નવી દિલ્હી : પૂર્વી લદ્દાખમાં (Ladakh)20 મહિનાથી વધારે સમયથી ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે ચીને લદ્દાખમાં ભારતીય ક્ષેત્રની (india)સામે લગભગ 60,000 સૈનિકો તૈનાત (china 60000 troops) કર્યા છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર પોતાની સેનાની ઝડપથી અવરજવરમાં મદદ કરવા માટે પોતાના બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ યથાવત્ રાખ્યું છે. ગરમીઓના મોસમમાં ચીની સૈનિકોની સંખ્યા ઘણી વધી ગઈ હતી કારણ કે તે ગરમીઓમાં પ્રશિક્ષણ માટે મોટી સંખ્યામાં સૈનિકોને સરહદ પર લાવ્યા હતા. તે હવે પોતાના સ્થાને પરત ફર્યા છે. જોકે તે હજુ પણ લદ્દાખના વિપરિત ક્ષેત્રોમાં લગભગ 60,000 સૈનિકો યથાવત્ છે. સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને આ જાણકારી આપી છે.
ભારતે પણ ઘણા મજબૂત પગલા ભર્યા છે
ચીન તરફથી ખતરાની સંભાવના બનેલી છે. કારણ કે તેમણે એલએસીની પાર બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ યથાવત્ રાખેલું છે. દૌલત બેગ ઓલ્ડી ક્ષેત્રની સામે અને પેંગોંગ ઝીલ ક્ષેત્ર પાસે નવા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે ભારતે (indian army)પણ ચીન તરફથી કોઇ પણ સંભવતિ દુસ્સાહસને સુનિશ્ચિત કરવા માટે ઘણા મજબૂત પગલાં ભર્યા છે.
ભારત પણ કરી રહ્યું છે બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ
ચીનની કોઇ પણ હરકતોનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોને પૂર્વી મોરચાના લદ્દાખ થિયેટરમાં તૈનાત કર્યા છે. આ સાથે ભારત તરફથી પણ બુનિયાદી સ્ટ્રક્ચરનું નિર્માણ ચાલી રહ્યું છે. સૂત્રોએ કહ્યું કે કોઇપણ તણાવ વાળા બિંદુ પર જરૂરિયાતના સમયે સૈનિકોને જમા કરવા માટે ભારતીય સેના બધા રસ્તા ખુલ્લા રાખી રહી છે.
શિયાળામાં પરેશાન છે ચીની સૈનિકો
સૂત્રોએ કહ્યું કે ભારતીય પક્ષ ફક્ત એક કે બે સ્થાનો પર ચીની સૈનિકો સાથે નજર રાખવાની સ્થિતિમાં છે કારણ તે મોટાભાગના સ્થાનો પર બન્ને સેના બફર ઝોન દ્વારા અલગ થાય છે. બન્ને પક્ષો એકબીજાના સૈનિકોની અવરજવર પર નજર રાખવા માટે બફર ઝોનમાં મોટી સંખ્યામાં ડ્રોન પણ તૈનાત છે. સૂત્રોએ કહ્યું કે ચીનના સૈનિકો શિયાળાની ઠંડીમાં ઘણા પરેશાન થઇ રહ્યા છે. કારણ કે તે ઝડપથી અગ્રીમ મોરચા પર સૈનિકોની અદલાબદલી કરી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર