Home /News /national-international /CHINA COVID Video: ચીનમાં મોતનું તાંડવ! કચરાની જેમ લાશોના ઢગલા, 15 લાખ મોતનો અંદાજ

CHINA COVID Video: ચીનમાં મોતનું તાંડવ! કચરાની જેમ લાશોના ઢગલા, 15 લાખ મોતનો અંદાજ

ચીનમાં કોરોના કેસ

CHINA COVID VIRAL VIDEO: કેટલાક સંશોધકોએ કહ્યું છે કે, ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ છ મહિનામાં 15 લાખ લોકોનાં મોત થઈ શકે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને તમે હચમચી જશો.

Coronavirus Outbreak in China: ચીન ભલે પોતાના કોરોનાના આંકડા છુપાવી રહ્યું હોય પરંતુ દેશની ખરાબ હાલત કોઈનાથી છુપાયેલી નથી. શી જિનપિંગની સરકાર (Chinese Government) લોકોના જીવન સાથે ચેડા કરી રહી હોવાના આક્ષેપ થાય છે. અહીં સારવાર માટે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. દર્દીઓ માટે જમીન પર સૂવાની જગ્યા નથી, હોસ્પિટલના પલંગની તો વાત જ ન થાય. અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ સ્મશાનમાં લાઈન લગાવવી પડે છે.





15 લાખ લોકોના મોતની શક્યતા

કેટલાક સંશોધકોએ કહ્યું છે કે, ઝીરો કોવિડ પોલિસી (Zero Covid-19 Policy) હટાવ્યા બાદ છ મહિનામાં 15 લાખ લોકોનાં મોત થઈ શકે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો (Viral Video) જોઈને તમે હચમચી જશો. ચીનમાં મૃતદેહ રાખવા માટે હવે કોઈ શબપેટીઓ બાકી નથી. તેમને પ્લાસ્ટિકના કવરમાં બંધ કરવામાં આવી રહ્યા છે. દવાઓ માટે લાંબી કતારો લાગે છે.



આ પણ વાંચો: Hiraben Modi: ભૈ! તુ આખી સૃષ્ટિનો રાજા બનીશ! નરેન્દ્ર મોદી PM નહોતા ત્યારે હીરાબાએ કહી દીધેલુ

આ અભ્યાસ 22 ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી ઓફ મકાઉ અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ પ્રીપ્રિન્ટ સર્વિસ મેડ્રોક્સિવ પર પોસ્ટ કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ચીનના આરોગ્ય અધિકારીઓ કોરોનાને ફેલાતો અટકાવવામાં રસીકરણને વેગ આપવા અને દવાઓ પૂરી પાડવામાં સક્ષમ હોય તો આ આંકડો બે લાખથી નીચે આવી શકે છે, પરંતુ જો પરિસ્થિતિ હાલની જેમ જ ચાલુ રહેશે, તો 15 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ સાથે જ ક્વોરન્ટાઈન, સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્કનો ઉપયોગ જેવી કોરોના ગાઈડલાઈનનું પણ કડકાઈથી પાલન કરવું જોઈએ.

" isDesktop="true" id="1309099" >

છેલ્લા ત્રણ વર્ષમાં ચીન આ ઉપાયોને કારણે સંક્રમણ દરને મોટા પાયે ઓછો રાખવામાં સફળ રહ્યું છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના કેલ્ક્યુલેટરના જણાવ્યા અનુસાર, દેશમાં માથાદીઠ મૃત્યુ વિશ્વમાં સૌથી ઓછું છે. જોકે, ટ્રાન્ઝિશનલ ઓમિક્રોન વેરિઅન્ટ પ્રબળ બનતા ચીનની શૂન્ય કોવિડ વ્યૂહરચના અસ્થિર બની ગઈ હતી. આ મહિનાની શરૂઆતમાં અધિકારીઓએ મહામારીને કાબૂમાં લેવા માટે ઝીરો કોવિડ પોલિસીના નિર્ણય પર યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન હવે કોરોનાનો ભરડો વધુ કસાયો છે, જેના કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો છવાય રહ્યા છે.
First published: