ચીને તિબેટમાં શરુ કરી પ્રથમ બુલેટ ટ્રેન, અરુણાચલ પ્રદેશને અડીને આવેલી છે આ રેલવે લાઈન

આ રણનીતિક રૂપે અરુણાચલ પ્રદેશને જોડતું સીમાવર્તી શહેર છે.

આ રણનીતિક રૂપે અરુણાચલ પ્રદેશને જોડતું સીમાવર્તી શહેર છે.

  • Share this:
ચીને શુક્રવારે તિબેટના સુદૂર હિમાલયી ક્ષેત્રમાં પોતાની પ્રથમ વીજળી સંચાલિત બુલેટ ટ્રેન શરુ કરી દીધી છે. આ ટ્રેન દ્વારા પ્રાંતીય રાજધાની લ્હાસા અને ન્યીન્ગચીને જોડવામાં આવ્યા છે. આ રણનીતિક રૂપે અરુણાચલ પ્રદેશને જોડતું સીમાવર્તી શહેર છે. 1 જુલાઈએ ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી સમારોહ પહેલા સિચુઆન-ટિબ્બત રેલવેના 435.5 કિમિ લાંબા લ્હાસા-ન્યીન્ગચી સેક્શનનું ઉદ્ઘાટન કરાયું હતું. સરકારી સમાચાર એજન્સી સિન્હુઆની રિપોર્ટ અનુસાર, તિબટ સ્વાયત્ત ક્ષેત્રમાં શુક્રવારે સવારે પ્રથમ ઇલેક્ટ્રિફાઇડ રેલવે ખોલવામાં આવી. જે લ્હાસાને ન્યીન્ગચી સાથે જોડનારી 'ફકસીંગ' બુલેટ ટ્રેન સ્વરૂપે પઠારી ક્ષેત્રમાં શરુ થઇ.

કિંઘઇ-તિબેટ રેલવે બાદ સિચુઆન-તિબેટ રેલવે તિબેટમાં બીજું સેક્શન હશે. આ કિંઘઇ-તિબેટ પઠારના દક્ષિણ-પૂર્વમાં થઈને પસાર થશે. જે ભૂગર્ભીય રીતે દુનિયાના સૌથી સક્રિય ક્ષેત્રોમાંથી એક છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવેમ્બર મહિનામાં અધિકારીઓને તિબેટમાં સિચુઆન પ્રાંત અને નિંગચીને જોડનારી નવી રેલ લાઈનના નિર્માણમાં ઝડપ વધારવાના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવી રેલ લાઈન સીમા સ્થિરતાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.

શું તમારી પાસે પણ 500 રૂપિયાની આવી નોટ છે? RBIએ આપી છે મહત્ત્વની જાણકારી

ભારત-ચીન સીમા વિવાદમાં 3,488 કિમિ નિયંત્રણ રેખા સામેલ

સિચુઆન-તિબટ રેલવે સેક્શન સિચુઆન પ્રાંતની રાજધાની ચેન્ગદૂથી શરુ થાય છે અને યાન થઈને કમદો દ્વારા તિબેટમાં પ્રવેશ કરે છે. જેનાથી ચેંગદૂથી લ્હાસાની 48 કલાકની યાત્રામાં 13 કલાક જેટલો સમય બચી ગયો. ન્યીન્ગચી મિડૉગનું પ્રીફેકચર લેવલનું શહેર છે. જે અરુણાચલ પ્રદેશની સીમા સાથે જોડાયેલું છે. ચીન અરુણાચલ પ્રદેશ પર દક્ષિણ તિબેટનો ભાગ ગણાવીને પોતાનો દાવો કરતુ રહ્યું છે. જેને ભારતે ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સીમા વિવાદમાં 3488 કિમિ લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા શામેલ છે.

બનાસકાંઠા: ચૂંટણી પહેલા સભ્યને પોતાની તરફેણમાં મતદાન કરવા 5 લાખની ઑફર, ઓડિયો ક્લિપ વાયરલસિધુઆ વિશ્વવિદ્યાલયમાં રાષ્ટ્રીય રણનીતિ સંસ્થાનમાં અનુસંધાન વિભાગના નિદેશક કિયાન ફેંગે આ પહેલા સરકારી સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું કે, જો ચીન-ભારત સીમા પર સંકટની સ્થિતિ પેદા થાય છે, તો રેલવે ચીનને સામગ્રી પુરી પાડવામાં મોટી મદદ કરી શકે છે.'
First published: