એપ પર પ્રતિબંધ મુકતા રઘવાયું થયું ચીન, કહ્યું- આ WTOના નિયમોનો ભંગ, ભારત તેને સુધારે

ભારત સતત ચીન પર ડિજિટલ પ્રહાર કરી રહ્યું છે. હાલમાં સરકારે ફરી બીજી 43 એપ પર પ્રતિબંઘ મુક્યો છે

ભારત સતત ચીન પર ડિજિટલ પ્રહાર કરી રહ્યું છે. હાલમાં સરકારે ફરી બીજી 43 એપ પર પ્રતિબંઘ મુક્યો છે

  • Share this:
    નવી દિલ્હી : ભારત સતત ચીન પર ડિજિટલ પ્રહાર કરી રહ્યું છે. હાલમાં સરકારે ફરી બીજી 43 એપ પર પ્રતિબંઘ મુક્યો છે. આ વખતે ચીને ભારતના આ પગલાનો વિરોધ કર્યો છે. ચીનનું કહેવું છે કે અમે રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર ચીની બેકગ્રાઉન્ડવાળી એપ્સ પર સતત પ્રતિબંધ લગાવવાનો વિરોધ કરીએ છીએ. આટલું જ નહીં ચીની દૂતાવાસના અધિકારોએ આને વિશ્વ વેપાર સંગઠનના નિયમોનો ભંગ ગણાવ્યો છે. ભારતને આ સુધારવાની સલાહ પણ આપી છે.

    ભારત સરકારે (Indian Government) મંગળવારે અલીએક્સપ્રેસ (Aliexpress) સહિત 43 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વખતે સરકારે તેનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા બતાવ્યું છે. ચીની સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને બીજિંગમાં થયેલા એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે જુલાઇથી લઈને અત્યાર સુધી ભારતે સુરક્ષાના નામ પર ચાર વખત એવી એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે જેનો ચીન સાથે લેવા દેવા છે. આ પ્રકારનો વ્યવહાર બજારના સિદ્ધાંત અને ડબલ્યુટીઓના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આનાથી ચીની કંપનીઓના કાનૂની અધિકારો અને હિતો પર અસર પડે છે. ચીન તેને મજબૂતીથી ફગાવે છે.

    આ પણ વાંચો - કોરોનાને લઈને નવી ગાઇડલાઇન્સ, નાઇટ કર્ફ્યૂં લગાવી શકશે રાજ્ય, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી

    ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે તરત આ ભેદભાવવાળા વ્યવહારને સુધારે અને આગળ થનારા નુકસાનને રોકે.

    ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69A અંતર્ગત એક ઓર્ડર જાહેર કર્યો હતો. સત્તાવાર પ્રેસ રિલીઝ પ્રમાણે આ પગલું તે ઇન્પુટના આધારે ઉઠાવવામાં આવ્યું છે કે આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે. જે ભારતના સંપ્રભુતા, અખંડતા, દેશની સુરક્ષા, રાજ્યની રક્ષા માટે નુકસાનદાયક છે. આ પહેલા સરકારે 29 જૂન 2020ના રોજ 59 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો હતો. 2 સપ્ટેમ્બરે 118 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: