ચીનનો મોટો દાવો, અમેરિકન આર્મી કોરોના વાયરસને વુહાન લઈને આવી

WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ ચીને અમેરિકા પર મૂક્યો મોટો આરોપ

WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ ચીને અમેરિકા પર મૂક્યો મોટો આરોપ

 • Share this:
  બીજિંગ : ચીન (China)ના એક અધિકારીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે સંભવત: અમેરિકન સેના (US Army) જ કોરોના વાયરસ (Coronavirus)વુહાન લઈને આવી છે. દુનિયાભરમાં આ જીવલેણ વાયરસને ઝડપથી થઈ રહેલા પ્રસારની પૃષ્ઠભૂમિમાં બંને દેશોની વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ દરમિયાન આ નિવેદન આપ્યું છે.

  ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ગુરુવારે પોતાના અહેવાલમાં લખ્યું કે, સૂચનાઓ અનુસાર અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)ના નિદેશક રૉબર્ટ રેડફિલ્ડે એવું સ્વીકાર્યું કે ફ્લૂના કેટલાક દર્દીઓની ઓળખ કરવામાં શક્ય છે કે ભૂલ થઈ છે અને તેઓ કોરોના વાયરસથી ગ્રસ્ત હતા.

  અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ જીવલેણ વાયરસ અમેરિકામાં ફેલાતો જઈ રહ્યો છે પરંતુ અમેરિકાની સરકારની પ્રતિક્રિયામાં ખામીઓના સંકેત દેખાઈ રહ્યા છે, જેમાં મહામારી સાથે જોડાયેલી સૂચનાઓને છુપાવવાનો પ્રયાસ, સામાન્ય ફ્લૂ અને કોરોના વાયરસમાં અંતર નહીં કરી શકવામાં નિષ્ફળતા, જાતિવાદથી પ્રેરિત નિવેદનોની સાથે બીજા પર દોષ ઠોપવાનો પ્રયાસ સામેલ છે.

  આ પણ વાંચો, Coronavirus વૈશ્વિક મહામારી જાહેર, જાણો શું હોય છે મહામારી

  રેડફિલ્ડની ટિપ્પણીઓનો હવાલો આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ પૈકી એક જાઓ લિજિઆને આરોપ લગાવ્યો કે સંભવત: અમેરિકાની સેના જ કોવિડ-19 (COVID 19)ને વુહાન લઈને આવી છે. ચીનમાં આ વાયરસના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતનું વુહાન શહેર છે. જોકે, તેઓએ અમેરિકાની સેના વિરુદ્ઘ પોતાના આરોપો પર વિસ્તારથી કંઈ કહ્યું નથી.

  ચીનમાં ભલે કોરોના વાયરસ સંક્રમણના મામલાઓમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ કોવિડ-19ના મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, વિશ્વભરના દેશોએ આ સંક્રમણને અન્ય દેશોથી આવવાથી રોકવાની કવાયત હેઠળ આકરા પ્રવાસ પ્રતિબંધો લાદી દીધા છે. જેનું પરિણામ વૈશ્વિકરણના આ સમયમાં વેપારને ભોગવવું પડી રહ્યું છે. આ વાયરસના કારણે દુનિયાભરના લગભગ 115 દેશો અને ક્ષેત્રોમાં 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 1,25,393થી વધુ લોકો તેનાથી સંક્રમિત છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસના કારણે રદ થશે IPL, 14 માર્ચની બેઠકમાં નિર્ણય લેવાશે
  Published by:Mrunal Bhojak
  First published: