ખુલાસો: 19 વર્ષ પહેલા જ ચીનમાં ફેલાયો હતો કોરોના, માંસ વેચતા વેપારીઓ આવ્યા હતા ઝપેટમાં!

ફાઇલ તસવીર.

ચીન (China) પર શરૂઆતથી જ કોરોના વાયરસને ફેલાવવાનો આક્ષેપ લાગ્યો છે, શરુઆતમાં કહેવામાં આવ્યું હતું કે વુહાન શહેર (Wuhan city)ના મીટ માર્કેટમાંથી આ વાયરસ ફેલાયો હતો. બાદમાં આ વાયસને લેબ (Wuhan lab)માં બનાવીને ફેલાવાનો આક્ષેપ લાગ્યો હતો. હવે ચીનનું વધુ એક ષડયંત્ર દુનિયા સામે છે.

  • Share this:
    નવી દિલ્હી: દુનિયામાં અચાનક કોરોના વાયરલ (Coronavirus) ફેલાઈ ગયો હતો. આ વાયરસને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે આ વાયરસનો પ્રથમ કેસ વર્ષ 2019માં (Covid-19 first case report in 2019)આવ્યો હતો. 2019 પછી આ વાયરસ ખૂબ જ ઝડપથી દુનિયાભરમાં ફેલાયો હતો. હાલત એવી થઈ કે વાયરસનો ફેલાવો રોકવા માટે લૉકડાઉન (Lockdown) પણ લગાવવામાં આવ્યું હતું. વિશ્વની તમામ સરકારોએ જરૂરી ઉપાયો કર્યા છતાં કોરોના આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. જોકે, હવે એક એવું સત્ય સામે આવ્યું છે, જેણે ચીન પર અનેક સવાલ ઊભા કર્યાં છે.

    ડેઇલી મેઇલના રિપોર્ટ પ્રમાણે ચીનના બેઇજિંગમાં વર્ષ 2002માં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. એ સમયે ચીનના ગ્વાંગડોંગમાં ત્યાંની એક રેસ્ટોરન્ટના શેફ અને માંસની દુકાનના કસાઈને કોરોના થઈ ગયો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમજ તાવ આવી ગયો હતો. જેમને આવી તકલીફ થઈ હતી તે મોટાભાગના માંસના વેપારીઓ હતા. રિપોર્ટ પ્રમાણે ત્યારે આ રહસ્યમય બીમારીથી ડૉક્ટર્સ ચિંતામાં આવી ગયા હતા. આ ઉપરાંત જે લોકો દર્દીઓની દેખરેખ રાખી રહ્યા હતા તેઓ પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

    આ પણ વાંચો: કોરોના મગજ પર કરી રહ્યો છે ગંભીર અસર: માથાના દુઃખાવાને હળવાશમાં ન લેશો, આ બીમારી હોઈ શકે

    આ તમામ કેસ 2002માં આવ્યા હતા અને તેના લક્ષણો કોરોના જેવા જ હતા. જોકે, એ વખતે કેમ પણ કરીને તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. આખી દુનિયામાં ત્યારે આવા 774 કેસ મળ્યા હતા. નવા રિપોર્ટ પ્રમાણે એ જ સમયે કંઈક કરવાની જરૂરી હતી, તેમજ આપણા માટે તે એક ચેતવણી પણ હતી. જોકે, આ વાતને અવગણવામાં આવી હતી. જે બાદમાં 2019માં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાયો હતો. ત્યારથી લઈને અત્યારસુધી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી. કોરોનાને ચીનનું બાયોલૉજિકલ વેપન પણ કરવામાં આવે છે.

    મેરીલેન્ડ યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર ઇન્ટરનેશનલ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક મિલ્ટન લીટેનબર્ગે તર્ક આપ્યો છે કે SARS વાયરસે ચીનને શીખવ્યું કે કેવી રીતે ખોટા પરિણામો સાથે દુનિયાને ગેરમાર્ગે, ખોટી માહિતી અને હેરાફેરીનો શિકાર બનાવી શકાય છે. તેમણે કહ્યુ કે, આ શીખ બાદ ચીને ખૂબ જ સરળતાથી કોરોના વાયરસને દુનિયામાં ફેલાવી દીધો છે. ચીનના ષડયંત્રની જ અસર છે કે આજે દુનિયાના અનેક દેશ સ્મશાનમાં બદલાઈ ગયા છે!
    Published by:Vinod Zankhaliya
    First published: