Home /News /national-international /ઇતિહાસ રચાયો! ચીને અવકાશમાં ચોખા ઉગાડ્યા! પછી એવું તો શું કર્યું કે દુનિયા ચોંકી ઊઠી?
ઇતિહાસ રચાયો! ચીને અવકાશમાં ચોખા ઉગાડ્યા! પછી એવું તો શું કર્યું કે દુનિયા ચોંકી ઊઠી?
ચીને સ્પેસમાં ઉગાડ્યા ચોખા
CHINA HARVEST RICE IN SPACE: શેનઝોઉ-15 ક્રૂના આગમન સાથે, ચાઇના સ્પેસ સ્ટેશન હવે લાંબા ગાળાના સમાનવ એપ્લિકેશન મોડમાં આવી ગયું છે, જે વધુ પ્રકારના છોડને ઉછેરવાની અને ફળો અને શાકભાજી જેવા સંપૂર્ણ-ચક્રની વૃદ્ધિને પૂર્ણ કરી શકશે.
CHINA HARVEST RICE IN SPACE: ચીને અવકાશમાં ચોખા ઉગાડીને મોટી સફળતા હાંસલ કરી છે. 4 ડિસેમ્બરે અવકાશમાં તૈયાર કરાયેલ પ્રથમ ચોખાના બીજ પૃથ્વી પર પાછા લવાયા છે. ગત 4 ડિસેમ્બરે Shenzhou-14 ક્રૂના પરત આવવા સાથે અવકાશ વિજ્ઞાન પ્રયોગના નમૂનાઓનો ત્રીજો બેચ રિટર્ન કેપ્સ્યુલ સાથે આવ્યો હતો. તેમાં અવકાશમાં તૈયાર કરાયેલા પ્રથમ ચોખાના છોડનો પણ સમાવેશ થાય છે. તેને એરાબિડોપ્સિસ થાલિયાના અથવા થેલ ક્રેસનાં પ્રાયોગિક બીજ પણ કહેવાય છે.
આ બંને છોડ 120 દિવસની અવકાશી ખેતીનો ભાગ હતા. તેમણે બીજથી માંડીને બીજ સુધીની સમગ્ર વૃદ્ધિ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, ચોખાના કારણે અત્યારે વિશ્વની લગભગ અડધી વસ્તીનું પેટ ભરાય છે. તે ભવિષ્યમાં માનવસર્જિત મોટા અવકાશીય સંશોધનમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ માટે મુખ્ય પદાર્થ માનવામાં આવે છે. થેલ ક્રેસ એ પ્રમાણમાં ટૂંકા જીવન ચક્ર સાથેનો પાક છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, માનવી લાંબા સમય સુધી અવકાશમાં ટકી રહે તે માટે છોડ જનરેશન પરિવર્તનને પૂર્ણ કરી શકે અને અવકાશમાં સફળતાપૂર્વક રેપ્રોડ્યુસ કરી શકે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેથી, ચોખાના સંવર્ધન માટે સ્પેસ માઇક્રોગ્રેવિટીનો ઉપયોગ એ અવકાશ વનસ્પતિ સંશોધનની મહત્વપૂર્ણ દિશા છે.
અગાઉ, અવકાશના વાતાવરણમાં માત્ર થેલ ક્રેસ, રેપ, વટાણા અને ઘઉં જ બીજથી બીજ સુધી સફળતાપૂર્વક ઉગી નીકળ્યા હતા, પરંતુ આ વાતાવરણમાં ચોખા સંપૂર્ણ વિકાસ ચક્ર પૂર્ણ કરી શક્યા ન હતા.
થાલ ક્રેસ અને ચોખાના પ્રાયોગિક બીજ જુલાઈના અંતમાં વેન્ટિયન લેબ મોડ્યુલ સાથે અવકાશમાં લાવવામાં આવ્યા હતા. આ પ્રયોગ 29 જુલાઈના રોજ પોષક તત્વોના ઇન્જેક્શન સાથે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો હતો અને 25 નવેમ્બરના રોજ કુલ 120 દિવસમાં સમાપ્ત થયો હતો. આ પ્રક્રિયા દરમિયાન, થેલ ક્રેસ અને ચોખાના બીજ અંકુરિત થાય છે, ઉગાડવામાં આવે છે, ફૂલો ખીલે છે અને બીજ આપે છે.
પ્રારંભિક પરિણામો દર્શાવે છે કે ચોખાના છોડ મોટા પાંદડાના ખૂણાઓ અવકાશમાં ઢીલા થઈ ગયા છે. નાના અનાજના દાણા ટૂંકા થયા હતા જ્યારે ઊંચા દાણાના ચોખાની ઊંચાઈ પર ખાસ અસર થઈ ન હતી.
આ ઉપરાંત, જૈવિક ઘડિયાળ દ્વારા નિયંત્રિત ચોખાના પાંદડાની વૃદ્ધિની સર્પાકાર ઉપરની તરફની હિલચાલ અવકાશમાં વધુ તીવ્ર બની હતી.
આ પ્રયોગ હાથ ધરવા માટે થેલ ક્રેસ અને ચોખાની પસંદગી કરવા પાછળ કેટલાક કારણ છે. થેલ ક્રેસ અનેક પ્રકારના શાકભાજીનું પ્રતિનિધિત્વ કરે છે, જેમ કે, બોક ચોય અને તેલીબિયાં. બીજી તરફ ચોખા ઘઉં અને મકાઈ જેવા ઘણા અનાજના પાકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ જાણકારી ગ્લોબલ ટાઈમ્સને સંશોધન ઝેંગ હુઇકિઓંગે આપી હતી.
ઝેંગે વધુમાં કહ્યું હતું કે, મનુષ્યની હાજરી ધરાવતા ઊંડા અવકાશીય સંશોધનનો વિકાસ જેમ જેમ આગળ વધી રહ્યો છે, તેમ તેમ મંગળ ગ્રહ પર ભવિષ્યના ઉતરાણ પર નજર રાખીને પણ લાંબા ગાળાની અવકાશ યાત્રાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૃથ્વી પરથી લઇ જવાતા ખોરાક પર સંપૂર્ણપણે આધાર રાખવો અશક્ય છે, તેથી અવકાશમાં ખોરાક ઉગાડવાની સમસ્યાનો ઉકેલ લાવવો જ જોઇએ.
તેમણે નોંધ્યું હતું કે, અવકાશની કઠોર પરિસ્થિતિમાં પૃથ્વી પરનું જીવન અસુરક્ષિત રીતે જીવી શકતું નથી, તેથી ભવિષ્યમાં અવકાશ પાકનું ઉત્પાદન સંપૂર્ણપણે સીલબંધ કૃત્રિમ વાતાવરણમાં થવું જોઈએ. પરિણામે, અવકાશમાં ઉગાડવામાં આવતા પાક ઉચ્ચ ઉપજ અને ગુણવત્તા અને ઓછી ઊર્જા વપરાશની જરૂરિયાતો પર ખરા ઉતરે તે જરૂરી છે.
સ્પેસ ઓબ્ઝર્વર અને ટીવી કોમેન્ટેટર સોંગ ઝોંગપિંગે સોમવારે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, અવકાશમાં સંવર્ધન માટે બે બાબતો જરૂરી છે, એક માઇક્રોગ્રેવિટી અને બીજી છે કોસ્મિક રે ઇરેડિયેશન જે આનુવંશિક પરિવર્તનનું કારણ બને છે. હવે ચીનના સ્પેસ સ્ટેશનના મેંગટિયન લેબ મોડ્યુલ પર એક્સ્ટ્રાવેઇક્યુલર પ્રયોગો માટેના પ્લેટફોર્મ સાથે અમે કેબિનની બહાર અમારી સ્પેસ બ્રીડિંગ પ્રાયોગિક પેલોડ્સ મૂકી શકીએ છીએ, અને પરિણામો વધુ મૂલ્યવાન હશે.
સોંગે નોંધ્યું હતું કે શેનઝોઉ-15 ક્રૂના આગમન સાથે, ચાઇના સ્પેસ સ્ટેશન હવે લાંબા ગાળાના સમાનવ એપ્લિકેશન મોડમાં આવી ગયું છે, જે વધુ પ્રકારના છોડને ઉછેરવાની અને ફળો અને શાકભાજી જેવા સંપૂર્ણ-ચક્રની વૃદ્ધિને પૂર્ણ કરી શકશે.
" isDesktop="true" id="1304235" >
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચીન આ સંદર્ભમાં અન્ય દેશોને પણ સહકાર આપી શકે છે, જેથી વધુ ખાદ્ય ઉત્પાદન સુરક્ષિત કરી શકાય, ખાસ કરીને ફૂડ સપ્લાયમાં તંગી ધરાવતા આફ્રિકા અને લેટિન અમેરિકાના લોકો માટે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર