Home /News /national-international /અહો આશ્ચર્યમ! વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ 10000 મધમાખીઓ, 7 પોલિસકર્મીને માર્યો ડંખ; જાણો મામલો શું છે?

અહો આશ્ચર્યમ! વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ 10000 મધમાખીઓ, 7 પોલિસકર્મીને માર્યો ડંખ; જાણો મામલો શું છે?

મધમાખીઓ (Bees)ના ડંખથી ઓછામાં ઓછા સાત પોલિસકર્મી ઘાયલ થયા છે. (Image credit- Reuters)

Chile police officers stung in protest: ચિલીમાં ગંભીર દુષ્કાળ (Drught)ના કારણે મધના ઉત્પાદનને અસર થઈ છે. મધમાખીના ખોરાકના સ્ત્રોત જેવા કે ફૂલો અને પાક પણ સુકાઈ ગયા છે. આને લઈને મધમાખી પાલકો (Beekeepers)એ સોમવારે પ્રદર્શન કર્યું.

સેન્ટિયાગો. ચિલી (Chile)ના રાષ્ટ્રપતિ ભવનની સામે એક એવું પ્રદર્શન થયું, જેમાં મધમાખીઓ (Bees) પણ સામેલ થઈ. આ દરમિયાન મધમાખીઓએ ઓછામાં ઓછા સાત પોલિસ કર્મચારીને (police officers stung in protes)t પોતાના શિકાર બનાવ્યા. તે પછી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડ્યા. વાત એમ છે કે, ચિલીમાં ગંભીર દુષ્કાળ (Drught)ના કારણે મધના ઉત્પાદનને અસર થઈ છે. મધમાખીના ખોરાકના સ્ત્રોત જેવા કે ફૂલો અને પાક પણ સુકાઈ ગયા છે. આને લઈને મધમાખી પાલકો (Beekeepers)એ સોમવારે પ્રદર્શન કર્યું. પ્રદર્શનકર્તા પોતાની સાથે કેટલાક બોક્સ લઈને પહોંચ્યા હતા, જેમાં મધમાખીઓ હતી.

Climate Change પણ જવાબદાર

CNNના રિપોર્ટ મુજબ, મધમાખીઓ (Bees)ના ડંખથી ઓછામાં ઓછા સાત પોલિસકર્મી ઘાયલ થયા છે. પોલિસે ચારે પ્રદર્શનકર્તાને કસ્ટડીમાં લઈ લીધા છે. આમ તો ચિલીમાં દુષ્કાળ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે હાલત વધારે ખરાબ છે. 2010થી સ્થિતિ સામાન્ય નથી થઈ શકી. વૈજ્ઞાનિક તે માટે જળવાયુ પરિવર્તનને આંશિકરૂપે દોષી ઠેરવે છે. દુષ્કાળથી મનુષ્યની સાથે અબોલા પ્રાણી પક્ષીઓ પર પણ સંકટ આવી પડ્યું છે. આ જ કારણે મધમાખી પાલકો પોતાની માંગ લઈને રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન માટે પહોંચ્યા હતા.

આ છે Beekeepersની માંગ

મધમાખી ઉછેર કરનારાઓ માંગ કરી રહ્યા છે કે મધના ભાવમાં સુધારો કરવામાં આવે અથવા મધ ઉત્પાદકોને સબસિડી આપવામાં આવે. તેઓ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરાથી મળવા માંગે છે, જેથી તેઓ તેમને પોતાની સ્થિતિથી માહિતગાર કરી શકે. પ્રદર્શનકારીઓ તેમની સાથે લગભગ 10,000 મધમાખીઓ ધરાવતા 60 બોક્સ લઈને પહોંચ્યા હતા.

આ પણ વાંચો: દેશનું અનોખું મંદિર, લોકો ચડાવે છે ઘડિયાળો, રસપ્રદ છે કારણ

એક પ્રદર્શનકારી જોસ ઇટુરાએ એક સ્થાનિક પત્રકારને જણાવ્યું કે, સેન્ટિયાગોની ઉત્તરે કોલિના કોમ્યુનમાં દુષ્કાળને કારણે મધમાખીઓ મરી રહી છે, જે માત્ર તેના માટે જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ માટે જોખમી છે. આ વાત સૌની સામે રાખવા માટે અમે પ્રદર્શન કરવા આવ્યા છીએ.

વિશ્વભરમાં ઘટી રહી છે વસ્તી

આ બાજુ કૃષિ મંત્રાલયના એક પ્રતિનિધિએ કહ્યું કે સરકાર મધમાખીઓ પર દુષ્કાળની અસરને લઈને ચિંતિત છે. તેમણે કહ્યું કે સરકાર મહિનાઓથી પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહેલા 20 સમુદાયોને સહાય પૂરી પાડી રહી છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં પહાડોની વચ્ચે આ નદી ઉત્પન્ન કરે છે સોનુ, માટીની કિંમત છે રૂ. 250 કરોડ!

જણાવી દઈએ કે આબોહવા પરિવર્તનને કારણે દુષ્કાળ અને વધતા તાપમાને સમગ્ર વિશ્વમાં મધમાખીઓની વસ્તીને અસર કરી છે. ગયા વર્ષે સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે ઉત્તર અમેરિકામાં લગભગ 50% અને યુરોપમાં 17% મધમાખીની વસ્તી ઘટી છે.
First published:

Tags: Drought, OMG, Protest, World