દુનિયાભરમાં ચીન અને ભારતમાં સૌથી વધારે ગુમ થઈ મહિલાઓ, કરોડોમાં છે આ સંખ્યા

News18 Gujarati
Updated: June 30, 2020, 11:41 PM IST
દુનિયાભરમાં ચીન અને ભારતમાં સૌથી વધારે ગુમ થઈ મહિલાઓ, કરોડોમાં છે આ સંખ્યા
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં 50ની ઉંમર સુધી એકલા રહેતા પુરૂષોની સંખ્યામાં 2050 બાદ 10 ટકાના વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

  • Share this:
કેલિફોર્નિયા : દુનિયાભરમાં છેલ્લા 50 વર્ષમાં 14 કરોડ 26 લાખ મહિલાઓમાંથી 4 કરોડ 58 લાખ મહિલાઓ ભારતની છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે એક રિપોર્ટમાં કહ્યું કે, ગુમ મહિલાઓની સંખ્યા ચીન અને ભારતમાં સર્વાધિક છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ (યૂએનએફપીએ) દ્વારા મંગળવારે જાહેર કરેલી વૈશ્વિક આબાદીની સ્થિતિ 2020ના રિપોર્ટમાં કહ્યું છે કે, છેલ્લા 50 વર્ષમાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. આ સંખ્યા 1970માં 6 કરોડ 10 લાખ હતી અને 2020માં વધીને 14 કરોડ 26 લાખ થઈ ગઈ છે.

ચીનમાં ગાયબ થઈ 7.23 કરોડ મહિલાઓ

રિપોર્ટમાં બતાવવામાં આવ્યું કે, ભારતમાં 2020 સુધી ચાર કરોડ 58 લાખ અને ચીનમાં સાત કરોડ 23 લાખ મહિલાઓ ગુમ થઈ છે. રિપોર્ટમાં પ્રસવના પૂર્વ અથવા પ્રસવ બાદ લિંગ નિર્ધારણના સંચયી પ્રભાવના કારણે ગુમ છોકરીઓને પણ આમાં સામેલ કરવામાં આવી છે.

જન્મ થયા બાદ લાખો બાળકીઓ ગુમ થઈ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2013થી 2017 વચ્ચે ભારતમાં લગભગ ચાર લાખ 60 હજાર બાળકીઓ દર વર્ષે જન્મ સમયે જ ગુમ થઈ ગઈ. એક વિશ્લેષણ અનુસાર, કુલ ગુમ છોકરીઓમાં લગભગ બે-તૃતિયાંસ મામલા જન્મ સમયે થતા મોતના એક તૃતિયાંસ મામલા લૈંગિક આધાર પર ભેદભાવના કારણે લિંગ નિર્ધારણથી જોડાયેલા છે.

ચીન અને ભારતમાં સૌથી વધારે ગુમ થઈ છોકરીઓરિપોર્ટમાં વિશેષજ્ઞો તરફથી અપાયેલા આંકડાનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે, લૈગિંક આધાર પર ભેદભાવના કારણે (જન્મ પૂર્વે) લિંગ પસંદગીના કારણે દુનિયાભરમાં દર વર્ષે ગુમ થતી અનુમાનિત 12 લાખ થી 15 લાખ બાળકીઓમાંથી 90થી 95 ટકા ચીન અને ભારતની હોય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિવર્ષ જન્મની સંખ્યાના મામલામાં પણ આ બંને દેશ સૌથી આગળ છે.

ભારતમાં વિયતનામની જેમ શરૂ કરવામાં આવ્યું અભિયાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારોએ લિંગ પસંદગીના મૂળ કારણને પહોંચી વળવા માટે પગલા ભર્યા છે. ભારત અને વિયતનામના લોકોએ લોકોના વિચાર બદલવા માટે મોટુ અભિયાન ચાલાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છોકરીઓને બદલે છોકરાને પ્રાથમિકતા આપવાના કારણે કેટલાક દેશમાં મહિલાઓ અને પુરૂષની સંખ્યામાં ફેરફાર આવ્યો છે અને આ જનસંખ્યા અસંતુલનનો વિવાહ પ્રણાલી પર નિશ્ચિત જ અસર પડશે.

તેમએણ કહ્યું કે, કેટલાક અભ્યાસમાં એ સલાહ આપવામાં આવી છે કે, ભારતમાં સંભવિત દુલ્હનોની તુલનામાં સંભવિત પુરૂષની સંખ્યા વધવા સંબંધિત સ્થિતિ 2055માં સૌથી ખરાબ હશે. ભારતમાં 50ની ઉંમર સુધી એકલા રહેતા પુરૂષોની સંખ્યામાં 2050 બાદ 10 ટકાના વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
First published: June 30, 2020, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading