Home /News /national-international /માલદીવ સંકટ વચ્ચે હિંદ મહાસાગરમાં ચીને ઉતાર્યા જહાજ: રિપોર્ટ

માલદીવ સંકટ વચ્ચે હિંદ મહાસાગરમાં ચીને ઉતાર્યા જહાજ: રિપોર્ટ

ચીનનાં નૌસેના યુદ્ધપોતમાં એક એવું પોત પણ શામેલ છે જેનાં પર વિમાન અને હેલિકોપ્ટર ઉતારી શકાય છે.

ચીનનાં નૌસેના યુદ્ધપોતમાં એક એવું પોત પણ શામેલ છે જેનાં પર વિમાન અને હેલિકોપ્ટર ઉતારી શકાય છે.

બેઇજિંગ: ચીનનાં એક સમાચારા પોર્ટલ પર આવેલી જાણકારી મુજબ માલદીવમાં વધતા રાજનૈતિક સંકટની વચ્ચે ચીનનાં પાંચ નૌસેના જહાજ પૂર્વ હિન્દ મહાસાગર ઉતાર્યા છે. ત્યાં તેનાં છ અન્ય જહાજ પહેલેથી જ હાજર છે. થોડા દિવસ પહેલાં જ માલદીવનાંપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ભારત પાસે રાષ્ટ્રમાં રાજનૈતિક સંકટનાં સમાધાન માટે સૈન્ય દખલ દેવાની અપીલ કરી હતી. ચીની ન્યૂઝ પોર્ટલ mil.news.sina.com.cn પર જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનનાં નૌસેના પોતમાં એક એવું જહાજ પણ શામેલ છે જેનાં પર વિમાન અને હેલિકોપ્ટર ઉતારી શકાય છે.

રાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ યામીન જેમને ચીનનાં નજીકનાં માનવામાં આવે છે તેમમે જ આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રમાં આપાતકાળ લગાવી દીધો હતો અને વિપક્ષ નેતાઓ તથા સુપ્રીમ કોર્ટનાં જજની ધરપકડ કરાવી દીધી હતી. ત્યારથી ચીન માલદીવમાં વિદેશી દખલનો ભારે વિરોધ કરી રહ્યું છે માલદીવનાં સંસદ અને રાષ્ટ્રપતિનાં અનુરોધને સ્વીકારતા આપાતકાલની અવધિ આજે 30 દિવસ માટે લંબાવી દેવામાં આવી છે.

હવે આપાતકાલ 22 માર્ચનાં રોજ સમાપ્ત થશે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર કહેવામાં આવ્યું છે કે દસ દિવસ પહેલાં ચીનનાં નૌસેનાનાં પાંચ મુખ્ય યુદ્ધપોત પૂર્વ હિન્દમહાસાગરમાં ગયા હતાં જેમાં કહેવામાં આવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મીની નૌસેનાનાં ત્રણ જહાજ પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ હિન્દ મહાસાગરનાં ત્રણ મુખ્ય વિસ્તારમાં છે.
First published:

Tags: Indian Ocean, ચીન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો