બેઇજિંગ : મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ સામે ચાર વખત વીટો પાવર વાપરનાર ચીન હવે લાજવાને બદલે ગાજી રહ્યું છે. ચીને તાજેતરમાં વીટો પાવર વાપરીને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થવા દીધો ન હતો. હવે અમેરિકા તરફથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે નવેસરથી પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને યુએનએસસીના 15 અસ્થાયી હોય તેવા સભ્ય દેશોને આ પ્રસ્તાવ મોકલ્યો છે. અમેરિકાના આવા પગલાં અંગે ચીને ગુરુવારે પ્રતિક્રિયા આપી છે કે, યુએસ UN-એન્ટી ટેરરિઝમ કમિટીની શક્તિને ઓછી આંકી રહ્યું છે. અમેરિકાના આવા પગલાંથી મામલો વધું ગૂંચવાઈ રહ્યો છે.
અમેરિકા, ફ્રાંસ અને યુકેએ યુએનની સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકીની યાદીમાં મૂકવા માટે નવો પ્રસ્તાવ મૂક્યો છે. ચીને આ બાબતે વીટો પાવર વાપર્યાના બે અઠવાડિયામાં અમેરિકા નવો પ્રસ્તાવ લાવ્યું છે.
આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોંગે મીડિયાને સંબોધતા કહ્યું કે, વોશિંગ્ટનના આવા પગલાથી મામલો વધારે ગૂંચવાઈ રહ્યો છે.
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, "અમેરિકાનું આવું પગલું વાતચીત અને બાંધછોડથી મુદ્દો ઉકેલી શકાય તેવી દિશામાં નથી. આવા પગલું યુએનએસસીની એન્ટી-ટેરરિઝમની મુખ્ય કમિટિની સત્તા પર કાપ મૂકે છે, આવું પગલું પરસ્પરના સારા સંબંધો માટે કોઈ પરિણામ જન્માવી શકે નહીં, પંરતુ આનાથી મામલો વધારે ગૂંચવાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા આ બાબતે બહુ સમજી વિચારીને નિર્ણય કરે, તેમજ આ અંગે બળજબરીથી કોઈ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ ન કરે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર