Home /News /national-international /

ચીને ચંદ્ર ઉપર ઉતાર્યું પોતાનું સ્પેસક્રાફ્ટ: યૂએસ મીડિયા

ચીને ચંદ્ર ઉપર ઉતાર્યું પોતાનું સ્પેસક્રાફ્ટ: યૂએસ મીડિયા

પ્રતીકાત્મક તસવીર

યાનમાં એક લેન્ડર અને એક નાનું 6 પૈડાવાળું રોવર સામેલ હોય છે જે ચંદ્રની સપાટીની માહિતી એકત્ર કરશે

    ન્યૂઝ18 ગુજરાતી: અમેરકિન મીડિયાના અહેવાલ મુજબ, ચીને પોતાનું સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતાર્યું છે. આ સ્પેસક્રાફ્ટ ચંદ્રના ન જોયેલા હિસ્સામાં ઉતર્યું છે અને ત્યાંના રહસ્યોને શોધવાનો પ્રયાસ કરશે. અગાઉ ચીનની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે, તેમનું સ્પેસક્રાફ્ટ ચંદ્રના ન જોયેલા ભાગ પર ગુરુવારે લગભગ 1.00 વાગ્યે ઉતરશે.

    ચીનના સ્પેસક્રાફ્ટ ચાંગ ઈ-4નું લક્ષ્ય દક્ષિણી ધ્રુવ-એટકન ઘાટી સ્થિત એક ખાડો છે, જેનો પ્રભાવ સૌર મંડાળમાં સૌથી વધુ છે. તે ચંદ્ર પર લગભગ 1,600 માઇલની આરપાર અને 8 માઇલ ઊંડો સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી ઊંડી ઘાટી છે.

     યાનમાં લેન્ડર અને રોવરનો ઉપયોગ
    યાનમાં એક લેન્ડર અને એક નાનું 6 પૈડાવાળું રોવર સામેલ હોય છે જે ચંદ્રની સપાટીની માહિતી એકત્ર કરશે. તે વિકિરણના સ્તરની માહિતી એકત્ર કરશે અને ચંદ્રની સપાટી પરથી માટીના નમૂના એકત્ર કરશે, જેને ચીન 2030માં એકત્ર કરવાની આશા રાખે છે. ચંદ્ર પર છોડ ઉગાડવાની પ્રયાસમાં યાન ચાંગ ઈ-4ના લેન્ડરમાં એક કૅનિસ્ટરને બાંધીને બીજ અને રેશમના કીડીને ઈંડાથી ભરવામાં આવે છે. ભવિષ્યમાં ચંદ્રની ચોકી પર અંતરિક્ષ યાત્રીઓ દ્વારા અંકુરિત ભોજનનો ઉપયોગ કરવામાં આવશે.

    ચંદ્ર પર કેમ રહે છે એક તરફ અંધારું?
    ચંદ્ર હંમેશા એક જ ભાગમાં એટલા માટે દેખાય છે કારણ કે જે ગતિથી તે પૃથ્વીનું ચક્કર લગાવે છે, તે ગતિથી પોતાની ઘરી ઉપર પણ ચક્કર મારે છે. આજ કારણ છે કે ચંદ્રનો એક ભાગ આપણે નથી દેખાતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Moon, US, ચીન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन