ભારતીય સેનાના અધિકારી અને બે જવાન શહીદ, ગભરાયેલા ચીને કહ્યું, એકતરફી પગલાં ન ભરતાં

ચીને ભારતને અપીલ કરી છે કે તેઓ એકતરફી કાર્યવાહી જેવું પગલું ન ભરે અને આ મામલાને આગળ ન વધારે

ચીને ભારતને અપીલ કરી છે કે તેઓ એકતરફી કાર્યવાહી જેવું પગલું ન ભરે અને આ મામલાને આગળ ન વધારે

 • Share this:
  બીજિંગઃ ભારત-ચીન સરહદ વિવાદ (India-China Faceoff)ની વચ્ચે લદાખ સરહદ (Ladakh Border) પર ચીની સેના સાથે થયેલા સંઘર્ષમાં ભારતીય સેના (Indian Army)ના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. બીજી તરફ, ચીન (China)એ પણ આ ઘટનાને ઘણી ગંભીરતાથી લીધી છે ને ભારતને અપીલ કરી છે કે હાલ ઉતાવળમાં કોઇ પગલું ન ભરે. ચીની વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું છે કે તેઓ આ મામલાને લઈ ગંભીર છે પરંતુ ભારતને અપીલ કરી છે કે તેઓ એકતરફી કાર્યવાહી જેવું પગલું ન ભરે અને આ મામલાને આગળ ન વધારે.

  ન્યૂઝ એજન્સી ‘રોયટર્સ’ મુજબ, લદાખ સરહદ પર બંને દેશોની વચ્ચે સ્થિતિ ઘણી તણાવપૂર્ણ છે. હાલ બંને સેનાઓના અધિકારીઓની મીટિંગ ચાલુ છે. આ પહેલા મંગળવાર સવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે સરહદ વિવાદ પર બંને દેશોની વચ્ચે વાતચીત ઘણી સકારાત્મક છે અને ટૂંક સમયમાં કોઈ ઉકેલ શોધાશે. ભારતીય સેના તરફથી જાહેર એક ઓફિશિયલ નિેવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગલવાન ઘાટીમાં ડિ-એક્સેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓ સામ-સામે આવી ગઈ, જેમાં આપણા જવાન શહીદ થયા. તેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે સૈનિક સામેલ છે.


  આ પણ વાંચો, લદાખમાં ચીની સેના સાથે સંઘર્ષ, ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ

  ભારત ઉપર જ લગાવ્યો આરોપ

  એક તરફ ભારતને એકતરફી પગલું ન ભરવાની અપીલ કરી રહેલું ચીન બીજી તરફ ભારતીય સેનાને જ આ હિંસા માટે જવાબદાર ગણાવી રહ્યું છે. ચીની સરકાર મીડિયા ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ભારતીય સેના પર સરહદ પાર કરીને સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ચીને આરોપ લગાવ્યો કે ભારતીય સેનાના જવાનોએ બે વાર સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સમગ્ર મામલો હિંસક થઈ ગયો. ચીને ભારતને અપીલ કરી છે કે તેને પોતાની સેનાને સમજૂતી મુજબ સરહદ પાર કરતા રોકવા જોઈએ જેનાથી આ પ્રકારના ઘર્ષણથી બચી શકાય.  ભારત અને ચીન (India-China Faceoff)ની વચ્ચે લદાખ સરહદ (Ladakh Border) પર બંને સેનાઓની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઘર્ષણ થયું છે, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. સેના તરફથી જાહેર અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગૈલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા. તેમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક સામેલ છે. બંને પક્ષોના વરિષ્ઠ સૈનય અધિકારી હાલનો તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.

  આ પણ વાંચો, UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ આરોપ મૂકતાં પહેલા પોતાની જાત સામે જુઓ
  Published by:Mrunal Bhojak
  First published: