Home /News /national-international /ભારતે ચીનને બનાવ્યું નિષ્ફળ, મજબૂરીમાં કરવું પડ્યુ આ કામ, જાણો સમગ્ર મામલો

ભારતે ચીનને બનાવ્યું નિષ્ફળ, મજબૂરીમાં કરવું પડ્યુ આ કામ, જાણો સમગ્ર મામલો

ભારતના કારણે ચીને AUKUS વિરુદ્ધના ઠરાવમાં પાછા પગલા લીધા

China Anti AUKUS Resolution: ચીન ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાના સંયુક્ત જૂથ AUKUS વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (IEAEA)માં ઠરાવ લાવવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ આ બાબત સામે ભારતે એવું પગલું ભર્યું કે, આ પ્રસ્તાવ રજૂ કરતા પહેલા ચીનને પીછેહઠ કરવી પડી હતી. જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા ભારતના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે.

વધુ જુઓ ...
  વિયેના: ભારતને કારણે ચીનને શુક્રવારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાછા હટવાની ફરજ પડી હતી. જણાવી દઈએ કે, ચીન ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાના સંયુક્ત જૂથ AUKUS વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)માં ઠરાવ લાવવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ ભારતે એવું પગલું ભર્યું કે, આ પ્રસ્તાવ રજૂ કરતા પહેલા ચીનને પીછેહઠ કરવી પડી હતી. ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા ભારતના આ પગલાની પ્રશંસા કરી રહ્યા છે. આ ત્રણેય દેશોએ ચીનનો મુકાબલો કરવાના ઉદ્દેશ્ય સાથે 2021માં AUKUS નામની સુરક્ષા ભાગીદારીની સ્થાપના કરી હતી, આ યોજના હેઠળ ઓસ્ટ્રેલિયામાં પરમાણુ સંચાલિત સબમરીન બનાવવામાં આવનાર છે.

  આ પણ વાંચો: ચીન સાથે તણાવ વચ્ચે તાઇવાનના મોટા મિસાઇલ વૈજ્ઞાનિકનું સંદિગ્ધ મોત, હોટલમાં મળી લાશ

  ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાની આ ભાગીદારી બાદ ચીન ખૂબ જ ગુસ્સે થયું હતું અને તેણે આ પગલાને પરમાણુ અપ્રસાર સંધિનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેથી જ ડ્રેગન IAEA માં AUKUS વિરુદ્ધ ઠરાવ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. IAEA કોન્ફરન્સમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી. અહેવાલ મુજબ, મોટાભાગના પશ્ચિમી દેશોએ AUKUS સંસ્થામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દેશોએ IAEAમાં વધુ પારદર્શિતા અને બિન-પ્રસારની ખાતરીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચીન તરફથી 23 ઓગસ્ટ 2022ના રોજ IAEAના ડાયરેક્ટર જનરલને વિનંતી કરવામાં આવી હતી. જેમાં પરમાણુ સામગ્રી અને AUKUSના ટ્રાન્સફર સંબંધિત તમામ પાસાઓને 66મી જનરલ કોન્ફરન્સની ચર્ચામાં સામેલ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

  ચીનનો પ્રસ્તાવ ભારતની કૂટનીતિ સાથે અટવાયો

  સૂત્રોના જણાવ્યા અનુસાર, AUKUS વિરુદ્ધ ચીનનો પ્રસ્તાવ આવ્યા બાદ, ભારતે પોતાની કુશળ કૂટનીતિનો ઉપયોગ કરીને IAEAના ઘણા નાના સભ્ય દેશોને આ પ્રસ્તાવ સામે સ્ટેન્ડ લેવા માટે રાજી કર્યા હતા. આનાથી પરિણામ એ આવ્યું કે, ચીન ઠરાવ પસાર કરવા માટે પૂરતી બહુમતી મેળવી શક્યું નહીં. આ જોતા ચીને ઠરાવ પસાર થાય તે પહેલા જ પસ્તાવ પાછો ખેંચી લીધો હતો. જણાવી દઈએ કે, IAEA ની નીતિ નિર્માતા સંસ્થા એજન્સીના કાર્યક્રમો અને બજેટ નક્કી કરે છે. આમાં તમામ સભ્ય દેશોની જનરલ કોન્ફરન્સ અને 35-સભ્ય બોર્ડ ઓફ ગવર્નર્સનો સમાવેશ થાય છે. સામાન્ય પરિષદ સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરમાં વિયેનામાં IAEA હેડક્વાર્ટર ખાતે યોજાય છે.  આ દેશો IAEA બોર્ડ ઓફ ગવર્નર્સમાં સામેલ:

  ભારતને 2021-2022 માટે આ બોર્ડનો સભ્ય બનાવવામાં આવ્યો છે. આ વર્ષે IAEAના બોર્ડ ઓફ ગવર્નર્સમાં 35 સભ્યો બનાવવામાં આવ્યા છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, બુરુન્ડી, કેનેડા, ચીન, કોલંબિયા, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્વાટેમાલા, ભારત, આયર્લેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, લિબિયા, મલેશિયા, મેક્સિકો, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, પેરુ , પોલેન્ડ, રશિયન ફેડરેશન, સેનેગલ, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લૅન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેતનામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: China India, Indo China controversy, International

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन