Home /News /national-international /India-China dispute: આર્મી ચીફ MM નરવણેએ કહ્યું- ‘યુદ્ધ થશે તો જીતશે ભારત’, ભડકેલા ચીને આપી આવી પ્રતિક્રિયા

India-China dispute: આર્મી ચીફ MM નરવણેએ કહ્યું- ‘યુદ્ધ થશે તો જીતશે ભારત’, ભડકેલા ચીને આપી આવી પ્રતિક્રિયા

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે.

India-China Dispute: આર્મી ડે (Army day) નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સમાં આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે (Army chief General Manoj Mukund Naravane)એ સ્પષ્ટતા કરી હતી કે યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે અને સરહદ વિવાદના ઉકેલ માટે ચીન સાથે વાતચીત (dialogue with china) ચાલુ છે.

વધુ જુઓ ...
બીજિંગ. દેશના સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે (Army chief General Manoj Mukund Naravane)એ બુધવારે કહ્યું હતું કે પાછલા 18 મહિનામાં ભારતના સૈન્યની શક્તિ વધી ગઈ છે. તેમણે ખાતરી આપી કે ચીન સામેના યુદ્ધની સ્થિતિમાં ભારત જીતીને પાછું આવશે. હવે આર્મી ચીફના આ નિવેદન સામે ચીન તરફથી પ્રતિક્રિયા (dialogue with china) પણ આવી છે. ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે, અમને આશા છે કે ભારતમાં જવાબદાર લોકો આ પ્રકારની અરચનાત્મક કમેન્ટ કરવાથી બચશે.

ચીનના વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપી

આર્મી ચીફ એમએમ નરવણેના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ બેનબિને કહ્યું, હવે ચીન અને ભારત વચ્ચે રાજદ્વારી અને મિલિટ્રી ચેનલ્સ દ્વારા વાતચીત ચાલી રહી છે. જેથી સરહદ પર તણાવ ઓછો થઈ શકે. અમે આશા રાખીએ છીએ કે ભારત વતી જવાબદાર લોકો આ પ્રકારની ટિપ્પણી કરવાથી બચશે.

કમાન્ડર લેવલની વાતચીત

ભારત અને ચીન વચ્ચે 14મી કમાન્ડર લેવલની વાતચીત અંગે વાંગે કહ્યું, જો આ વાતચીતમાં કંઈપણ બહાર આવશે તો અમે જાણ કરીશું. જો કે, ભારતના સૂત્રોના હવાલાથી આ બેઠક વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ 14મા રાઉન્ડની વાતચીતમાં લદ્દાખ બોર્ડર ઉપર સૈનિકોની તૈનાતી અને તણાવ ઓછો કરવા અંગે વાતચીત થશે. ભારત દેપસાંગ બલ્જ અને ડેમચોક પર ચીન સાથેના વર્તમાન વિવાદને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: …તો ‘ભારતીય’ બનશે UKના PM, Boris Johnson પર રાજીનામાનું દબાણ, ઋષિ સુનક રેસમાં સૌથી આગળ

આર્મી ચીફે શું કહ્યું હતું?

તમને જણાવી દઈએ કે આર્મી ડે નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સમાં આર્મી ચીફે સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ એ છેલ્લો વિકલ્પ છે અને સરહદ વિવાદના ઉકેલ માટે ચીન સાથે વાતચીત ચાલુ છે. આર્મી ચીફે કહ્યું હતું કે જ્યાં સુધી ઉત્તરી મોરચાની વાત છે ત્યાં સુધી છેલ્લા 18 મહિનામાં અમારી સૈન્ય તાકાત વધી છે. તેમણે કહ્યું, ‘યુદ્ધ એ છેલ્લો ઉપાય છે, પરંતુ જો યુદ્ધ થશે તો આપણે વિજયી થઈને પાછા આવીશું.'

આર્મી ડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા નરવણેએ કહ્યું હતું કે એલઓસીની બીજી બાજુ (પાકિસ્તાનના) આતંકવાદીઓના ‘લૉન્ચ પેડ્સ' અને તાલીમ કેન્દ્રોમાં લગભગ 350 થી 400 આતંકવાદીઓ દ્વારા વારંવાર ઘૂસણખોરીના પ્રયાસો તેમના નાપાક પ્રયાસો ખુલ્લા પાડે છે.

આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોનથી થઈ શકે છે ભારે તબાહી, ડેલ્ટાની જેમ વધશે મૃત્યુદર- સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ‘પાયાવિહોણા આરોપો’માં કંઈ નવું નથી અને તે આરોપો ‘પાકિસ્તાન વિરોધી દુર્ભાવનાપૂર્ણ પ્રચાર’નો ભાગ છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયે કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર સહિત તમામ વિવાદોના ઉકેલ માટે ભારત સાથે સાર્થક વાતચીત માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: મકર સંક્રાંતિ, બિહુ અને પોંગલ પર PM મોદીએ આપી શુભેચ્છાઓ, કહ્યું- ‘ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે આ તહેવાર’

14મા રાઉન્ડની બેઠક પણ પૂરી થઈ

ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર વાંગની આ ટિપ્પણી, ચીન અને ભારત વચ્ચે બુધવારે સરહદે ચીન કી અને ચુશૂલ-મોલ્દોમાં થયેલા 14મા રાઉન્ડની કમાન્ડર-લેવલ મીટિંગ બાદ આવી છે. નવી દિલ્હીમાં સુરક્ષા સંસ્થાનના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી), ચુશૂલ-મોલ્ડો બોર્ડર પોઈન્ટ પર ચીન સાથે 14મા રાઉન્ડની સૈન્ય વાટાઘાટો દરમિયાન ભારતે દેપસાંગ બુલગે અને ડેમચોકમાં મુદ્દાના સમાધાન સાથે પૂર્વી લદ્દાખમાં તણાવના તમામ મુદ્દાઓનું નિરાકરણ સહિતની કાર્યવાહી કરી છે. એ તમામ જગ્યાએથી સૈનિકોને વહેલી તકે હટાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
First published:

Tags: China army, India China Dispute, ચીન, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો