ચીનની અવળચંડાઈ! અરૂણાચલ બોર્ડર પાસે બનાવ્યો કેંપ અને વોચ ટાવર

 • Share this:
  ચીનની સેનાએ અરૂણાચલ પ્રદેશ પાસે દબાણ વધારવાની કાર્યવાહી કરતા સાથે નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. ચીન સેનાએ અરૂણાચલ પ્રદેશના કિબિથૂ પાસે કેંપ બનાવ્યો છે. સમાચાર એજન્સિ એએનઆઈના સમાચાર પ્રમાણે, ટાટૂમાં કેંપ બનાવ્યાની સાથે તેણે ઘરોનું પણ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. અહીં ચીનની સેનાએ ટેલિકોમ્યુનિકેશન ટોવર અને સર્વલન્સ યંત્રથી યુક્ત ઓબ્ઝર્વેશન પોસ્ટ પણ લગાવી છે. એએનઆઈે નિર્મામ કાર્યની તસવીર પણ જાહેર કરી છે.

  આ કાર્યવાહી એવા સમયમાં થઈ છે, જ્યારે ચીનમાં ભારતના દૂતાવાસ ગૌતમ બંબાવાલેએ ડોકલામમાં ચીની સૈનિકોની સંખ્યા વધવાના સમાચારની ના પાડી. તેમણે કહ્યું હતું કે, સ્થળ પર સ્થિતિ બધી સારી છે. બંબાવાલાએ કહ્યું હતું કે, હું તમને એ કહી શકું છું કે, ડોકલામ વિસ્તારમાં, જેને તમે લોકો ફેસ-ઓફ સાઈટ પણ કહો છો, ત્યાં કોઈ બદલાવ નથી થયો.

  તમને જણાવી દઈએ કે, ભારત અને ચીનની સેના 73 દિવસ સુધી ડોકલામમાં સામ-સામે રહી. ચીન આ વિસ્તારમાં રસ્તો બનાવી રહ્યું છે, જેને ભારતે રોકાવ્યો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે, ત્યારબાદ બંને સેનાઓ પોતાની સહમતિથી પાછી હટી ગઈ હતી. ડોકલામ પર ચીન પોતાનો દાવો રે છે, જ્યારે ભૂતાનનું કહેવું છે કે, તે એની સીમામાં આવે છે.
  Published by:kiran mehta
  First published: