Home /News /national-international /LAC પર ચીન બનાવી રહ્યું છે નવા રસ્તાઓ અને રહેવાની વ્યવસ્થા, PLAની ગતિવિધિઓ પર ભારતે વ્યક્ત કરી ચિંતા- રિપોર્ટ

LAC પર ચીન બનાવી રહ્યું છે નવા રસ્તાઓ અને રહેવાની વ્યવસ્થા, PLAની ગતિવિધિઓ પર ભારતે વ્યક્ત કરી ચિંતા- રિપોર્ટ

બંને દેશો વચ્ચેની વાતચીતમાં ભારતે પૂર્વ લદ્દાખ સેક્ટરમાં થઈ રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી. ( પ્રતિકાત્મક તસવીર ANI)

India-China Border Update: ચીન કાશગર ગર ગુંસા અને હોટનમાં તેના મુખ્ય મથકોથી દૂર જઈ રહ્યું છે, હાઈવે પહોળા કરી રહ્યું છે અને નવી હવાઈ પટ્ટીઓ તથા રહેઠાણની વ્યવસ્થા કરી રહ્યું છે, જેના કારણે સરહદ પરના આ ફેરફારો ભારત માટે મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ વચ્ચે ચીનની ગતિવિધિઓએ ફરી એકવાર ભારતની (India) ચિંતા વધારી દીધી છે. અહેવાલ છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ પૂર્વ લદ્દાખ સેક્ટરમાં બાંધકામનું (Eastern Ladakh Sector) કામ હાથ ધર્યું છે. ચીન LAC પર સતત પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત શિયાળાની સરખામણીએ પડોશી દેશ રહેવાની વ્યવસ્થા, રોડ કનેક્ટિવિટી સહિત અનેક બાબતોમાં સારી સ્થિતિમાં છે.

સમાચાર એજન્સી ANIના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, બંને દેશો વચ્ચેની તાજેતરની વાતચીતમાં ભારતે પૂર્વી લદ્દાખ સેક્ટરમાં થઈ રહેલા બાંધકામ પર ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે, ચીન નવા હાઈવે અને કનેક્ટિવિટી રોડ તથા LAC પાસે નવા બેઝ તૈયાર કરી રહ્યું છે, જે ભારતની ચિંતાના મુખ્ય કારણો છે. આ સાથે ચીને મિસાઈલ સહિત અનેક હથિયારો પણ જંગી માત્રામાં તૈનાત કર્યા છે.

બોર્ડર પર ચીને સૈન્યબળમાં વધારો કર્યો

સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ચીન હાઈવેને પહોળો કરી રહ્યું છે અને કાશગર, ગર ગુંસા અને હોટનમાં તેના મુખ્ય મથકોથી દૂર નવી હવાઈ પટ્ટીઓ બનાવી રહ્યું છે, જેના કારણે સરહદ પર આ ફેરફારો ભારત માટે મહત્વપૂર્ણ છે. સૂત્રોએ જણાવ્યું કે ચીન આંતરિક સહિત ઘણી જગ્યાએ તેની વાયુસેના અને સેનાની તૈયારીઓ પણ કરી રહ્યું છે, જેથી તેને અમેરિકન અને અન્ય ઉપગ્રહોથી સુરક્ષિત કરી શકાય. એજન્સીના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, PLA દ્વારા નિયંત્રિત તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં રોકેટ અને મિસાઇલો તૈનાત કરવામાં આવી છે. આ સાથે ચીને આ વિસ્તારમાં દેખરેખ માટે ડ્રોનની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

આ પણ વાંચો: ઈઝરાયલે વિદેશીઓના પ્રવેશ પર મૂક્યો પ્રતિબંધ, omicron સંકટને કારણે લીધો મહત્વનો નિર્ણય

શું છે ભારતની તૈયારી

રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, ભારતની તૈયારી પણ ગયા વર્ષની સરખામણીએ વધુ મજબૂત છે. આ સાથે, પ્રદેશમાં મુશ્કેલીઓનો સામનો કરવા માટે દેશે તમામ જરૂરી વસ્તુઓ તૈનાત કરી છે. ભારતે પાકિસ્તાન-કેન્દ્રિત સશસ્ત્ર દળોને ઊંચાઈવાળા સરહદી વિસ્તારમાં મોકલ્યા છે, જ્યાં આર્ટિલરી બરફના રણમાં ટોપ કામ કરી શકે.

આ પણ વાંચો: પલક અશ્લિલ વીડિયો બતાવી બ્લેકમેઇલ કરતી હતી, WhatsApp ચેટથી ખુલ્યા ઘણા રહસ્યો

સરહદ પર બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.સમગ્ર પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં સુરક્ષા દળો મોટી સંખ્યામાં હાજર છે. આ ઉપરાંત હવામાન સંબંધિત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારતીય વાયુસેના આગામી 6 મહિના સુધી લોજિસ્ટિક્સ સ્ટોર કરવા માટે સતત કામ કરી રહી છે.
First published:

Tags: Eastern Ladakh, India china border, LAC dispute