હવે ચીનની નજર ભૂટાનની જમીન પર, કહ્યું- તેમની સાથે પણ છે સરહદ વિવાદ

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (ફાઇલ તસવીર)

ચીને ભારતનું નામ લીધા વગર કહ્યું, અમે આ મામલે કોઈ ત્રીજા પક્ષની દખલ નથી ઈચ્છતા

 • Share this:
  નવી દિલ્હીઃ એવું લાગી રહ્યું છે કે કોઈ પણ દેશની સરહદમાં હસ્તક્ષેપ કરવાની ચીન (China)ને આદત પડી ગઈ છે. ભારતની સાથે લદાખમાં ‘છેતરપિંડી’ કરનારા ચીને હવે ભૂટાનની સરહદ (Bhutan Border) પર નજર બગાડી છે. ચીને કહ્યું છે કે ભૂટાનની સાથે પણ પૂર્વ ક્ષેત્રમાં તેમનો સરહદ વિવાદ છે. ચીનનો દાવો એટલા માટે અગત્યનો છે કારણ કે આ સરહદી વિસ્તાર અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ની નજીક છે. ચીન અરૂણાચલ પ્રદેશ પર અનેકવાર પોતાનો દાવો કરી ચૂક્યું છે.

  ચીની વિદેશ મંત્રાલયનો દાવો

  ચીની વિદેશ મંત્રાલયે ભૂટાનની સાથે સરહદ વિવાદ પર એક નિવેદન જાહેર કર્યું છે. તે મુજબ, ચીન-ભૂટાન સરહદને ક્યારે પણ સીમાંકીત નથી કરવામાં આવી અને પૂર્વ, મધ્ય અને પશ્ચિમ હિસ્સા પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાથોસાથ ચીને કહ્યું છે કે તેઓ આ મામલે કોઈ ત્રીજા પક્ષની દખલ નથી ઈચ્છતું. સ્પષ્ટ છે કે ચીનનો ઈશારો ભારત તરફ છે.

  આ પણ વાંચો, Kanpur Shootoutમાં કાવતરાની ગંધ! પોલીસ સ્ટેશનથી ફોન કરી ગામની વીજળી ડૂલ કરવામાં આવી હતી

  પૂર્વ સરહદ પર વિવાદ નથી!

  રેકોર્સ્સ મુજબ, ચીન અને ભૂટાનની વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા માટે વર્ષ 1984થી 2016ની વચ્ચે 24 વખત મંત્રણા થઈ છે. ભૂટાનની સંસદમાં થયેલી ચર્ચા મુજબ, આ વાતચીત માત્ર પશ્ચિમ અને મધ્ય સરહદના વિવાદ પર થઈ. આ મુદ્દા પર નજર રાખનારા એક વ્યક્તિએ કહ્યું કે પૂર્વ સીમાને ક્યારેય વાતચીતમાં સામેલ નથી કરવામાં આવી. મંત્રણ માત્ર અને માત્ર મધ્ય અને પશ્ચિમ સરહદ સુધી સીમિત છે.

  આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ

  ભારત અને ભૂટાનના સંબંધો : એક્સપર્ટ્સનું માનીએ તો ચીન ત્યાં જાણી જોઈને ભારત પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. નોંધનીય છે કે વર્ષ 2007ની ભારત-ભૂટાન વચ્ચેની મૈત્રી સંધિ મુજબ, બંને દેશ રાષ્ટ્રીય હિતો સાથે સંબંધિત મુદ્દાઓ પર એક-બીજાનો સાથ સહયોગ કરી શકે છે. ભૂટાનની સાથે ભારતના હંમેશા સારા સંબંધ રહ્યા છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પોતાનો વિદેશ પ્રવાસ તરીકે ભૂટાનની જ પસંદગી કરી હતી. તે સમયે તેઓએ કહ્યું હતું કે પડોશી દેશો સાથે મજબૂત સંબંધ જાળવી રાખવા તેમની પ્રાથમિકતા હશે.
  Published by:Mrunal Bhojak
  First published: