Home /News /national-international /

China New Virus: ચીનમાં મળી આવ્યો વધુ એક વાયરસ, જાણો લક્ષણો અને અસર; કોઈ ઈલાજ ન હોવાનો દાવો

China New Virus: ચીનમાં મળી આવ્યો વધુ એક વાયરસ, જાણો લક્ષણો અને અસર; કોઈ ઈલાજ ન હોવાનો દાવો

ચીનમાં નવા વાયરસનો ખતરો (Shutterstock તસવીર)

China Langya henipavirus: રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ નવો હેનિપાવાયરસ જાનવરોમાંથી માણસોમાં આવ્યો હોઈ શકે છે. જે લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે, તેમનામાં તાવ, થાક, ખાંસી અને અન્ય લક્ષણો જોવા મળે છે.

    બેઇજિંગ: ચીનના વુહાન (Wuhan)માંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા (Zoonotic Langya) સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અત્યારસુધીમાં આ વાયરસથી 35 લોકો સંક્રમિત થયા છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર આ વાયરસથી હેનિપા વાયરસ લૈંગ્યાના કારણે ચીનના શેડોંગ અને હેનાન પ્રાંતમાં લોકો સંક્રમિત થયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેનિપા વાયરસને લૈંગ્યા હેનિપા વાયરસ (Langya henipavirus), LV પણ કહેવામાં આવે છે. ચીનમાં જે દર્દીઓને તાવ આવ્યો છે, તેમના ગળામાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમનામાં આ નવો વાયરસ મળી આવ્યો છે.

    વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવ્યો હોવાની આશંકા


    રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ નવો હેનિપાવાયરસ જાનવરોમાંથી માણસોમાં આવ્યો હોઈ શકે છે. જે લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે, તેમનામાં તાવ, થાક, ખાંસી અને અન્ય લક્ષણો જોવા મળે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શેડોંગ અને હેનાનમાં લૈંગ્યા હેનિપા વાયરસના 35માંથી 26 મામલાઓમાં તાવ, ચિડીયાપણું, ખાંસી, એનોરેક્સિયા, માયલગિયા, માથાનો દુ:ખાવાનો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે.

    આ પણ વાંચો: Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

    કોઈ ઈલાજ નથી


    આ હેનિપા વાયરસ માટે કોઈ વેક્સીન કે ઈલાજ નથી. સંક્રમિત વ્યક્તિઓની દેખભાળ કરવી તે જ માત્ર એક ઉપાય છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, હાલમાં આ વાયરસના કારણે ગભરાવાની જરૂર નથી અને આ વાયરસને નજર અંદાજ પણ ન કરવો જોઈએ.

    તાઇવાનના CDCના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે જણાવ્યું હતું કે, સ્ટડીમાં સામે આવ્યુ છે કે, આ વાયરસ માનવથી માનવમાં ફેલાતો નથી. તેમણે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે. પાળતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, અત્યારસુધીમાં 2% કેસ બકરામાં અને 5% શ્વાનમાં જોવા મળ્યા છે.

    આ પણ વાંચો:  ઉકાળેલું પાણી કે ફિલ્ટર્ડ, સ્વાસ્થ્ય માટે કયું પાણી વધુ લાભદાયી છે?

    ડ્યૂક એનયૂએસ મેડિકલ સ્કૂલમાં સંક્રામક રોગોના પ્રોગ્રામમાં પ્રોફેસર વાંગ લિનફાએ આ નવા વાયરસ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હેનિપા વાયરસના કેસને ધ્યાનથી જોવામાં આવે તો આ વાયરસ ઘાતક કે ગંભીર નથી. આ કારણોસર આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસનો ચેતવણી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હાલમાં અનેક એવા વાયરસ છે, જેના કારણે લોકો સંક્રમિત થયા છે અને ગંભીર પરિણામોનો સામનો પણ કર્યો છે.
    First published:

    Tags: Coronavirus, COVID-19, ચીન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन