લિફ્ટમાં 2 વર્ષની બાળકી સાથે ભયાનક ઘટના, Video વાયરલ

News18 Gujarati
Updated: May 31, 2020, 6:35 PM IST
લિફ્ટમાં 2 વર્ષની બાળકી સાથે ભયાનક ઘટના, Video વાયરલ
લીફ્ટ દુર્ઘટનાનો ભયાનક વીડિયો

બાળકીના હાથમાં એક સુરક્ષા પટ્ટો બાંધેલો હતો, જેનો બીજો છેડો મહિલાના હાથમાં હતો. લિફ્ટ ખુલવા પર બાળકી લિફ્ટમાં જતી રહી, મહિલા હજુ બહાર હતી. ત્યારે જ લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો

  • Share this:
હુબેઈ : ચીનના હુબેઈમાં એક વિસ્તારમાં 2 વર્ષની બાળકી સાથે દર્દનાક ઘટના લિફ્ટમાં થઈ, જેણે પણ આ ઘટનાનો વીડિયો જોયો તેમના રૂવાંટા ઉભા થઈ ગયા. વિદેશી મીડિયા અનુસાર, એક બે વર્ષની બાળકી એક મહિલા સાથે લિફ્ટ પાસે ઉભી હતી. તેના હાથમાં એક સુરક્ષા પટ્ટો બાંધેલો હતો, જેનો બીજો છેડો મહિલાના હાથમાં હતો. લિફ્ટ ખુલવા પર બાળકી લિફ્ટમાં જતી રહી, મહિલા હજુ બહાર હતી. ત્યારે જ લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને લિફ્ટ નીચે જવા લાગી. આ દર્દનાક ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ જે હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

લિફ્ટની અંદર રહેલા કેમેરામાં આ દર્દનાક ઘટના રેકોર્ડ થઈ ગઈ. જેવી લિફ્ટ નીચે જવા લાગી, બાળકી ઝડપથી છત તરફ ઉઠવા લાગી અને ત્યાં ફસાઈ ગઈ. આ ઘટનાગુરૂવારને ચીનનાહુબઈના ડેવીમાં બની હતી. મહિલા ત્રણ બાળકો સાથે યાત્રા કરી રહી હતી, અને બાળકોના હાથમાં સુરક્ષા પટ્ટો બાંધ્યો હતો. ચીનમાં આ સુરક્ષા પટ્ટીનો ઉપયોગ સામાન્ય વાત છે. આ પટ્ટીનો ઉપયોગ બાળકો ખોવાઈ ન જાય અને તેમનું કોઈ અપહરણ ના કરે તે માટે લોકો કરે છે.

બાળકી કેટલાક સમય સુધી લિફ્ટની છતમાં ફસાઈ રહી. બાળકી લિફ્ટમાં એકલી ગઈ હતી. તેનો પટ્ટો હજુ પણ મહિલાના હાથમાં હતા. જ્યાેર લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને બાળકી અચાનક એક ઝટકા સાથે ઉપર ઉઠી ગઈ અને દર્દનાક રીતે ત્યાં ફસાઈ ગઈ. સૌભાગ્યથી લિફ્ટની અંદર ઈમરજન્સી સિસ્ટમ જાતે જ સક્રિય થઈ ગઈ અને બાળકી થોડા સમયો સુધી ઉપર છતામાં ફસાઈ રહી. મહત્વની વાત એ છે કે, બાળકીને નશીબ જોગે કોઈ હાની પહોંચી નથી.
First published: May 31, 2020, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading