ચીને માગવી પડી ભારતની મદદ, ચક્રવાત 'વાયુ'માં ફસાયા 10 જહાજ

News18 Gujarati
Updated: June 11, 2019, 8:36 PM IST
ચીને માગવી પડી ભારતની મદદ, ચક્રવાત 'વાયુ'માં ફસાયા 10 જહાજ
પ્રતિકાત્મક તસવીર

ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી

  • Share this:
ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે.

એક તરફ ચીનના જહાજોએ ભારતના દરિયાકાંઠાની મદદ લીધી છે, તો બીજી બાજુ ભારતની વિમાન સેવા પણ પ્રભાવિત થઇ છે. ભારતીય વાયુસેનાનું એક વિમાન નવી દિલ્હીથી વિજયવાજા જઇ રહ્યું હતું, આ વિમાન NDRFના 160 કર્મચારીઓને લેવા માટે વિજયવાડા જઇ રહ્યું હતું. તો વિમાન મારફતે NDRFની એક ટુકડીને ગુજરાત પણ મોકલવામાં આવી રહી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ વાવાઝોડાને પગલે વલસાડમાં એલર્ટ, લાઉડ સ્પીકરથી લોકોને સચેત કરાયા

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગર પર ઓછા દબાણનું વિસ્તાર બની ગયું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ વાયુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જે આગામી 13 તારીખે ટકરાઇ શકે છે. તો ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ચક્રવાતી વાયુને પહોંચી વળવા માટે રિવ્યુ બેઠક પણ કરી તૈયારીઓનું સમીક્ષા કરી હતી.
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...