નવી દિલ્હી: ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે દુનિયાભરમાં કોરોના વેક્સિન બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વેક્સીનનું હ્યુમન ટ્રાયલ તૈયારીમાં છે. હાલમાં લગભગ 50 લોકો પર તેનું ટ્રાયલ કરવામાં આવશે.
આ બધા વચ્ચે સમાચાર છે કે, દુનિયામાં કોરોનાની સૌથી પ્રથમ વેક્સીન બનાવવાના ચક્કરમાં ચીનની એક કંપનીએ પરીક્ષણ માટે પોતાના કર્મચારીઓને કોવિડ-19ની વેક્સિન આપી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, તેના માટે કંપનીએ કોઈની મંજૂરી પણ લીધી ન હતી.
ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિન ફાર્માસ્યૂટિકલ કંપની ભારત બાયોટેક તૈયાર કરી રહી છે. સૂત્રો અનુસાર, જો બધુ જ ઠીક રહ્યું તો. વેક્સિન ખૂબ ઓછા સમયમાં બજારમાં આવી જશે.
વેક્સિનના ટ્રાયલ માટે દેશની 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં સામેલ માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કોરોનાની લડાઈમાં ભારત પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બિલ ગેટ્સે કહ્યું છે કે, ભારતની ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીમાં એટલો દમ છે કે, તે પૂરી દુનિયા માટે કોરોના વાયરસ વેક્સિન બનાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસને રોકવા માટે દુનિયાભરમાં 140 જગ્યા પર વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, કેટલીક વેક્સિન હવે ફેઝ 2 ટ્રાયલથી આગળ વધી ચુકી છે. ભારત બાયોટેકની વેક્સિન અને ભારતીય દવા કંપની
જોન્સન એન્ડ જોન્સન સપ્ટેમ્બરથી શરૂ કરશે હ્યુમન ટ્રાયલ Zydus Cadilaની વેક્સિન ZyCov-Dનું હ્યુમન ટ્રાયલ શરૂ થવાની સાથે જ ઓક્સફર્ડ યુનિવર્સિટી, કેનસિનો, એસ્ટ્રા-જેનેકા, મોડર્ના, સાઈનોફાર્મ સહિત અડધો ડઝન વેક્સિન એડવાન્સ ફેઝમાં છે.
" isDesktop="true" id="1000242" >
જોન્સન એન્ડ જેન્સને કહ્યું કે, તે હાલમાં કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ નહીં કરે. કંપનીએ કહ્યું કે, તે પોતાની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ સૌથી અંતિમ તબક્કામાં સપ્ટેમ્બરમાં શરૂ કરશે. કંપની આગામી અટવાડીયાથી ફેઝ-1 ટ્રાયલ શરૂ કરવાની વાત કરી રહી છે. કંપનીએ કહ્યું કે, તે શરૂમાં 1 હજાર વોલિન્ટિયર્સને વેક્સિનનો ડોઝ આપશે.
Oxford Universityની કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલમાં થઈ સફળ બ્રિટનની ઓક્સફર્ટ યુનિવર્સિટીની કોવિડ-19 વેક્સિનનું પ્રથમ હ્યુમન ટ્રાયલ સપળ રહ્યું છે. બ્રાઝિલમાં કરવામાં આવેલા હ્યુમન ટ્રાયલના શાનદાર પરિણામ રહ્યા છે. ટ્રાયલમાં સામેલ કરવામાં આવેલા વોલિન્ટીયર્સમાં વેક્સિનથી વાયરસ સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા વિકસીત તઈ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વેક્સિન ChAdOx1 nCoV-19 (AZD1222)ને પૂરી રીતે સફળ થવાને લઈ આશ્વસ્ત છે. સાથે તેમને ભરોસો છે કે, સપ્ટેમ્બર 2020 સુધી આ વેક્સિન લોકોને ઉપલબ્ધ કરાવી દેવાશે. આ વેક્સિનનું ઉત્પાદન AstraZeneca કરશે. તો ભારતીય કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડીયા પણ આ પરિયોજનામાં સામેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર