Home /News /national-international /શું પ્રશાંત મહાસાગરમાં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થશે? અમેરિકા પાસેથી ખરીદ્યા ઘાતક હથિયાર
શું પ્રશાંત મહાસાગરમાં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થશે? અમેરિકા પાસેથી ખરીદ્યા ઘાતક હથિયાર
દરિયામાં મોટા યુદ્ધની થઈ રહી છે તૈયારી
China Japan : જો આવું થયું તો આ વિસ્તાર પશ્ચિમ એશિયા અને પશ્ચિમ યૂરોપ કરતા પણ વધુ ખતરનાક વિસ્તાર બની જશે. આ બધી વાતોને જોતા જાપાને પોતાની તાકાત વધારવાનું શરુ કર્યુ છે
China Japan news : દરિયામાં મોટા યુદ્ધની થઈ રહી છે તૈયારી, તાઈવાન મુદ્દે ચીન અને અમેરિકા આમને-સામને છે. એકબીજા સામે હથિયારો સજ્જ કરી દીધા છે. ચીનને ટક્કર આપવા માટે જાપાન પણ તૈયારી કરી રહ્યું છે. જાપાન જે રીતે તૈયારી કરી રહ્યું છે. તેને જોઈને લાગે છે કે યુદ્ધ થયું તો તબાહીની મોટી સુનામી આવી શકે છે. ચીન તાઈવાનને જેમ દબાવે છે તેને હડપ કરવા માગે છે તેમ જાપાન પર પણ દાદાગીરી કરવા માગે છે. ચીન જાપાનને સતત ધમકીઓ આપી રહ્યું છે. તેવામાં જાપાને પણ હથિયારોનો ખડકલો કરવાનું શરુ કરી દીધું છે. ચીન અને જાપાન વચ્ચે ભડકો થયો તો અમેરિકા પણ કુદશે. કેમ કે જાપાનની સુરક્ષાની જવાબદારી અમેરિકાના શિરે છે, ત્યારે મહાસાગરમાં મહાવિનાશ નક્કી છે.
પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના પાણીમાં તબાહીનું તોફાન આવવાનું છે. પ્રશાંત મહાસાગરમાં મહાવિનાશનું તાંડવ થવાનું છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની દાદાગીરી રોકવા માટે જાપાન તૈયાર થઈ ચૂકયું છે. પ્રશાંત મહાસાગરમાં ચીનની દખલગીરીને કારણે તેના કેટલાય પાડોશી દેશો પરેશાન છે..માટે હવે ડ્રેગન પર સકંજો કસવા માટે જાપાન તૈયાર થઈ ચૂકયું છે. ચીનને પાઠ ભણાવવા માટે જાપાન પોતાની સૈન્ય ક્ષમતા વધારવામાં લાગ્યું છે. જાપાન અને અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી મુજબ જાપાન અમેરિકાને કેટલાય આધુનિક અને ઘાતક હથિયાર આપવા જઈ રહ્યું છે.
જાપાન અને અમેરિકા વચ્ચે છે સિક્યોરિટી ડીલ
જાપાને અમેરિકા સાથે 293 મિલિયન ડૉલર એટલે 23 અબજ રૂપિયાની સિકયોરિટી ડીલ કરી છે. તેમાં 150 આમરામ મીડિયમ રેંજ એર ટૂ એર મિસાઈલ છે. જે ચીનની એરફોર્સનો મુકાબલો કરવામાં કામ લાગશે, અત્યારની જાપાનની એરફોર્સ પુરી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જેથી તે ચીનનો મુકાબલો કરવામાં પુરી તાકાત લગાવી દે તે ઉપરાંત જાપાન અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ, ડ્રોન અને વૉરશિપ વેપન સિસ્ટમ પણ ખરીદી રહ્યું છે..આ તેવા હથિયાર છે જેનો તોડ ચીન પાસે પણ નથી. જાપાનની એક સુરક્ષા એજન્સીએ જાપાનને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે..એજન્સીના રિપોર્ટમાં ચીનને દેશ માટે સૌથી મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, અને જે રીતે ચીનની નૌસેના પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં દખલગીરી કરી રહી છે. તેને જોતા જાપાને પણ હવે પ્રશાંત મહાસાગરમાં ડ્રેગન પર લગામ કસવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. એશિયામાં એટલે મોટા યુદ્ધનો ખતરો નજરે પડી રહ્યો છે..જો અહીં યુદ્ધ થયું તો યૂક્રેનથી પણ વઘારે ખતરનાક હથિયારોનો ઉપયોગ થશે. જો આ યુદ્ધ થયું તો યૂક્રેનથી પણ ખતરનાક હથિયારોનો ઉપયોગ થશે. જો આ યુદ્ધ શરુ થયું તો યૂક્રેન કરતા ભીષણ તબાહી થશે. જો આ હુમલો થયો તો રશિયા કરતા પણ ઘાતક મિસાઈલો અને ફાઈટર જેટ્સનો ઉપયોગ થશે. કેમ કે એશિયાની બે મહાશક્તિ, ચીન અને જાપાન આમને સામને આવી ગયા છે.
ચીન અને જાપાન વચ્ચે એવી તલવારો ખેંચાઈ
શી જિનપિંગ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા વચ્ચે મોટી ટક્કરનો ખતરો વધી ગયો છે. આ બધુ થઈ રહ્યું છે ભારતથી 4500 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં. અહીં દરિયામાં ચીન અને જાપાન વચ્ચે એવી તલવારો ખેંચાઈ છે જેના કારણે વર્લ્ડ મીડિયાનું ફોકસ યૂક્રેન સાથે સાથે જાપાન અને ચીન પર ચાલ્યું ગયું છે. આ હેડલાઈન્સ બતાવે છે કે, જાપાન અને ચીન વચ્ચે ટેન્શન વધી ગયું છે. ખતરો યુદ્ધનો છે. અમેરિકાથી લઈ એશિયા અને યૂરોપના અખબાર અત્યારે જાપાન અને ચીન વચ્ચે તણાવને લઈ સમાચારો છાપી રહ્યા છે.
શું યૂક્રેનમાં યુદ્ધની સાથે સાથે દુનિયા એક વધુ યુદ્ધ સહન કરી શકશે?
સવાલ છે કે શું યૂક્રેનમાં યુદ્ધની સાથે સાથે દુનિયા એક વધુ યુદ્ધ સહન કરી શકશે. આપણી સામે બે શક્તિશાળી દેશ છે. બંને શક્તિશાળી દેશ છે..અહીં રશિયા અને યૂક્રેન જેવો મુકાબલો નથી..પણ ચીન અને જાપાનના રૂપમાં ટક્કર બે મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો અને બે મિલિટ્રી પાવર વચ્ચે યુદ્ધનો ખતરો વધવા માંડયો છે. જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે એવા ટાપુઓ પર ચીનનો કબજો નહીં થવા દે, જેના પર તેનો ઐતિહાસિક હક છે. જાપાનની નૌસેનાને લઈ જાપાનની વાયુસેના પણ અત્યારે ચીન સાથે જોડાયેલા સમુદ્રી વિસ્તારમાં સતત, પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વ ચીન સાગર પર ચાઈનીઝ કંટ્રોલ વિરુદ્ધ જાપાને રણશિંગૂ ફૂંકી દીધું છે.
ચીની નૌસેના અત્યારે જાપાનની નજીક સેનકાકૂ ટાપુને લઈ પણ ખોટા ઈરાદા જાહેર કરી રહી
દક્ષિણ ચીન સાગર સાથે હવે જાપાનની નજીક પૂર્વ ચીન સાગરમાં મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીં પણ વિવાદનું મૂળ માત્રને માત્ર ચીન છે. ચીનનો નૌકા કાફલો અત્યારે તાઈવાનની બહુ નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે. તેની નૌસેના અત્યારે જાપાનની નજીક સેનકાકૂ ટાપુને લઈ પણ ખોટા ઈરાદા જાહેર કરી રહી છે. આજ કારણ છે કે જાપાન હવે પૂર્વ ચીન સાગરમાં યુદ્ધ માટે ખુદને તૈયાર કરી રહ્યું છે. જાપાન પોતાની તૈયારીઓને એટલા માટે મજબૂત કરી રહ્યું છે કેમ કે યૂક્રેન પર રશિયાના હુમલા પછી હવે તાઈવાન પર ચીનના કબજાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. મુદ્દો માત્ર તે છે કે ચીન આ બધુ કયારે કરવા જવાનું છે. જાપાનથી લઈ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અત્યારે ચીનની હરકતોને લઈ ડરેલા છે. આજ કારણ છે કે જાપાનની વાયુસેના સતત સમુદ્રી સરહદને ચીનથી બચાવવા માટે એર પેટ્રોલિંગ કરી રહી છે. જાપાન અને ચીન વચ્ચે મોટું ટ્રિગર પોઈન્ટ યૂક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ પણ બની શકે છે. કેમ કે ચીને આ મામલે રશિયાનો એક રીતે વિરોધ ન કરીને તેનું ખુલ્લુ સમર્થન કર્યુ છે, અને જાપાનને લાગે છે કે જો તાઈવાનને લઈ યુદ્ધ થયું તો વ્લાદિમીર પુતિન આ રીતે જ જિનપિંગની હા માં હા પૂરાવશે.
રશિયા અને ચીનના નજીકના જાપાનને બહુ ટેન્શન આપી રહ્યા
એટલે રશિયા અને ચીનના નજીકના જાપાનને બહુ ટેન્શન આપી રહ્યા છે.સોલોમન Islands અને ચીન વચ્ચે સમજૂતીએ જાપાનની ચિંતા વધારી છે. સેનકાકૂ ટાપુ પર ચીનના દાવાથી જાપાન પહેલાથી જ ગુસ્સામાં છે. માટે જાપાન અને ચીન વચ્ચે ટર્નિગ પોઈન્ટ માત્ર તાઈવાન જ નથી..પણ સેનકાકૂ ટાપુ પણ બની શકે છે. તાઈવાનના ઉત્તર પૂર્વ અને ચીનની પૂર્વ દિશામાં. જયારે જાપાનની દક્ષિણ પશ્ચિમમાં 8 નિર્જન ટાપુ છે. જેને સેનકાકૂ Islandsથી દુનિયા ઓળખે છે. તેનું ક્ષેત્રફળ 7 વર્ગ કિલોમીટર છે, પણ તેનું મહત્વ ઘણું છે. આ ટાપુ આસપાસ તેલ અને ગેસનો ભંડાર છે અને આ ટાપુ શિપિંગ લેન સાથે જોડાયેલા છે. સેનકાકૂ ટાપુ પર જાપાનનો કંટ્રોલ 1895થી છે, પણ 1970થી ચીને આ ટાપુ પર દાવો કરવાનું શરુ કરી દીધું હતું.
જાપાનનું US-2
સેનકાકૂ ટાપુ પર પોતાનો કબજો વધુ મજબૂત કરવા માટે જાપાન પોતાના US-2 વિમાનનો ખૂબ ઉપયોગ કરી રહ્યું છે. આ વિમાન માટે દરિયો જ રન વે બની જાય છે. જેના કારણે જાપાન પોતાની સેનાની નાની ટુકડીઓને આજુબાજુના ટાપુ પર ઝડપથી તૈનાત કરી શકે છે. જાપાન પાસે આવા 5 વિમાન છે અને જેમાં 20થી વધુ નેવલ કમાન્ડો લઈ જઈ શકાય છે. ભારત પણ જાપાન પાસેથી કેટલાક આવા વિમાન ખરીદવા માગતું હતું, પણ વિમાનની કિંમત અને બાકી કારણને કારણે આ ડીલ આગળ ન વધી શકી. US-2 અત્યારે પ્રશાંત મહાસાગરમાં જાપાનની ઈમરજન્સીવાળી ડિપ્લોયમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પણ નેવીને લઈ બંને દેશોની તાકાત શું છે તેના પર એક નજર નાખીએ. કેમ કે જાપાન ચીનના મુકાબલે નાનો દેશ ભલે હોય પણ તેની નૌસેનાની તાકાત ગજબની છે. તે વધુ અનુભવી છે, અને ચીનને જબરદસ્ત ટક્કર આપી શકે છે.
જાપાન સાથે ચીનનું યુદ્ધ થાય તો....
જો જાપાન સાથે ચીનનું યુદ્ધ થાય છે તો તેમાં કોઈ શંકા નથી કે અમેરિકા પણ યુદ્ધમાં ભાગ લેશે, અને તેની નૌસેનાનો ગુસ્સો પણ ચીન પર કહેર બનીને ત્રાટકશે. અમેરિકાની નૌસેના ચીન કરતા ખૂબ મજબૂત છે. માટે નેવલ ફ્રંટ પર ચીન માટે એકલા જાપાન સાથે ટક્કર લેવી સરળ નહીં હોય. કેમ કે આ મુકાબલો એવો હશે, જેમાં ચીન સાથે રશિયા આવી શકે છે તો તાઈવાન સાથે જાપાન અને અમેરિકા નજર આવશે.
આ બધા વચ્ચે ઉત્તર કોરિયાનો તો અમે ઉલ્લેખ જ નથી કર્યો. જે પોતાની મિસાઈલોના ટેસ્ટ જાપાનની આસપાસ જ કરતું રહે છે. જો જાપાન અને ચીન વચ્ચે યુદ્ધમાં કિમ જોંગ ચીનનો જ સાથ આપશે. એટલે એશિયામાં યુદ્ધનું સ્વરુપ ખૂબ ગંભીર બની શકે છે.
જો આવું થયું તો આ વિસ્તાર પશ્ચિમ એશિયા અને પશ્ચિમ યૂરોપ કરતા પણ વધુ ખતરનાક વિસ્તાર બની જશે. આ બધી વાતોને જોતા જાપાને પોતાની તાકાત વધારવાનું શરુ કર્યુ છે. તાઈવાનને લઈ જો કોઈ યુદ્ધ થાય છે તો તેનાથી જાપાને એક કડક વલણ અપનાવવું પડશે. અને તેનાથી માત્ર જાપાન અને ચીન જ નહીં, કેટલાય દેશો સામેલ થઈ જશે, તો દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વ ચીન સાગર. બંને યુદ્ધમાં ભડકે બળવા માંડશે. માત્ર જાપાન કે ચીન જ નહીં. કેટલાય દેશો સામેલ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર