નવી દિલ્હી : ચીન (China) અને ભારતની (India) વચ્ચે લદાખ ક્ષેત્રમાં (Ladakh) વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઘટાડવા માટે સતત બંને દેશોની વચ્ચે વાતચીત થઈ રહી છે. બુધવારે પણ બંને દેશોના વિદેશ મંત્રાલયના અધિકોરીઓની વચ્ચે પણ કૂટનીતિક વાતચીત (India China Tension) થઈ હતી. પરંતુ આ બધા વચ્ચે ચીન તેની હરકતો છોડી રહ્યું નથી. ચીન (China Army) તરફથી એલએસી પર સતત સૈન્ય ક્ષમતા વધારવામાં આવી રહી છે. ચીન ફિંગર ક્ષેત્રમાં (Finger Area) પણ સતત સૈન્ય શક્તિ મજબૂત કરી રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈના મતે ચીની સેના પૂર્વી લદાખના એલએસી ક્ષેત્ર પર 4 મેથી સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. તેમણે તે ક્ષેત્રમાં 10 હજારથી વધુ સૈનિકો અને ભારે તોપો સહિત અન્ય સૈન્ય સાધન સામગ્રી તૈનાત કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પૈંગોંગ સો લેક સહિત ફિંગર એરિયામાં ચીની સેના તરફથી સતત મોટી સૈન્ય ગતિવિધિઓ ચાલુ છે. તેમાં સૈનિકોની નિમણૂક અને નિર્માણ કાર્ય સામેલ છે. ભારત ફિંગર 8 સુધી પોતાનો દાવો કરે છે. પરંતુ હાલ થયેલી ગતિરોધમાં ચીની સેના ભારતીય સેનાના ગશ્ત દળને ફિંગર 4થી આગળ જવા પર રોકી રહી છે. સૂત્રોના મતે ચીન ફિંગર ક્ષેત્રમાં આક્રમક રીતથી નવા ક્ષેત્રોને પોતાનામાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સૂત્રોના મતે ચીને ગલવાન ઘાટીમાં કેટલીક ચીજોનું નિર્માણ કરી લીધું છે. ગલવાન ઘાટીમાં જ ગત દિવસોમાં ચીનની સેનાએ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. તેમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. તેમાં ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના પછી ચીને ત્યાં કઈક નિર્માણ કર્યું છે. સૂત્રોના મતે 15-16 જૂનના રાત્રે ભારતીય સૈનિકો તરફથી ચીની સેના દ્વારા ત્યાં સ્થાપિત દેખરેખ સંબંધિત પોસ્ટને દૂર કર્યા પછી ચીની સેના તરફથી પેટ્રોલિંગ પોઈન્ટ 14ની બાજુમાં ફરી નિર્માણ કર્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર