ગર્ભવતી પત્નીને બેસવા માટે ન મળી જગ્યા, તો પતિએ કર્યું કંઇ તેવું કે બધાએ કહ્યું 'વાહ'

News18 Gujarati
Updated: December 7, 2019, 5:04 PM IST
ગર્ભવતી પત્નીને બેસવા માટે ન મળી જગ્યા, તો પતિએ કર્યું કંઇ તેવું કે બધાએ કહ્યું 'વાહ'
પત્ની માટે પતિ બન્યો ખુરશી

  • Share this:
પતિ પત્નીનો સંબંધ અટપટો છે. પતિ પત્ની ભલે લડાય પણ તેમનો એકબીજા માટે પ્રેમ ખાસ હોય છે. તેમાં પણ ખાસ ત્યારે જ્યારે પત્ની પેટથી હોય ત્યારે પતિ તેમની પત્નીનો ખાસ ખ્યાલ રાખે છે. અને કંઇક આવી જ વસ્તુ હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં પણ જોવા મળી. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ઉત્તર પૂર્વીય ચીનના હેઇલોંગજિયાંગના હેગાંગનો છે. પોલીસે રવિવારે આ શોર્ટ વીડિયો એપ Douyin પર શેયર કર્યો હતો. જેને 70 લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વીડિયો એક હોસ્પિટલના સીસીટીવી કેમેરામાંથી લેવામાં આવ્યો છે.

આ વીડિયોમાં હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ઊભા ઊભા થાકી જાય છે. જો કે તેની પાસે જ કેટલાક યુવાનો બેન્ચ પર બેઠા મોબાઇલ જોઇ રહ્યા છે. પણ કોઇ પણ ઊભું નથી થઇ રહ્યું. થાકેલી પત્ની પતિને પીઠમાં દુખાવાની વાત કરે છે. અને પછી બેસવા માટે પતિને ઇશારો કરે છે. જે પછી તેનો પતિ નીચે બેસી જાય છે. અને ગર્ભવતી પત્ની તેની પીઠને સહારે બેસી, તેની પીઠને જ ખુરશી બનાવી દે છે. વીડિયોમાં સાફ દેખાય છે મહિલા ગર્ભવતી છે અને તેના પગથી લઇને શરીરના ભાગમાં દુખાવો થઇ રહ્યો છે.


જો કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ ગયા પછી લોકો આ પતિના ભરપેટ વખાણ કરી રહ્યા છે. અને અનેક લોકોએ તેને 'શ્રેષ્ઠ પતિ' નું ખિતાબ પણ આપી દીધું છે. અનેક લોકો આ વીડિયોમાં કમેન્ટ કરી રહ્યા છે કે તેમને આવો પ્રેમ અને ધ્યાન રાખતો પતિ તેમના જીવનમાં જોઇએ છે.
First published: December 7, 2019, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading