Home /News /national-international /China Corona Alert: ચીનમાં 90 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત, 60% વસ્તીમાં ફેલાયો છે વાયરસ
China Corona Alert: ચીનમાં 90 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત, 60% વસ્તીમાં ફેલાયો છે વાયરસ
ચીનમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
China Covid-19: ચીનમાં જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે જોતા સ્થિતિ વધારે ભયંકર બની રહી છે. અહીં 90 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા છે અને ઘણાં વિસ્તારોમાં વાયરસ કહેર વરસાવી રહ્યો છે, હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે.
બેજિંગઃ ચીનમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે તેના કારણે દુનિયાભરના દેશો ચિંતિત છે, પેકિંગ યુનિવર્સિટીના એક રિસર્ચમાં સામે આવ્યું કે 11 જાન્યુઆરી સુધી ચીનમાં લગભગ 90 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. BBCના રિપોર્ટ મુજબ દેશની 64 વસ્તીમાં વાયરસ છે. જેમાં ગાંસુ પ્રાંત રેંકમાં સૌથી ટોચ પર છે. અહીં 91 ટકા વસ્તી સંક્રમિત હોવાની સૂચના આપવામાં આવી છે. આ પછી બીજા નંબરે યુન્નાન (84 ટકા વસ્તી સંક્રમિત) અને ત્રીજા નંબરે કિન્હાઈ (88 ટકા વસ્તી સંક્રમિત) આવે છે.
એક ચીનના વરિષ્ઠ વૈજ્ઞાનિકે પણ ચેતવણી આપી હતી કે ગ્રામ્ય ચીનમાં એક વર્ષ દરમિયાન કેસમાં વધારો થયો છે, ચાઈનિઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના પૂર્વ પ્રમુખ જેંગ ગુઆંગે કહ્યું કે ચીનમાં કોવિડ લહેર બેથી ત્રણ મહિના સુધી પીક પર રહી શકે છે. મહામારી શરુ થયા બાદ પહેલીવાર ઘણાં ચીનના નાગરિકો પોતાના ગૃહનગર તરફ યાત્રા કરી રહ્યા છે. ઝીરો કોવિડ છોડ્યા પછી ચીને દૈનિક કોવિડ આંકડા આપવાનું બંધ કરી દીધું છે.
BBCના રિપોર્ટ મુજબ મોટા શહેરોની હોસ્પિટલો (જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી અને સરળતાથી મળી રહી છે)માં કોરોનાના કેસમાં વધારો થવાથી કોરોનાના દર્દીઓની ભીડમાં વધારો થઈ રહ્યો છે. આ મહિનાની શરુઆતમાં એક કાર્યક્રમમાં વેક્સિન સમાચાર આઉટલેટના રિપોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીમાં જેંગે કહ્યું કે, "ગ્રામ્ય વિસ્તારમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય છે." તેમણે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં વૃદ્ધ, બીમાર અને દિવ્યાંગ કોરોનાની સારવારમાં પાછળ છૂટી રહ્યા છે.
હેનાન પ્રાંતમાં લગભગ 90 ટકા વસ્તી સંક્રમિત
ચીનના મધ્યમાં આવેલું હેનાન પ્રાંત એવું છે કે જ્યાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહિનાની શરુઆતમાં અહીં એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું હતું કે લગભગ 90 ટકા વસ્તીમાં કોરોના હતો, શહેરી અને ગ્રામિત વિસ્તારમાં સમાન દર જોવા મળી રહ્યો છે. જોકે, સરકારી અધિકારીઓએ કહ્યું કે ઘણાં પ્રાંત અને શહેર સંક્રમણના પીકને પાર કરી ચૂક્યા છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર