Home /News /national-international /ચીને પહેલીવાર સ્વીકાર્યું! શાંઘાઈમાં કોરોનાથી 3 લોકોના મોત થયા

ચીને પહેલીવાર સ્વીકાર્યું! શાંઘાઈમાં કોરોનાથી 3 લોકોના મોત થયા

ચીનની સરકારે કોરોનાથી થયેલા મોતની વાતને સ્વીકારી

China accept 3 deaths due to Corona : ચીન વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં સૌપ્રથમ કોરોના રસીકરણ શરૂ થયું હતું. પરંતુ સરકારી ડેટા અનુસાર, શાંઘાઈમાં અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમરના માત્ર 38% લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. માત્ર રસીકરણ જ નહીં, સરકારી આરોગ્ય સેવાઓ પણ સુસ્ત હોવાનું કહેવાય છે.

વધુ જુઓ ...
  ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં (China’s Economic Capital Shanghai) કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર છે. લગભગ 2.5 કરોડની વસ્તીવાળા આ શહેરમાં કડક લોકડાઉન છે. આમ છતાં કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યા ચિંતા વધારી રહી છે. લોકો સંક્રમણને કારણે મરી પણ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી સરકારે કોરોનાથી કોઈ મૃત્યુની પુષ્ટિ કરી નથી. જો કે, હવે 18 એપ્રિલ સોમવારના રોજ સરકારી સ્તરે સ્વીકારવામાં આવ્યું છે કે કોરોના ચેપને કારણે 3 વૃદ્ધ લોકોના મોત થયા છે.

  શાંઘાઈના સિટી હેલ્થ કમિશન દ્વારા આ સંદર્ભે એક રિલીઝ જાહેર કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું હતું કે, 17 એપ્રિલ, રવિવારના રોજ, 89 થી 91 વર્ષની વયના 3 વૃદ્ધોના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. આ ત્રણેય દર્દીઓને કોરોનાની રસી મળી નથી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે શાંઘાઈમાં લગભગ 26 દિવસથી સંક્રમણની લહેર છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, રવિવારે શાંઘાઈમાં કોરોનાના લક્ષણો વગરના 19,831 કેસ નોંધાયા છે. જ્યારે રવિવારે જ કોરોનાના 1,637 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ રીતે, રવિવાર સુધી, કોરોનાના કુલ 1,51,407 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.

  ચીનના નેશનલ હેલ્થ કમિશને છેલ્લા 24 કલાકમાં 2,723 નવા કેસ નોંધ્યા છે. તેમાંથી 2,417 કેસ માત્ર શાંઘાઈમાં નોંધાયા હતા. આ સિવાય અન્ય 15 વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 166 કેસ ઉત્તરપૂર્વીય પ્રાંત જિલિનમાં નોંધાયા છે.

  આ પણ વાંચો - 'મારી ગિફ્ટ, મારી મરજી'...નેકલેસ વેચવાના વિવાદમાં ઇમરાન ખાને આપ્યું આ નિવેદન

  ચીનની સરકારે અત્યાર સુધી કોરોનાની આ નવી લહેરમાં કોઈના પણ મોતનો ઈન્કાર કર્યો છે. પરંતુ તેનો ઇનકાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં શંકાસ્પદ રહે છે. આ સંબંધમાં લગભગ 3 દિવસ પહેલા પ્રકાશિત થયેલ બીબીસીના અહેવાલ અનુસાર, તાજેતરમાં શાંઘાઈની એક જ હોસ્પિટલમાં 27 દર્દીઓના મોત થયા છે. સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃત દર્દીઓના સંબંધીઓને મોકલવામાં આવેલા કાગળોની નકલો સંવાદદાતા પાસે સુરક્ષિત છે. આ આંકડો એ જ પેપરમાંથી બહાર આવ્યો છે. આટલું જ નહીં, હોસ્પિટલોના ડોકટરો અને નર્સો પણ ચેપની ઝપેટમાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, આ જ અહેવાલમાં, એક દર્દીના સંબંધીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 300 બેડની હોસ્પિટલના લગભગ તમામ ડોકટરો, નર્સો કોરોનાથી સંક્રમિત છે. પરંતુ આ માહિતી બહાર આવવા દેવામાં આવી રહી નથી.

  આ પણ વાંચો - North Koreaએ ફરીથી કર્યુ મિસાઇલ પરીક્ષણ, અમેરિકા અને સાઉથ કોરિયાએ આપી વાતચીતની ઓફર

  અત્યાર સુધી 60 વર્ષથી ઉપરના માત્ર 38% લોકોને જ રસી આપવામાં આવી છે


  ચીન વિશ્વના એવા દેશોમાંથી એક છે જ્યાં સૌપ્રથમ કોરોના રસીકરણ શરૂ થયું હતું. પરંતુ સરકારી ડેટા અનુસાર, શાંઘાઈમાં અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુ ઉંમરના માત્ર 38% લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. માત્ર રસીકરણ જ નહીં, સરકારી આરોગ્ય સેવાઓ પણ સુસ્ત હોવાનું કહેવાય છે. કદાચ તેથી જ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'વેઇબો' પર આવા વીડિયો સતત દેખાઈ રહ્યા છે, જેમાં સામાન્ય જનતાને શાસન અને પ્રશાસન વિરુદ્ધ નારા લગાવતા જોઈ અને સાંભળી શકાય છે. આવો જ એક વીડિયો BBC પર પ્રકાશિત થયો છે.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Corona vaccine, Coronavirus, Omicron Case

  विज्ञापन
  विज्ञापन