China Floods: અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને લોકો ગળાડૂબ પાણીમાં ટ્રેન, મોલમાં ફસાયા

  • Share this:
    મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં 1000 વર્ષમાં પહેલી વખત અસાધારણ સાંબેલાધાર વરસાદ ખાબકતા ભયાનક સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં 12 સબવે પ્રવાસીઓ સહિત 25 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઉમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. અચાનક થયેલા સાંબેલાધાર વરસાદને કારણે લોકો પાણીથી ભરાયેલા રસ્તાઓ, શોપિંગ મોલ, ઓફિસો અને અન્ડર ગ્રાઉન્ડ સબ વેમાં પણ ફસાયા હતા.

    લોકો પૂરમાં ફસાયા હોવાના અનેક વીડિયો ફસાયેલા લોકો દ્વારા જ ચાઇનીઝ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. જેનાથી તેઓ કોઇ મદદ મેળવી શકે.



    વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પૂર માટે કેટલાંય કારણો જવાબદાર હોઈ શકે છે પણ સૌથી મોટું કારણ જળવાયુમાં પરિવર્તનથી તાપમાનમાં થયેલો વધારો માનવામાં આવે છે.



    મન્યાએ શેર કરેલા એક વિડિઓમાં ભયાનક પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી અને તેમાં મુસાફરોના એક જૂથને દર્શાવવામાં આવ્યા હતા, જે લગભગ ગળાસમા પાણીમાં ભૂગર્ભ સબવેની અંદર અટવાઈ ગયા હતા. તેણી જણાવે છે કે, મોટાભાગના મુસાફરોને સબવે ટ્રેનમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને, દુર્ભાગ્યવશ, બચાવી શક્યા નહીં.



    ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ શાળામાં જ અટવાયા હતા. જે બાદ તંત્રએ આ લોકોનું રેસક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.



    પૂરની પરિસ્થિતિના વિઝ્યુઅલ્સ પ્રત્યેક વિડિઓ સાથે ભયાનક બન્યા હતા અને એક ઘણાં જ પ્રવાહ સાથે વહેતા પાણીથી આખી જગ્યા ડૂબી ગઈ હતી. પૂરની સ્થિતિનો અર્થ એ પણ હતો કે, વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો અને કેટલીક હોસ્પિટલોમાં વીજળી ગૂલ થવાના મામલે પણ અહેવાલો આવ્યા હતા.



    એવા પણ ઘણાં વીડિયો સામે આવ્યાં કે, જેમાં કાર પાણીમાં તરી રહી છે. કારમાંથી લોકો બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકોને ગળા સુધીનાં પાણી આવ્યાં છે.


    નોંધનીય છે કે, ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ પૂરના કારણે 25 લોકોનાં મોત થયા છે અને સાત લાપતા છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચીન મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ મંગળવારે રાત્રે સબવે ટ્રેન તીવ્ર ગતિએ સામેથી આવી રહેલા પૂરના પાણી સાથે ટકરાતાં 12નાં મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય પાંચને ઈજા પહોંચી હતી. દિવલા પડવાના કારણે બેનાં મોત થયા હતા. હેનાન પ્રાંતના પાટનગર ઝેંગઝોઉમાં એક્સપ્રેસ વે અને સબ-વે ટનલ્સ ડૂબી ગઈ છે. ઝેંગઝોઉડોન્ગ રેલવે સ્ટેશને 160થી વધુ ટ્રેન અટકાવી દેવાઈ છે અને ઝેંગઝોઉમાં એરપોર્ટ પર 260થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.
    Published by:Kaushal Pancholi
    First published: