ચીન : 29 હજાર ફૂટની ઊંચાઇએથી જાણી જોઇને નીચે પાડ્યું વિમાન! બ્લેક બોક્સ ડેટા દ્વારા થઇ રહ્યો છે ખુલાસો- રીપોર્ટ
ચીન : 29 હજાર ફૂટની ઊંચાઇએથી જાણી જોઇને નીચે પાડ્યું વિમાન! બ્લેક બોક્સ ડેટા દ્વારા થઇ રહ્યો છે ખુલાસો- રીપોર્ટ
21 માર્ચે ચીનનું એક વિમાન ક્રેશ (China Plane Crash) થયું હતું. તેમાં 132 મુસાફરો સવાર હતા, જેમાંથી 21 લોકોના મોત થયા હતા
China Plane Crash - અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, બ્લેક બોક્સમાં રેકોર્ડ કરાયેલી ફ્લાઇટની માહિતી દર્શાવે છે કે કોકપિટને આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું
નવી દિલ્હી : ગત 21 માર્ચે ચીનનું એક વિમાન ક્રેશ (China Plane Crash) થયું હતું. તેમાં 132 મુસાફરો સવાર હતા, જેમાંથી 21 લોકોના મોત થયા હતા. હવે આ અકસ્માત અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લેક બોક્સ (Black Box)ડેટાથી એવા સંકેતો મળી રહ્યા છે કે આ ફ્લાઈટને (China Eastern Jet Crash) જાણી જોઈને નીચે પટકવામાં આવી છે. આ ફ્લાઈટ યુનાન પ્રાંતના કુનમિંગથી ચીનના દક્ષિણપૂર્વ કિનારે ગ્વાંગઝૂ જઈ રહી હતી.
અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) અનુસાર, બ્લેક બોક્સમાં રેકોર્ડ (Black Box Data) કરાયેલી ફ્લાઇટની માહિતી દર્શાવે છે કે કોકપિટને આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અચાનક ફ્લાઈટ નીચે આવવા લાગી હતી. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાયલોટે આ જાતે નથી કર્યું, પરંતુ કોઈએ તેને કોકપીટમાં ઘુસીને આવું કરવા માટે દબાણ કર્યું હતું.
પ્રાથમિક તબક્કામાં છે ઘટનાની તપાસ
ડબ્લ્યુએસજેના જણાવ્યા અનુસાર, અકસ્માતની તપાસ કરી રહેલા ચીની અધિકારીઓએ પણ અત્યાર સુધી કોઈ યાંત્રિક અથવા ફ્લાઇટ કંટ્રોલ સમસ્યાઓની જાણ કરી નથી. તમને જણાવી દઈએ કે બોઈંગ એરક્રાફ્ટ દુનિયાભરમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. અખબારમાં જણાવ્યા અનુસાર, હાલમાં આ ઘટનાની તપાસ પ્રાથમિક તબક્કામાં છે. આવી સ્થિતિમાં બની શકે છે કે પાછળથી અકસ્માતના કારણો વિશે વધુ કેટલીક તસવીરો સામે આવશે.
બોઇંગ 737-800 જેટના ડેટા રેકોર્ડ્સ દર્શાવે છે કે ફ્લાઇટ બે મિનિટથી ઓછા સમયમાં 29,000 ફીટ પરથી ઉડાન ભરી હતી. બાદમાં તેમાં આગ લાગી હતી. અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે એવી પણ શક્યતા છે કે પ્લેનમાં કોઈ અન્ય વ્યક્તિ કોકપીટમાં ઘૂસી ગઈ હોય અને જાણી જોઈને આ અકસ્માત થયો હોય.
ફાઇનલ રીપોર્ટમાં થઇ શકે છે ખુલાસો
ચીનના ઉડ્ડયન નિયમનકાર દ્વારા 20 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવેલા પ્રારંભિક અહેવાલમાં એરક્રાફ્ટ અથવા કાર્ગોમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. હાલમાં રિપોર્ટમાં અકસ્માતનું કારણ જણાવવામાં આવ્યું નથી. ચીની અધિકારીઓએ યુએસ અધિકારીઓને જણાવ્યું ન હતું કે તેઓ તપાસના સત્તાવાર પરિણામો ક્યારે પ્રકાશિત કરશે. પરંતુ આવી તપાસ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર