ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકો અંગે ચીન મૌન, વાતચીતમાં નથી કરતું ઉલ્લેખઃ સૂત્ર

ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકો અંગે ચીન મૌન, વાતચીતમાં નથી કરતું ઉલ્લેખઃ સૂત્ર
પ્રતિકાત્મક તસવીર

ગત સપ્તાહે WMCCમાં પૂર્વી લદ્દાખમાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફન્સિગથી મુલાકાત થઈ હતી. મુદ્દાઓને ઉકેલવા માટે પગલાં ભર્યા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં (Eastern Ladakh) પીપલ લિબરેશન આર્મી (People's Liberation Army) દ્વારા ચાલી રહેલી આક્રમકતા ઉપર ચર્ચા કરવા માટે ભારત અને ચીન (India & China) વર્કિંગ મેકેનિઝ્મ ફો કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC)ની બેઠકમાં દર સપ્તાહે વાતચીત કરશે. આ બેઠક દરમિયાન બંને દેશ ત્યાના તણાવને ઓછો કરવા માટે નવી રીતે શોધશે.

  ન્યૂઝ એજન્સી એએનઆઈને સરકારના સૂત્રોએ જાણકારી આપી હતી કે 'આ ઉપર સહમતિ થઈ છે કે પૂર્વી લદ્દાખમાં ચીની આક્રામકતાના મુદ્દા ઉપર ચર્ચા માટે wmccની બેઠક દર સપ્તાહે યોજવામાં આવશે. આ બેઠકમાં ભારતીય પક્ષના અનેક મત્રાલયો જેવા કે વિદેશ મંત્રાલય, રક્ષા મંત્રાલય, મંત્રાલયના અનેક પ્રતિનિધિ અને સુરક્ષા દળો સામેલ હશે.'  આ પણ વાંચોઃ-મારે માસ્ક પહેરવું હોય તો પહેરીશ, નહિ તો દવા પીને તમને ફીટ કરાવી દઈશ': અમદાવાદમાં ચાલકની પોલીસને ધમકી

  ગત સપ્તાહે WMCCમાં પૂર્વી લદ્દાખમાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે વીડિયો કોન્ફન્સિગથી મુલાકાત થઈ હતી. મુદ્દાઓને ઉકેલવા માટે પગલાં ભર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે WMCCની બેઠકમાં ઘટના ઉપર ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ચર્ચા દરમિયાન ચીની પક્ષ 15 જૂનની રાત્રે બંને પક્ષો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષમાં થેયલી હાનીની સંખ્યા અંગે મૌન હતું. જ્યારે ભારતીય પક્ષને 15-16 જૂનની રાત્રે ઘર્ષણ દરમિયાન તેમને થયેલા નુકસાનની સંખ્યાને સ્વીકાર કરી હતી. પરંચુ ચીન આ અંગે ચુપ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રમાં 30 જૂન પછી પણ ચાલું રહેશે લોકડાઉન, ખતરો હજી ટળ્યો નથીઃ CM ઉદ્ધવ ઠાકરે

  ચીને ભારતને ઠેરવ્યું દોષી
  સૂત્રો પ્રમાણે ભારતીય ઈન્ટરસેપ્ટથી જાણવા મળ્યું હતું કે લદ્દાખની ગલવાન ઘાટીમાં (Galvan Valley) આમને સામને થયેલી ચીની પક્ષના 43 લોકો માર્યા ગયા હતા. અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. તેમને લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-ગુજરાત માટે સારા સંકેત! વતન ગયેલા શ્રમિકો કર્મભૂમિમાં પરત ફર્યા, ઉદ્યોગ-ધંધાઓને મળશે વેગ

  સૂત્રોએ કહ્યું કે ચીનીઓને ગલવાનમાં થયેલા સંઘર્ષ માટે ભારતીય પક્ષને દોષી ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચીની પક્ષ એ સમસ્યાઓના સમાધાન માટે એ સમયે તેમના દ્વારા કરવામાં આવેલા 1959ના નકશાના ઉપયોગની વાત કરી રહી છે. પરંતુ ભારતીય પક્ષે તેમને નકારી દીધી હતી. 1962ના યુદ્ધથી પહેલા ભારતની સાથે નક્સાના એક જ સેટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને નવી દિલ્હી દ્વારા નકારવામાં આવ્યો હતો બંને પક્ષોએ 1962માં આ મુદ્દે યુદ્ધ થયું હતું.
  First published:June 28, 2020, 20:11 pm