ડોક્ટરો હેરાન! આ વ્યક્તિના ગુદામાર્ગથી નીકળી 16 ઈંચની માછલી, બોલ્યો - કદાચ ભૂલથી તેની પર બેસી ગયો હતો

એક વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી પેટ દર્દને લઈ હોસ્પિટલ પહોંચ્યો

ડોક્ટર્સનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિ કપડા પહેર્યા વગર માછલી પર શું કરવા બેઠો હશે અને બેસી પણ ગયો તો, તેને કેવી રીતે માછલી ગુદા માર્ગે શરીરમાં જતી રહી તેની ખબર ન પડી.

 • Share this:
  બેઈઝિંગ : ચીનમાં એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જે ખૂબ જ ચર્ચામાં છે હાલ. ચીનના ગુઆંગદોંગ વિસ્તારમાં એક વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી પેટ દર્દને લઈ હોસ્પિટલ પહોંચ્યો. જોકે, તપાસમાં સામે આવ્યું કે, તેના રેક્ટમ (Rectum)માં એક પૂરી માછલી હતી. જ્યારે ડોક્ટરે તેને આ મામલે પ્રશ્ન પુછ્યો તો તેણે કહ્યું કે, કદાચ ભૂલથી તે માછલી પર બેસી ગયો હોઈશ.

  ડેલી મેઈલના સમાચાર અનુસાર, 30 વર્ષિય આ વ્યક્તિના રેક્ટમ (ગુદા)માંથી 16 ઈંચ લાંબી માછલી બહાર નીકળી ગઈ છે. આ માછલી અંદર કેવી રીતે ગઈ આ મામલે તે વ્યક્તિ કઈ સ્પષ્ટ નથ જણાવી શક્યો. ડોક્ટર્સનું કહેવું છે કે, કોઈ પણ વ્યક્તિ કપડા પહેર્યા વગર માછલી પર શું કરવા બેઠો હશે અને બેસી પણ ગયો તો, તેને કેવી રીતે માછલી ગુદા માર્ગે શરીરમાં જતી રહી તેની ખબર ન પડી. આ મામલો ચીનના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિના ગુદા માર્ગમાંથી માછલી ઝાઓકિંગ પીપલ્સ હોસ્પિટલમાં નીકાળવામાં આ્વી છે. અને આ પૂરી ઘટનાનો હોસ્પિટલે વીડિયો પણ બનાવ્યો છે.

  એક્સરેથી ખબર પડી, ઓપરેશન કરવું પડ્યું

  આ વ્યક્તિ પેટ દર્દની ફરિયાદ લઈ આવ્યો હતો. પરંતુ, એક્સરેમાં સામે આવ્યું કે, તેના ગુદા માર્ગમાં કોઈ મોટી વસ્તુ ફસાઈ છે. આ વ્યક્તિની પૂછતાછ કરતા તે કઈ ખાસ જાણકારી આપી શક્યો ન હતો. જોકે, બાદમાં તેણે કબૂલ કર્યું કે, તે ભૂલથી માછલી પર બેસી ગયો હતો, જેથી માછલી તેના રેક્ટમાં પ્રવેશ કરી ગઈ હશે. ત્યારબાદ તેણે એ પણ માન્યું કે, તેણે જાતે પણ માછલી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનાથી થઈ ના શક્યું.  તમને જણાવી દઈએ કે, આ માછલીને બહાર નિકાળવા માટે ડોક્ટર્સને એક સર્જિકલ ઓપરેશન કરવું પડ્યું. ડોક્ટર્સે જણાવ્યું કે, આ માછલી રેક્ટમાં ગયાને પણ ગણા દિવસ વીતી ગયા હતા, અને તે મોટી હોવાથી ઓપરેશન વગર બહાર કાઢી શકાય તેમ ન હતું. ડોક્ટર્સે કહ્યું કે, માછલી અંદર હવે સડવા લાગી હતી, જેના કારણે પેટમાં અને ગુદા માર્ગમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ચીનમાં જ એક 68 વર્ષિય વ્યક્તિના ગુદા માર્ગમાંથી 10 ઈંચ લાંબી બે ચોપસ્ટિંક પણ કાઢવામાં આવી હતી.
  Published by:kiran mehta
  First published: