Home /News /national-international /ડોકલામ ગતિરોધ પછી ચીને LAC પર 3 વર્ષમાં 13 નવી સૈન્ય છાવણી બનાવી : રિપોર્ટ

ડોકલામ ગતિરોધ પછી ચીને LAC પર 3 વર્ષમાં 13 નવી સૈન્ય છાવણી બનાવી : રિપોર્ટ

આ વાત વૈશ્વિક સુરક્ષા સલાહકાર સંસ્થા ‘સ્ટૈટફોરે’પોતાના એક રિપોર્ટમાં કહી છે

આ વાત વૈશ્વિક સુરક્ષા સલાહકાર સંસ્થા ‘સ્ટૈટફોરે’પોતાના એક રિપોર્ટમાં કહી છે

  નવી દિલ્હી : ચીને (China) 2017ના ડોકલામ ગતિરોધ (Doklam Standoff)પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control)પાસે પુરી રીતે નવા 13 મિલટરી બેસનું નિર્માણ શરૂ કરી દીધું છે. જેમાં ત્રણ હવાઇ પ્રતિષ્ઠાન, પાંચ સ્થાયી હવાઇ રક્ષા સ્થળ અને પાંચ હેલીપોર્ટ સામેલ છે. આ વાત વૈશ્વિક સુરક્ષા સલાહકાર સંસ્થા ‘સ્ટૈટફોરે’પોતાના એક રિપોર્ટમાં કહી છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે નવા હેલીપોર્ટમાં ચારનું નિર્માણ પૂર્વી લદાખમાં હાલમાં વિવાદ સામે આવ્યા પછી શરૂ થયું છે.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવું પ્રતિત થાય છે કે 2017ના ડોકલામ વિવાદ પછી ચીને રણનીતિક ઉદ્દેશોને બદલી દીધા છે અને તે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય સરહદ પાસે પોતાના હવાઇ પ્રતિષ્ઠાનો, હવાઇ રક્ષા સ્થળ અને હેલીપોર્ટની સંખ્યા ડબલથી પણ વધારે કરી રહ્યું છે. સુરક્ષા વિશેષજ્ઞ સિમ ટેક દ્વારા જાહેર કરેલ આ રિપોર્ટ મંગળવારે જાહેર થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યની સૈન્ય ક્ષમતાઓવાળા ચીનના નિર્માણ અભિયાનથી ભારત સાથે તેનો દીર્ઘકાલિન ક્ષેત્રીય તણાવ ઉભો થશે.

  આ પણ વાંચો - 1600થી વધારે ભારતીય કંપનીઓમાં લાગેલા છે ચીનના 7500 કરોડ રૂપિયા, સરકારે સંસદમાં આપી જાણકારી

  રાફેલ વિમાનોથી મળી રાહત

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાફેલ લડાકુ વિમાનોની (Rafale Fighter Jets)ખરીદીમાં ભારતને થોડી રાહત આપવાની શરૂઆત કરી છે. જોકે સ્વદેશી ઉત્પાદન અને વિદેશી ખરીદથી ભારતીય વાયુસેના (India Airforce) ની શક્તિના વાસ્તવિક પુર્નનિર્માણને જોવા માટે હજુ વધારે સમયની જરૂરત રહેશે. જેમાં કહેવામાં આવ્યું છે કે લદાખ ક્ષેત્રમાં તણાવે ચીનના ચાલી રહેલા સૈન્ય સ્ટ્રક્ચર અભિયાનના જવાબમાં ભારતીય પ્રતિક્રિયા નીતિની શરૂઆત કરી દીધી છે.
  " isDesktop="true" id="1027812" >

  રિપોર્ટ ‘એ મિલિટરી ડ્રાઇવ સ્પેલ્સ આઉટ ચાઇનાઝ ઇંટેંટ અલાંગ ધ ઇન્ડિયન બોર્ડર’માં કહેવામાં આવ્યું છે કે ચીનના સ્થાયી સૈન્ય સ્ટ્રક્ચરના ઝડપથી વિસ્તાર બીજિંગના ઇરાદાને સ્પષ્ટ કરે છે.
  First published:

  विज्ञापन