અમેરિકાએ લદાખ હુમલા માટે ચીનને જવાબદાર ગણાવ્યું, કહ્યું- કોરાના પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ

News18 Gujarati
Updated: June 20, 2020, 9:16 AM IST
અમેરિકાએ લદાખ હુમલા માટે ચીનને જવાબદાર ગણાવ્યું, કહ્યું- કોરાના પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ
અમેરિકાના રાષ્ર્8પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

India-China Standoff : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરતા એ વાતનો સંકેત આપ્યો કે અમેરિકા ચીન સાથે દરેક પ્રકારના વેપારી સંબંધો ખતમ કરવા માંગે છે.

  • Share this:
વોશિંગટન : લદાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ગત દિવસોમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. આ કારણે ભારત અને ચીન (India China Conflict) વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર માહોલ ગરમ છે. આ આખા મામલાને હવે વાતચીત દ્વારા સુલટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, આપણા સૈન્યને એલર્ટ (Army on Alert) પર રાખવામાં આવ્યું છે. આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે ગલવાન ઘાટીમાં જે પણ થયું તેના માટે ચીન જવાબદાર છે. અમેરિકાનું કહેવું છે કે ચીન આવું કરીને કોરોના વાયરસ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીનની ભૂલ છે

નોંધનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ શુક્રવારે ચીનમાં હતા અહીં તેમણે ચીનના મોટા રાજનાયિક યાંગ ચેરી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ અમેરિકન અધિકારી ડેવિડ સ્ટિલવેલે જણાવ્યું કે, "ભારત-ચીન વચ્ચે સીમા પર આ પ્રકારની ગતિવિધિ પહેલા પણ જોવા મળી હતી, જ્યારે વર્ષ 2015માં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારતના પ્રવાસે હતા. ચીનની સેના ખૂબ અંદર સુધી ઘૂસી આવી હતી. તેમની સંખ્યા પણ વધારે હતી. આ પહેલા આવી જ હાલત અમે ડોકલામમાં જોઈ છે."

આ પણ વાંચો : સુશાંતસિંહના આપઘાતનું દુઃખ સહન ન થતાં 21 વર્ષીય શિક્ષિકાનો આપઘાત

પોમ્પિયો ભારત સાથે

લદાખમાં ભારતીય સૈનિકો શહીદ થયા બાદ વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યુ કે, "અમે ચીન સાથે તાજેતરમાં થયેલા ઘર્ષણમાં ભારતના શહીદ થયેલા સૈનિકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના પ્રગટ કરીએ છે. અમે સૈનિકોના પરિવારો, પ્રિયજનો અને સમાજને યાદ રાખીશું કારણ કે આ સમયે તેઓ દુઃખી છે."

ટ્રમ્પની ચીનને ધમકી

નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચીનથી સતત નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને એવા સંકેત આપ્યા હતા કે અમેરિકા ચીન સાથે તમામ પ્રકારના વેપારી સંબંધો ખતમ કરવા માંગે છે. તેમણે ગુરુવારે કહ્યુ કે, અમેરિકા પાસે ચીન સાથે સાવ અલગ થઈ જવાનો વિકલ્પ છે. ટ્રમ્પે એક ટ્વીટ કરીને અમેરિકન વેપારી પ્રતિનિધિ રૉબર્ટ લાઇટહાઇઝર દ્વારા એક દિવસ પહેલા આપવામાં આવેલા એક નિવેદનનું ખંડન કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે 'દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાને અલગ કરવી શક્ય નથી.'

આ પણ વાંચો :  ભારત-ચીન સંઘર્ષ: PM બોલ્યા, 'આપણી સીમામાં કોઈ ઘૂસ્યું નથી, ચીનના કબ્જામાં કોઈ પોસ્ટ નથી'
First published: June 20, 2020, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading