ચીન વિવાદ પર શરદ પવારે કોંગ્રેસને 1962ની યાદ અપાવી, કહ્યું - આપણે ભૂતકાળ પણ યાદ રાખવો પડશે

ચીન વિવાદ પર શરદ પવારે કોંગ્રેસને 1962ની યાદ અપાવી, કહ્યું - આપણે ભૂતકાળ પણ યાદ રાખવો પડશે

શરદ પવારે કહ્યું -રાષ્ટ્રીય સુરક્ષાના મામલા પર રાજનીતિકરણ કરવું જોઈએ નહીં

 • Share this:
  સતારા : ચીન (China)સાથે ટકરાવને લઈને કોંગ્રેસ (Congress) અને ભાજપા (BJP)વચ્ચે આરોપ પ્રત્યારોપ વચ્ચે એનસીપીના પ્રમુખ શરદ પવારે (NCP Chief Sharad Pawar)શનિવારે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના (National Security)મામલા પર રાજનીતિકરણ કરવું જોઈએ નહીં. સાથે તેમણે કહ્યું કે એ કોઈ ના ભૂલી શકે કે ચીને 1962ના યુદ્ધ પછી ભારતની 45,000 વર્ગ કિલોમીટર ભૂમિ પર કબજો કરી લીધો હતો.

  પવારની ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના તે આરોપ પર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ચીનની આક્રમકતાના કારણે ભારતીય ક્ષેત્રને સોંપી દીધું છે. તેમણે એ પણ કહ્યું કે લદાખમાં ગલવાન ઘાટી (Galwan Valley)ની ઘટનાને રક્ષા મંત્રીની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ કરાય નહીં કારણ કે ગશ્ત દરમિયાન ભારતીય સૈનિક ચોકન્ના હતા.

  આ પણ વાંચો - ચીનને પાઠ શિખવાડશે ભારત, પૂર્વ લદાખમાં તૈનાત કરી વાયુ રક્ષા મિસાઈલ સિસ્ટમ

  પવારે કહ્યું કે ચીની સૈનિકોએ આપણી સડક પર અતિક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો અને ધક્કામુક્કી કરી. આ કોઈ નિષ્ફળતા નથી. જો ગશ્ત કરવા દરમિયાન કોઈ તમારા ક્ષેત્રમાં આવે તો તે કોઈપણ સમયે આવી શકે છે. આપણે એ ના કહી શકીએ કે આ દિલ્હીમાં બેસેલા રક્ષા મંત્રીને નિષ્ફળતા છે. ત્યાં ગશ્ત ચાલી રહી હતી. ઝડપ થઈ તેનો મતલબ એ છે કે તમે ચોકન્ના હતા. જો તમે ત્યાં ન હોત તો ખબર પણ ન પડત કે ક્યારે તે (ચીની સૈનિક) આવ્યા અને ગયા. જેથી મને નથી લાગતું કે આ સમયે આવો આરોપ લગાવવો યોગ્ય છે.
  Published by:Ashish Goyal
  First published: