Home /News /national-international /

ભારતીય ડ્રોન બોર્ડર પાર કરીને તેમની એર-સ્પેસમાં ઘૂસ્યાનો ચીનનો આરોપ

ભારતીય ડ્રોન બોર્ડર પાર કરીને તેમની એર-સ્પેસમાં ઘૂસ્યાનો ચીનનો આરોપ

અમે ચીનના સાર્વભૌમત્વને સુરક્ષિત કરવા માટે કટિબધ્ધ રહીશું.

અમે ચીનના સાર્વભૌમત્વને સુરક્ષિત કરવા માટે કટિબધ્ધ રહીશું.

ભારત અને ચીન વચ્ચે વિવાદ વકરતો જ જાય છે. ગુરૂવારે ચીને દાવો કર્યો છે કે ભારતનું એક ડ્રોન તેના એરસ્પેસમાં ઘુસી ગયું હતું. જેની પર ચીને ઘણી નારાજગી દેખાડી છે. જણાવી દઈએ કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે 11 ડિસેમ્બરે ચીનના વિદેશમંત્રી  વાંગ યી ભારતની મુલાકાતે આવવાના છે.

ચીનના વેસ્ટર્ન કમાંડ જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી હેડ ઝાંગ શુઝલીનું કહેવું છે કે ભારતીય યુએવીએ હાલમાં જ ચીનના એરસ્પેસમાં ઘૂસી ગયા હતાં.ચીની બોર્ડર પર તૈનાત ચીની સૈનિકોએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારતના આ પગલાથી ચીનની સુરક્ષા સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. અમે આનો વિરોધ કરીએ છીએ. અમે ચીનના સાર્વભૌમત્વને સુરક્ષિત કરવા માટે કટિબધ્ધ રહીશું.

તમને જણાવી દઈએ કે ડોકલામ વિવાદથી પહેલા ભારત અને ચીન વ્ચ્ચેના સંબંધોમાં ખટાસ ચાલી રહી છે. ગત મહિને નવેમ્બરમાં ચીન અને ભારતના અધિકારીઓએ બીજિંગમાં ભારત-ચીન બાબતો પર પરામર્શ તથા સમન્વય કાર્યતંત્રના 10માં તબક્કામાં સીમા સંબિધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું કે બંન્ને દેશોના ભારત-ચીન સીમાના દરેક પક્ષોની સ્થિતિઓની સમીક્ષા કરી હતી. બંન્ને પક્ષોમાં સીમા ક્ષેત્ર પર શાંતિ બનાવવા પર સહમતિ દર્શાવી હતી.
First published:

Tags: Drone, India china border, ચીન`

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन