ચીને અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલા 5 યુવકને પરત સોંપ્યા: સૂત્ર

ગુમ થયેલા પાંચેય યુવકોની તસવીર

જાણકારી મુજબ અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા તમામ પાંચ યુવકોને ચીનની સેના પીપુલ્સ લિબરેશન આર્મીએ છોડી મૂક્યા છે.

 • Share this:
  ચીન અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા 5 યુવકોને ભારતને પાછા સોંપ્યા: સૂત્ર ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીએ અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા તમામ 5 યુવકોને ભારતને પરત સોંપ્યા છે. સેનાના સુત્રો મુજબ આ તમામ યુવકો આજે સવારે ચીનથી ભારત જવા માટે રવાના થયા છે. ખબર છે કે આ યુવકોને ભારતીય સીમામાં દાખલ થવા માટે હજી પણ એક કલાકનો સમય લાગી શકે છે.
  જાણકારી મુજબ અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા તમામ પાંચ યુવકોને ચીનની સેના પીપુલ્સ લિબરેશન આર્મીએ છોડી મૂક્યા છે.

  આ તમામ યુવકો પગપાળા ચાલીને કિબિથુ સીમા ચોકી સુધી પહોંચશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું કે અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા તમામ 5 યુવકોને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી શનિવારે ભારતને સોંપી દેશે. પીએલએ પહેલા પુષ્ટી કરી હતી કે ગુમ થયેલા યુવકો તેમની જમીન પર છે. અને તે હેંડઓવરની પ્રક્રિયા મુજબ આગળ કામ કરી રહી છે.

  વધુ વાંચો : નિવૃત્ત નેવી ઓફિસરને માર મારવાના આરોપથી ઘેરાઇ શિવસેના, આ છે ઘટનાક્રમ

  ઉલ્લેખનીય છે કે આ યુવકોના પરિવારજનોએ જણાવ્યું કે ચીની સેના દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. જે પછી તેમણે સરકારી સહાય માંગી હતી. અને કોંગ્રેસના એક નેતાએ પણ આ જાણકારી સોશિયલ મીડિયામાં આપી હતી. ગુમ થયેલા લોકોમાંથી બે લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. અને તેમણે સ્થાનિક પોલીસ અને પછી સેનાને આ અંગે જાણકારી આપી હતી.

  વધુ વાંચો : તમારા સ્માર્ટફોનથી તરત જ ડિલીટ કરો આ 17 ખતરનાક એપ્સ, Googleએ પણ કર્યા છે બેન

  પોલીસ અધિક્ષક તરુ ગુસ્સર કહ્યું કે મેં નાચો પોલીસ સ્ટેશનના હેડને આ વિસ્તારોના તથ્યોની પુષ્ટિ કરવા માટે મોકલ્યા હતા. અને તત્કાલ રિપોર્ટ આપવાનું પણ કહ્યું હતું. ચીની સેના દ્વારા કથિત રીતે જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.

  તેમની ઓળખ તોચ સિંગકમ, પ્રસાત રિગલિંગ, દોંગતૂ ઇબિયા, તનૂ બાકર અને નાગરુ દીરી તરીકે કરવામાં આવી છે. આ તમામ યુવકો તાગિન સમુદાયના યુવકો છે.
  Published by:Chaitali Shukla
  First published: