ચીનનો દાવોઃ કોરોનાની સારવાર કરશે નૈનોમટીરિયલ, શરીરમાં ઘૂસીને વાયરસને ખાઈ જશે

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ COVID-19ને શરીરમાં જ નષ્ટ કરવાની નવી રીત શોધી લીધી છે

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ COVID-19ને શરીરમાં જ નષ્ટ કરવાની નવી રીત શોધી લીધી છે

 • Share this:
  બીજિંગઃ ચીન (China)એ ભલે કોરોના વાયરસ (China) સંક્રમણ પર ઘણી હદે કાબૂ મેળવી લીધો હોય પરંતુ તેની વેક્સીન બનાવવી સમગ્ર દુનિયા માટે હજુ પણ ચિંતાનો વિષય છે. ચીનમાં આ સંક્રમણના 81 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે 3300 લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓએ વાયરસને શરીરમાં જ નષ્ટ કરવાની નવી રીત શોધી લીધી છે.

  ચીનના સરકારી મીડિયા ‘ગ્લોબલ ટાઇમ્સે’ એક ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી લડવા માટે નવું હથિયાર બનાવી લીધું છે. ચીનનો દાવો છે કે તેઓએ એક એવું નૈનોમટીરિયલ બનાવી લીધું છે જે શરીરમાં પ્રવેશીને કોરોના વાયરસ પર હુમલો કરશે અને ત્યારબાદ તેને 96.5થી 99.9 ટકા સફળતા સાથે નિષ્ક્રિય કરવામાં સક્ષમ છે. વૈજ્ઞાનિકો મુજબ તે ન તો વેક્સીન છે અને ન તો તેને દવા કહી શકાય, તે એક બાયોવેપન જેવું છે જેને કોરોના વાયરસથી લડવા માટે વિકસિત કરવામાં આવ્યું છે.


  આ પણ વાંચો, Corona: લૉકડાઉન 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે? મોદી સરકારે આપ્યો આ જવાબ

  નૈનોમટીરિયલ શું હોય છે?

  નૈનોમટીરિયલ અનેક પ્રકારના મેન્યૂફેક્ચરિંગ પ્રોસેસમાં ઉપયોગમાં લેવાય છે. તે હેલ્થકેર ઉપરાંત પેઇન્ટ્સ, ફિલ્ટર્સ, ઇન્સુલેશન અને લુબ્રિકેન્ટને પેદા કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. હેલ્થકેરની વાત કરીએ તો તેને નૈનોજાઇમ્સ પણ કહેવાય છે અને તે શરીરમાં મળતા એન્જાઇમની જેમ જ કામ કરે છે. અમેરિકાના વૈજ્ઞાનિકો મુજબ, નૈનોમટીરિયલ વિશે હજુ દુનિયા વધુ નથી જાણતી પરંતુ તેને કેટલાક વિશેષ પ્રકારના કામો માટે તૈયાર કરવામાં આીવ શેક છે, તે શરીરમાં સરળતાથી પ્રવેશ કરે છે કારણ કે તે ખૂબ જ નાનું હોય છે.

  આ પણ વાંચો, કોરોનાનો કહેરઃ આ 5 કારણના લીધે ઈટલીમાં મોતનો આંકડો 10 હજારને પાર પહોંચ્યો

  NIH મુજબ, નૈનોટેક્નોલોજીનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. તે શરીરમાં બીમારી ફેલાવી રહેલી વિેશેષ કોશિકાઓને નિશાન બનાવે છે. ઉદાહરણ રૂપે કેન્સરની કોશિકાઓને લઈ શકો છે. તે ઝડપથી સારવાર કરવામાં સક્ષમ છે ઉપરાંત બાકી થેરપીના મુકાબલે ઘણી સુરક્ષિત માનવામાં આવે છે. જોકે તેના ઉપયોગને લઈને વૈજ્ઞાનિકોમાં મતભેદ છે. એવું માનવામાં આવે છે કે તેનાથી સારવાર કરવાની બાકી થેરપીના મુકાબલે ઘણી સક્ષમ છે પરંતુ એનક એવા તત્વ છે જેમ કે સિલ્વર, તેને જો નૈનોમટીરિયલ્સમાં ફેરવીને શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે તો ઘણું નુકસાન થઈ શકે છે.

  આ પણ વાંચો, USમાં ઝડપથી વધશે મોતનો આંકડો, એક લાખથી ઓછા રહ્યો તો નસીબદારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
  Published by:Mrunal Bhojak
  First published: