Home /News /national-international /જ્યાંથી Corona લીક થયો હોવાની શંકા છે, તે વુહાન લેબ માટે ચીને નોબેલ પ્રાઈઝ માંગ્યો! ટ્વિટર પર કૉમેન્ટનો વરસાદ

જ્યાંથી Corona લીક થયો હોવાની શંકા છે, તે વુહાન લેબ માટે ચીને નોબેલ પ્રાઈઝ માંગ્યો! ટ્વિટર પર કૉમેન્ટનો વરસાદ

Wuhan institute of virology. Image Credit: REUTERS

ચીનના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા ઝાઉ લિજિઆને કહ્યું હતું કે, કોરોના વાયરસનો અભ્યાસ કરવા બદલ ચીનની વુહાન લેબ મેડિસિનમાં નોબેલ પુરસ્કારને લાયક છે.

નવી દિલ્હી : કોરોના મહામારી પાછળ ચીનના હાથની શંકા અનેક વખત વ્યક્ત થઈ ચૂકી છે. ચીનની વુહાન લેબમાંથી આ વાયરસ લીક થયો હોવાના આક્ષેપ થાય છે. આવી સ્થિતિમાં ચીને વુહાનની લેબોરેટરીને કોરોના વાયરસના સંશોધન બદલ પ્રતિષ્ઠિત નોબલ પ્રાઈઝ આપવામાં આવે તેવી માંગ કરી છે! તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા ઝાઉ લિજિઆને કહ્યું હતું કે, કોરોના વાયરસનો અભ્યાસ કરવા બદલ ચીનની વુહાન લેબ મેડિસિનમાં નોબેલ પુરસ્કારને લાયક છે.

ઉલ્લેખનીય છે કે, આ લેબોરેટરીને ચીનના ટોચના સાયન્સ એવોર્ડ માટે નોમિનેટ કરાઈ હોય ત્યારે આવું નિવેદન સામે આવ્યું છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સિસએ વાયરસના જીનોમની ઓળખ કરવામાં ભૂમિકા બદલ આઉટસ્ટેન્ડિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી એચિવમેન્ટ પ્રાઈઝ માટે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની પસંદગી કરી હતી.

મહામારી ફાટી નીકળી ત્યારથી ચીનની વુહાન લેબ વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. આ લેબમાં સાર્સ-કોવી -2ના સોર્સ હોવાના આક્ષેપ થયા છે. ઇન્ટરનેશનલ મીડિયા હાઉસો અને ચીનના જ કેટલાક વાયરલોજિસ્ટ્સ દાવો કરી રહ્યા છે કે, ચીન જૈવિક હથિયાર રચવા માટે ચામચીડિયાનો પ્રયોગ કરી રહ્યું હતું, જે દરમિયાન આકસ્મિક રીતે વાયરસ બહાર નીકળી ગયો હશે. અલબત, હજી સુધી આ દાવાઓને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

વુહાન લેબમાંથી કોરોનાવાયરસ લીક ​​થયો હોવાનો દાવો કરનાર નિષ્ણાંતોમાં ચીનના વાઇરોલોજિસ્ટ ડો. લી-મેંગ યાનનો પણ સમાવેશ થાય છે. ચીનની નોબલ પ્રાઇઝની માંગ બાબતે તેમણે News18.comને જણાવ્યું હતું કે, ચીને વુહાન લેબ માટે નોબેલ પ્રાઈઝના નોમિનેશનની માંગ કરી તે ગાંડપણ જેવું લાગે છે. અત્યારે વધુને વધુ પુરાવા બહાર આવે છે. કોવિડ -19 મહામારી વુહાનમાંથી ફેલાઈ હોવાનો અને આ લેબ વાયરસના મોડીફિકેશનમાં સામેલ હોવાની વાતનો લોકોને ખ્યાલ આવી ગયો છે. જો કે, નોમિનેશન સ્પષ્ટપણે વિશ્વ પ્રત્યે ચીનનો દ્રષ્ટિકોણ શું છે દર્શાવે છે. આ દ્રષ્ટિકોણ વિરુદ્ધ છે, પરંતુ CCPના તર્ક સાથે બંધ બેસે છે.

તેમણે વધુમાં કહ્યું કે, નોમિનેશનની માંગ કરવી એ CCPની વિશ્વ પ્રત્યેની મહત્વાકાંક્ષા દર્શાવે છે. આ સાથે સામ્યવાદી વિચારધારા અને સરમુખત્યારશાહી કેટલી અમાનવીય છે તે પણ સાબિત કરે છે. આ ઉપરાંત કોવિડ-19 લેબમાંથી આકસ્મિક રીતે નહીં, પરંતુ ચીની સરકાર દ્વારા હરીફ દેશોને નષ્ટ કરવા હેતુપૂર્વક મુકવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાવે છે.

પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ ઝાઉ લિજિઆને કહ્યું હતું કે, કોવિડ -19નો જિનોમ સિક્વન્સ પ્રથમ વખત ચિની વિજ્ઞાનિકો દ્વારા ઓળખવામાં આવ્યો હતો. પરંતુ તેનો મતલબ એમ નથી કે વુહાન કોરોના વાયરસનો સોર્સ છે. કોરોના વાયરસ ચીનના વિજ્ઞાનિકોએ બનાવ્યો હોવાનું પણ અનુમાન લગાવી શકાય નહીં

તેણે વધુમાં કહ્યું હતું કે, જો હાઈ ક્વોલિટી વાયરલ જિનોમ પબ્લિસ કરનાર પર વાયરસ બનાવવાનો આરોપ મૂકવામાં આવે તો પછી પ્રથમ વખત હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સ વાયરસ (HIV)ની શોધ કરનાર પ્રોફેસર લ્યુક મોન્ટાગ્નિઅરને નોબેલ પ્રાઈઝ આપવાની જગ્યા એડ્સનો ગુનેગાર માનવા જોઈએ તેમજ સૂક્ષ્મજીવાણુઓ શોધનાર લુઇસ પાશ્ચરને સમગ્ર વિશ્વમાં રોગ પેદા કરતા બેક્ટેરિયા માટે જવાબદાર ગણવામાં આવવા જોઈએ. જેથી આવી રીતે વુહાનની ટીમને કોવિડ -19 પરના સંશોધન બદલ મેડિસિનમાં નોબેલ પુરસ્કારથી સન્માન આપવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર ચીનની નોબેલ પ્રાઈઝની માંગણીના સમાચાર અંગે યુઝર્સ અલગ અલગ રીતે રીએક્ટ કરી રહ્યા છે. વુહન લેબોરેટરી કોરોના વાયરસ ફેલાવા પાછળ કારણભૂત હોવાનું માનનાર અનેક લોકોએ ચીનના આ પગલાને વખોડયું છે.

અહીં નોંધનીય છે કે, કોરોના વાયરસ બાબતે થયેલા મોટાભાગના સંશોધનમાં કોવિડ 19 વાયરસનો જૂનોટીક સોર્સ હોવાનું સુચવાયું છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Wuhan, ચીન, નોબલ પુરસ્કાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन