી હતી.

આ પણ વાંચો - ઈમરજન્સી દરમિયાન ઈન્દિરા સરકારના એવા અઘિકારીઓ જેમણે સત્તાનો કર્યો હતો દુરુપયોગ

પ્રથમ બે તબક્કામાં મંગળ પર ચાઈનીઝ લોકો

પ્રાથમિક તબક્કાને ટેક્નિકલ તૈયારીનો તબક્કો કહેવામાં આવશે. જેમાં એન્ડ્રોઇડ પ્રક્ષેપિત કરવામાં આવશે. જે અંતર્ગત મંગળ પરથી માટીના નમૂનાઓ પૃથ્વી પર લાવવામાં આવશે. આ સાથે જ મંગળ પર બેઝ બનાવવા શ્રેષ્ઠ જગ્યા શોધવામાં આવશે. ત્યારબાદના તબક્કામાં સમાનવ મિશન મોકલવામાં આવશે અને મંગળ પર બેઝ બનાવવાનું કામ શરૂ થશે.

ત્રીજા તબક્કામાં ભરશે હરણફાળ

ત્રીજા તબક્કામાં પૃથ્વી પરથી મંગળ પર મોટા પાયે કાર્ગો મોકલવામાં આવશે. મંગળ પર મોટા પ્રમાણમાં વિકાસ કાર્યો કરવામાં આવશે. એકેડેમીનું કહેવું છે કે, આ મિશન તબક્કા અનુક્રમે વર્ષ 2033, 2035, 2037, 2041 અને 2043 હશે. જેમાં અન્ય લોન્ચનો પણ સમાવેશ થશે. ન્યુક્લિયર પ્રોપેલેન્ટને મંગળ મિશન માટેનો મુખ્ય વિકલ્પ તરીકે વિચારાઈ રહ્યો હોવાનું એકેડેમીના વડાનું કહેવું છે.

ખાસ પ્રકારનું છે લેન્ડર સિસ્ટમ

આ મિશન માટે સ્કાય લેન્ડર સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જે આટલી લાંબી અવકાશ યાત્રા માટેનો પ્રારંભિક પોઇન્ટ હશે તેવું વાંગનું કહેવું છે. સ્કાય લેન્ડર સિસ્ટમના માધ્યમથી મંગળ પરના પ્રોબ અને ટ્રાન્સપોર્ટેશન મિશન ઘટાડવામાં આવશે. જોકે, એકેડમીએ સ્કાય લેન્ડર સિસ્ટમ વિશે વધુ જાણકારી આપી નથી. આ પ્રકારની ટેકનોલોજી અંગે અગાઉ પણ ચર્ચા થઈ ચુકી છે. આ ટેકનોલોજીથી મનુષ્ય અને ચીજવસ્તુઓને આજના ખર્ચના માત્ર ચાર ટકા ભાગમાં જ ચંદ્ર પર મોકલી શકાશે તેવું ઘણા વૈજ્ઞાનિકો માને છે.

કેવી રીતે કામ કરશે આ પદ્ધતિ?

સિન્હુઆ ગ્લોબલ સર્વિસે આ પ્રક્રિયાને કમ્પ્યુટર ગ્રાફિક ફૂટેજ દ્વારા વર્ણવી છે. જેમાં માનવ અથવા કાર્ગો સ્પેસ કેપ્સ્યુલ કાર્બન નેનોટ્યૂબ લેન્ડરના માધ્યમથી યાત્રા કરી રહ્યું છે. જ્યાંથી તે સ્પેસ સ્ટેશને પહોંચે છે, બાદમાં તેને સ્પેસ સ્ટેશનથી ફરીથી લોન્ચ કરવામાં આવે છે. આ પછી કેપ્સ્યુલ બીજા સ્પેસ સ્ટેશને પહોંચશે અને ત્યાંથી તે બીજી વખત લોન્ચ થઈ ચંદ્ર પર પહોંચશે. એકંદરે આ પદ્ધતિ એક પછી એક સીડી ચડવા જેવી છે.

ચીનની અંતરિક્ષ એજન્સી CNSAના મત મુજબ ચીને જૂનના પ્રારંભમાં ખુલાસો કર્યો હતો કે, તે ભવિષ્યના અવકાશ કાર્યક્રમોનો પ્લાન ઘડી રહ્યું છે. જેમાં એસ્ટરોઇડ્સની શોધખોળ સાથે જોવિયન સિસ્ટમ, મંગળ પરથી નમૂના લાવવા અને ચંદ્રના ધ્રુવીય પ્રદેશોના અભ્યાસનો સમાવેશ કરવામાં આવશે. ચીન વર્ષ 2030 સુધીમાં મંગળ પરથી નમૂના પરત લાવવા અને જોવિયન સિસ્ટમ એક્સપ્લોરેશન મિશન લોન્ચ કરવા માંગે છે.
First published:

Tags: Mars mission, Science, અંતરિક્ષ, ચીન, મંગળ

આગામી સમાચાર