Home /News /national-international /VIDEO: ચીનમાં રસ્તાઓ પર બળતી લાશો, કોરોનાએ મચાવ્યો હાહાકાર, કબ્રસ્તાનમાં પણ જગ્યા નથી!

VIDEO: ચીનમાં રસ્તાઓ પર બળતી લાશો, કોરોનાએ મચાવ્યો હાહાકાર, કબ્રસ્તાનમાં પણ જગ્યા નથી!

કોરોનાગ્રસ્ત લાશોનો ઢગલો

નિષ્ણાતોનું માનવું છે કે, આગામી દિવસોમાં 20 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે ચીનમાં હંગામો મચાવ્યો છે.

    બેઇજિંગ: ચીનમાં (China Coronavirus) ફેલાયેલા કોરોનાના કારણે છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ દયનીય બની ગઈ છે. લોકો હોસ્પિટલમાં તેમજ કબ્રસ્તાનમાં મૃતદેહોને દફનાવવા માટે કતાર લગાવી રહ્યા છે અને મોટાભાગના કબ્રસ્તાન ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં, લોકો રસ્તાઓ પર તેમના પ્રિયજનોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી દિવસોમાં 20 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે ચીનમાં હંગામો મચાવ્યો છે. સામાન્ય જનતાની સાથે તબીબો પણ ચિંતાતુર બન્યા છે. ચીનના ઘણા ભાગોમાંથી આવી તસવીરો સામે આવી છે જેને જોઈને કોઈનું પણ દિલ કંપી શકે છે.

    ડેઇલી મેઇલ અનુસાર, મૃત્યુની સતત વધી રહેલી સંખ્યા વચ્ચે અંતિમ સંસ્કારના વધતા ખર્ચે લોકોને શેરીઓમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવાની ફરજ પાડી છે. બ્લૂમબર્ગ ન્યૂઝ અનુસાર, વેઇબો (ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) પર પોસ્ટ કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં, એક રહેવાસીએ તેના પાડોશી તરફથી એક ટેક્સ્ટ સંદેશ શેર કર્યો, જેમાં પાડોશીએ તેના મિત્રને કહ્યું કે, અંતિમ સંસ્કારના ખર્ચમાં વધારો થવાને કારણે તેને જવાની ફરજ પડી છે. મારા પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ખુલ્લી જગ્યા શોધવી પડી હતી.

    આ પણ વાંચો: ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો, હોસ્પિટલ ફૂલ, દુનિયામાં ફરી નવા વેરિયન્ટનો ડર

    એક નિષ્ણાતે દાવો કર્યો છે કે, ચીનમાં કેસોમાં ભારે ઉછાળા વચ્ચે શાંઘાઈમાં 70 ટકાથી વધુ વસ્તી પહેલેથી જ કોવિડથી સંક્રમિત છે. ગયા મહિને કડક શૂન્ય-કોવિડ નીતિ હળવી કરવામાં આવી ત્યારથી ચીને કોવિડના કેસોમાં મોટો ઉછાળો જોયો છે. લંડન સ્થિત એનાલિટિક્સ ફર્મ એરફિનિટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં ચીનમાં 25 કરોડથી વધુ લોકો વાયરસથી સંક્રમિત થયા છે.



    યુરોપિયન યુનિયન (EU) ના સભ્ય દેશોએ બુધવારે ચીનમાં ઉદ્દભવેલી કોવિડ-19 કટોકટીનો સામનો કરવા માટે સંકલિત પ્રયાસોને વેગ આપ્યો છે અને મુસાફરી પ્રતિબંધો પર વિચારણા કરી રહ્યા છે જે ચીન અને વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગ બંનેને અસુવિધા કરશે. ચીને પહેલાથી જ કેટલાક EU દેશો દ્વારા લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને નકારી કાઢ્યા છે અને જો આગામી દિવસોમાં વલણ વધશે તો "જવાબી પગલાં" ની ચેતવણી આપી છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Corona cases, Coronavirus cases, COVID19 cases, ચીન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन