ચીન સરહદ પર કરી રહ્યું છે 1962 જેવી હરકતો, ગલવાન નદી પર લગાવ્યો ટેન્ટ, ભારતીય સેના પણ સતર્ક

રિપોર્ટમાં માનવામાં આવ્યું છે કે 15 જૂને ભારતના કેટલાક અધિકારી અને જવાન ચીનથી વાત કરવા આવ્યા હતા. ચીની સૈનિકો પહેલાથી જ ધાતક હથિયારો સાથે છાપો મારીને બેઠા હતા. તેમનો પ્લાન હતો ભારતીય સેનાને ઉકસાવવાનો અને તેમાં તે સફળ પણ રહ્યા. જો કે ભારતીય જવાનોની અન્ય એક ટુકડી પેટ્રોલિંગ પર હતી અને તે તેમને બચાવવા આવી ગઇ અને આ એકતરફી ઝડપ હિંસામાં ફેરવાઇ ગઇ. રિપોર્ટ મુજબ જનરલ ઝાઓ ઝોંગ્કીએ વિયેતનામ લડાઇમાં અને પછી 2017માં ડોકલામ વિવાદમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ચીને ટેન્ટ ઊભા કરીને ત્યાં બેનરમાં લખ્યું કે, આ અમારો વિસ્તાર છે, અહીંથી પરત જતા રહો

 • Share this:
  નવી દિલ્હીઃ દેશ એક તરફ જ્યાં કોરોના (Corona) સામે જંગ લડી રહ્યો છે તો બીજી તરફ થોડક દિવસોથી ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે પોતાની હલચલ વધારી રહ્યું છે. ચીનની આ હરકતને જોતાં હવે ભારતે પણ તૈયારી કરી લીધી છે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ચીન સતત LAC પર 1962 જેવી હરકતો કરી રહ્યું છે અને સતત પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. ચીનની આ હરકતોને જોતાં ભારતીય સેના (Indian Army)ના જવાનોની સંખ્યા પણ ત્યાં વધારવામાં આવી છે.

  અધિકારીના જણાવ્યા મુજબ, જે ક્ષેત્રમાં ચીન પોતાની સેના વધારી રહ્યું છે ત્યાં પહેલા પણ સૈનિકોની વચ્ચે ઘર્ષણના અહેવાલો આવતા રહ્યા છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી જેવી હાલત દેખાઈ રહી છે તેનાથી લાગે છે કે આ વખતે સ્થિતિ પહેલા જેવી નથી. આ કારણ છે કે ભારતે પણ પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે.

  મળતી માહિતી મુજબ, ગલવાન નદીની પાસે ચીની સૈનિકોએ ટેન્ટ ઊભા કર્યા છે અને ત્યાં બેનરમાં લખ્યું છે કે આ અમારો વિસ્તાર છે, અહીંથી પરત જતા રહો. કહેવામાં આવી રહ્યું છે કે આ ટેન્ટ ઊભા કર્યા બાદ થી બંને દેશોની સરહદની વચ્ચે તણાવ વધી ગયો છે. સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી જે રીતની સ્થિતિ જોવામાં આવી છે તેનાથી સંકેત મળી રહ્યા છે કે ડેમચોક ઇનાલેમાં ચીન ઘણું બધું નિર્માણ કામ કરી રહ્યું છે. આ તણાવને જોતાં ભારતે પોતાની તૈનાતીને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

  આ પણ વાંચો, ઓબામાની આંખમાં આવ્યા આંસુ, કહ્યું- ટ્રમ્પ નથી જાણતા કે તેઓ શું કરી રહ્યા છે

  ચીનની હલચલને જોતાં દિલ્હીની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની એક ટીમ પણ સતત આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ચીની સાથે LAC પર પહેલા પણ અનેકવાર સૈનિકોની વચ્ચે સંઘર્ષની ઘટનાઓ સામે આવતી રહી છે.

  જોકે, આ પ્રકારના મુદ્દાઓને ઉકેલવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. હાલના સમયમાં ચીન જે રીતે વર્તન કરી રહ્યું છે તે કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરે છે.  આ પણ વાંચો, ALERT: બોલવામાં તકલીફ પડી રહી છે તો કરાવી લો કોરોના ટેસ્ટ, થઈ શકે છે સંક્રમણ
  Published by:Mrunal Bhojak
  First published: