Home /News /national-international /

ફરી એક વાર ચીનની અવળચંડાઈ આવી સામે, ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારમાં પેંગોંગ તળાવ પર બનાવી રહ્યું છે બીજો પુલ

ફરી એક વાર ચીનની અવળચંડાઈ આવી સામે, ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારમાં પેંગોંગ તળાવ પર બનાવી રહ્યું છે બીજો પુલ

ફરી એક વાર ચીનની અવળચંડાઈ આવી સામે, આ જગ્યા પર બનાવી રહ્યું છે પુલ

Govt react on Chinese bridge in Ladakh: પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ (Pangong Lake in eastern Ladakh) પર ચીન દ્વારા બીજા પુલના નિર્માણથી સંબંધિત મીડિયા અહેવાલો પર, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પુલ 1960 ના દાયકાથી ચીનના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારોમાં છે. 

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ (Pangong Lake in eastern Ladakh) પર ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા બીજા પુલ (Chinese bridge on Lake in Ladakh) ને લગતા મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને પુલ 1960ના દાયકાથી ચીનના ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારોમાં છે. અમે અમારા પ્રદેશ પરના આવા ગેરકાયદેસર કબજાને ક્યારેય સ્વીકાર્યું નથી, કે અમે ગેરવાજબી ચીની દાવાઓ અથવા આવી બાંધકામ પ્રવૃત્તિઓને સ્વીકારી નથી.

    ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેન્દ્ર સરકારે (Indian Central Government) અનેક પ્રસંગોએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) અને લદ્દાખ (Ladakh) કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય દેશો ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે.

    આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરને લઈ સીમાંકન આયોગનો આદેશ આજથી જ લાગુ, હવે જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 વિધાનસભા બેઠકો

    સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સુરક્ષાના હિતમાં, ખાસ કરીને 2014 થી, સરહદી માળખાના વિકાસ માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. આવા કામોમાં રોડ અને પુલ બનાવવાનો સમાવેશ થાય છે.

    વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર ભારતની વ્યૂહાત્મક અને સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતની સુરક્ષાને અસર કરતા તમામ વિકાસ પર સરકાર સતત નજર રાખે છે.

    આ પણ વાંચો: Aviation: જેટ એરવેઝ ફરીથી શરૂ કરશે કોમર્શિયલ ફ્લાઈટ, DGCAએ આપ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ

    આ પહેલા ગુરુવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમે પુલ સાથે જોડાયેલા સમાચાર જોયા છે. તે સૈન્ય સાથે સંબંધિત મુદ્દો છે...અમે તેને (ચીન) ના કબજા હેઠળનો વિસ્તાર માનીએ છીએ. સંરક્ષણ મંત્રાલય આ અંગે વિગતવાર ટિપ્પણી કરી શકશે.

    અમે આ વિકાસ પર નજર રાખીએ છીએ. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે પેંગોંગ ત્સો વિસ્તારમાં બીજો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે કે પહેલા બ્રિજ પર જ તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Ladakh border, ચીન

    આગામી સમાચાર