બીજિંગઃ ચીન (China)એ અંતરિક્ષમાં ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. ચીને મંગળવારે અંતરિક્ષયાન ચાંગ ઈ-5 (Chang'e-5)ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતાર્યું છે. ચંદ્રની સપાટી પર ચાંગ ઈ-5ને ઉતાર્યા બાદ ચીનની નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, આ અંતરિક્ષયાન ચંદ્રની (China Moon Mission Chang) સપાટી પર પૂર્વ નિર્ધારિત સ્થળની બિલકુલ પાસે ઉતર્યું છે. આ યાન ચંદ્રની સપાટીથી નમૂનાઓને એકત્ર કરશે.
ચીનના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે ચંદ્રના નમૂનાઓને એકત્ર કરવા માટે ચાંગ ઈ-5 નામના મિશનના માધ્યમથી સપાટી પર એક રોબોટને ઉતારવામાં આવ્યો હોય. તે ચંદ્રના નમૂનાઓને એકત્ર કરશે અને પૃથ્વી પર પરત ફરશે.
ચંદ્રના ખડક અને ધૂળને કરશે એકત્ર
સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ચાંગ ઇ-5 અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય પહેલાથી અસ્પષ્ટીકૃત ક્ષેત્રથી ચંદ્રના ખડક અને ધૂળના 4 પાઉન્ડને એકત્ર કરવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નમૂનાઓ દ્વારા ચંદ્રની અગાઉની જ્વાળામુખી ગતિવિધિઓ વિશે નવી જાણકારી મળી શકે છે. ચીનનું આ મિશન સફળ થાય છે તો તે અમેરિકા અને સોવિયત સંઘ બાદ મૂન – રોકના નમૂનાઓને પૃથ્વી પર લાવનારો ત્રીજો દેશ બની જશે.
સ્પેસ એડમિનિસ્ટ્રેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ચાંગ ઈ-5 અંતરિક્ષ યાનનો ઉદ્દેશ્ય પહેલાથી અસ્પષ્ટીકૃત ક્ષેત્રથી ચંદ્રના ખડક અને ધૂળના 4 પાઉન્ડને એકત્ર કરવાનું છે. આ એક જ્વાળામુખીય મેદાન છે જેને મોન્સ રૂમર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નમૂનાઓ દ્વારા ચંદ્રની અગાઉની જ્વાળામુખીય ગતિવિધિઓ વિશે જાણકારી મળી શકે છે.
આ યાનને ચંદ્રની સપાટી પર પહોંચવા માટે ચીનના શક્તિશાળી લોંગ માર્ચ-5 રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રોકેટ તરલ કેરોસિન અને તરલ ઓક્સિજનની મદદથી ચાલે છે. આ મિશન દ્વારા ચીન ચંદ્ર વિશે જાણકારી વધારશે અને ત્યાં માનવ વસાહતો ઊભી કરવામાં મદદ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર