ચીન સરકારે લગાવ્યો હલાલ માંસ પર પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ હુકમ જાહેર થતા જ ચીનમાં હલાલ માંસ વેચતી 700 દુકાનો બંધ કરાવી દેવામાં આવી

News18 Gujarati
Updated: October 11, 2018, 7:28 PM IST
ચીન સરકારે લગાવ્યો હલાલ માંસ પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
આ હુકમ જાહેર થતા જ ચીનમાં હલાલ માંસ વેચતી 700 દુકાનો બંધ કરાવી દેવામાં આવી
News18 Gujarati
Updated: October 11, 2018, 7:28 PM IST
ચીનની સરકારે દેશમાં હલાલ માંસ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. ઈસ્લામ ધર્મની માન્યતા અનુસાર, મુસ્લિમ માત્ર હલાલ માંસ જ ખાઈ શકે છે. એવામાં શી જિનપિંગ સરકારે આ નિર્ણયને વીગર મુસલમાનોની ધાર્મિક ભાવનાઓ પર હુમલો અને તેમના ખાવા-પીવાની રીત પર પ્રતિબંધ લગાવવાની કોશિસના રૂપે જોવામાં આવી રહ્યો છે.

જાણકારો કહે છે કે, ચીનની સરકાર મુસ્લીમો પર જાત-ભાતના પ્રતિબંધ લગાવી રહી છે. ચીનની સરકાર ઈચ્છે છે કે, અહીંના મુસ્લીમ પોતાની ધાર્મિક માન્યતાઓને છોડી ધીરે-ધીરે ચીનની સંસ્કૃતિને અપનાવી લે.

આ પહેલા વર્ષ 2014માં ચીને પોતાના અશાંત પશ્ચિમ વિસ્તાર સિનજિયાંગની શહેરી બસોમાં બુર્કો પહેરતી મહિલાઓ અને દાઢી રાખતા પુરૂષોના ચઢવા પર રોક લગાવી દીધી હતી. આ પગલા પાછળ ચીને સુરક્ષાનું કારણ આપ્યું હતું, પરંતુ આને મુસલમાનો વિરુદ્ધ માનવામાં આવી ખુબ ટીકી થઈ હતી.

તો આ બાજુ ચીન સરકારે નવા ફરમાન અનુસાર, ચીનમાં હલાલ માંસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ હુકમ જાહેર થતા જ ચીનમાં હલાલ માંસ વેચતી 700 દુકાનો બંધ કરાવી દેવામાં આવી. સાથે દરેક પ્રકારના માંસના પેકેટ પર હલાલનો સિક્કો લગાવવા પર પણ પ્રતિબંધ મુકી દીધો.

ચીની અધિકારીઓની દલિલ છે કે, હલાલ માંસ કટ્ટરવાદ અને અલગાવવાદને પ્રોત્સાહન આપે છે, જેથી સરકારે આના પર પ્રતિબંધ લગાવવો પડ્યો છે. જોકે, જાણકારો આને વીગર મુસલમાનો વિરુદ્ધ ચીનનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.
First published: October 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...