વિદેશ સચિવથી લઈને નીતિ આયોગના CEO સુધીની જાસૂસી કરી રહ્યું છે ચીન

પ્રતીકાત્મક તસવીર

ચીન ભારતની અર્થવ્યવસ્થા ઉપરાંત વિદેશ નીતિ સાથે જોડાયેલા પદાધિકારીઓની પણ જાસૂસી કરી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ (Ladakh Border Dispute)ની વચ્ચે ચીનના વધુ એક કાવતરાનો ખુલાસો કર્યો છે. ચીન ભારતની અર્થવ્યવસ્થા (Economy)ની સાથે વિદેશ નીતિ (Foreign Policy)ની પણ જાસૂસી કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જે રીતે ખુલાસા થઈ રહ્યા છે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ચીને પોતાની એક કંપનીથી ભારતના અનેક શોધકર્તાઓ, થિન્ક ટેન્ક અને મીડિયા સંગઠનોથી જોડાયેલા 200 લોકોની જાણાકારી મેળવી છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ બાદ ફેસબુકે ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડના ફેસબુકથી જોડાયેલા પેજ પર રોક લગાવી દીધા છે.

  ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત રિપોર્ટ મુજબ, ચીનની સેના અને ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલી કંપની ઝેન્હુઆ ડેટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની લિમિટેડે ઓવરસીઝની ઇન્ડિવિજ્યૂઅલ ડેટાબેઝ (OKIDB) હેઠળ ભારતના 40 સેવારત અને સેવાનિવૃત્તિ ભારતીય વિદેશ સેવાના અધિકારી, જેઓએ પ્રમુખ ડિપ્લોમેટિક પદોને સંભાળે છે તેની જાણકારી એકત્ર કરી છે.

  આ પણ વાંચો, હવે હાઇ-પ્રોફાઇલ ક્રાઇમ પર ચીનની નજર, IPL સટ્ટાથી લઈને મોબાઇલ ચોરનારની કરી રહ્યું છે જાસૂસી

  તપાસમાં જે નામોનો ખુલાસો થયો છે તેમાં વિદેશ સચિવ હર્ષવર્ધનથી લઈને ઈઝરાયલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલાનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે, સંજીવ સિંગલા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. તેની સાથે જે આઇએફએસ અધિકારીઓ પર ચીન સતત નજર રાખી રહ્યું છે તેમાં સંયુક્ત રાષ્ટ્રમાં તૈનાત સભ્ય પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિ અને સંયુક્ત નિરીક્ષક એકમના એ. ગોપીનાથન પણ સામેલ છે. ચીન આ તમામ સભ્યો ઉપરાંત જે હસ્તીઓની જાણકારી ચોરી રહ્યું છે તેમાં નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત વેણુ રાજામનિનું નામ પણ સામેલ છે.

  આ પણ વાંચો, Fact Check: સુધા મૂર્તિ વર્ષમાં એકવાર મંદિરની બહાર વેચે છે શાકભાજી? જાણો હકીકત

  OKIDBમાં જાપાન ખાતેના રાજદૂત સંજય વર્માનું નામ પણ સામેલ છે જેઓ હોંગકોંગ અને ચીનમાં સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત સઉદી અરબમાં રાજદૂત ઔસાફ સઈદ અને મેડાગાસ્કરમાં રાજદૂત અભય કુમાર પણ સામેલ છે. તેની સાથે જ નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિદ્વાન ઈતિહાસકાર રોમિલા થાપર અને રાજકીય મનોવૈજ્ઞાનિક અશોક નંદી, ધ્રુવ જયશંકર ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના નિદેશક (વિદશે મંત્રી એસ. જયશંકરના દીકરા છે) પણ સામેલ છે.
  Published by:Mrunal Bhojak
  First published: