Home /News /national-international /

ભારતમાં નોકરીની તકો ઊભી કરવા અમે PM મોદીની મદદ કરી શકીએ છીએ : ચીન

ભારતમાં નોકરીની તકો ઊભી કરવા અમે PM મોદીની મદદ કરી શકીએ છીએ : ચીન

શી જિનપિંગ, નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ચીનનું કહેવું છે કે બેરોજગારીને કારણે મોદી અસંતોષનો સામનો કરી રહ્યા છે, ચીન માટે આ સારા સમાચાર નથી.

    બેઇજિંગ : ચીનનું કહેવું છે કે તે ભારતમાં નોકરીની તકો ઉભી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ કરી શકે છે. ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ચીન ઇચ્છી રહ્યું છે કે નરેન્દ્ર મોદી ભારત પર સારું નિયંત્રણ રાખે. બેરોજગારીને કારણે મોદી અસંતોષનો સામનો કરી રહ્યા છે, ચીન માટે આ સારા સમાચાર નથી.

    આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ડોકલામમાં સેનાઓ સામ-સામે રહ્યાના લગભગ એક વર્ષ બાદ બંને દેશ વચ્ચેના સંબંધો સુધરી ગયા છે. ભારતની કેન્દ્ર સરકાર ખૂબ જ નબળી છે, તેમજ દેશના લોકો ખૂબ જ વિવિધતા વાળા છે. અમને આશા છે કે નરેન્દ્ર મોદી પોતાની જાહેર છાપને સુધારશે જેના કારણે વિકાસને આગળ વધારવા માટે પૂરતી તાકાત મળી રહેશે અને ભારત અને ચીન વચ્ચે પરસ્પર સંબંધો વધારે મજબૂત બનશે."

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી ચીનનું રોકાણ વધારીને રોજગારીની તકો ઉભી કરી પોતાની છાપ સુધારી શકે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, "એવું લાગી રહ્યું છે કે ભારત ધર્મસંકટમાં ફસાયેલું છે. જો દિલ્હી ચીનના રોકાણ પર નિયંત્રણ લાદશે તો તેનાથી રોજગારીની તકો ઓછી થશે. ભારતમાં ચીનમાં મોટાભાગનું રોકાણ શ્રમ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. જેમ કે સ્માર્ટફોન પ્લાન્ટ. જો ભારત ચીનનું રોકાણ પોતાના દેશમાં લાવવામાં સફળ રહેશે તો તેને પોતાના દેશમાં નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે."

    આ પણ વાંચો : PM મોદીને પણ ખબર છે, PUBG ગેમની લત વિશે, જાણો શું કહ્યું એક માતાને?

    રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારને રોજગારીના વૃદ્ધિના સ્વરૂપમાં સારા સમાચારની રાહ છે. ચીનના રોકાણના માધ્યમથી આ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

    નોંધનીય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીનમાં નિર્માણ ક્ષેત્ર ખૂબ જ આગળ વધી ગયું છે, આ માટે જ ત્યાં વિપુલ પ્રમાણમાં નોકરીઓ છે. ભારતમાં પણ નિર્માણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની જરૂર છે. બેરોજગારીને લઈને વિપક્ષ અવાર નવાર મોદી સરકાર પર નિશાન સાધતું રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Employment, General election 2019, Job, ચીન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन