Home /News /national-international /માણસમાં ફેલાયો બર્ડ ફ્લુ! અહીં H3N8નો પ્રથમ કેસ નોંધાતા હાડકંપ, વૈજ્ઞાનિકો પણ ટેન્શનમાં
માણસમાં ફેલાયો બર્ડ ફ્લુ! અહીં H3N8નો પ્રથમ કેસ નોંધાતા હાડકંપ, વૈજ્ઞાનિકો પણ ટેન્શનમાં
bird flu in human
1st Case of Bird Flu In Human: કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાવવા લાગ્યો છે. દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં 53 વર્ષીય વ્યક્તિમાં વાયરસની પુષ્ટિ થઈ છે.
માનવીમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. ચિલીમાં માનવીમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ મળી આવ્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે, એક 53 વર્ષીય વ્યક્તિને બર્ડ ફ્લૂ થયાની માહિતી મળી છે. આ વ્યક્તિમાં ઈન્ફલ્યુએન્ઝાના ગંભીર લક્ષણો પણ જોવા મળ્યા છે
કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાવવા લાગ્યો છે. દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં 53 વર્ષીય વ્યક્તિમાં વાયરસની પુષ્ટિ થઈ છે. આ વાયરસ વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ વ્યક્તિમાં ઈન્ફ્લ્યુએન્ઝાના ગંભીર લક્ષણો દેખાયા હતા. આ દર્દી સ્થિર સ્થિતિમાં જણાયો જ નહોતો.
બર્ડ ફ્લૂના દર્દીની માહિતી મળ્યા બાદ ચિલીની સરકારે તે ચેપગ્રસ્ત કેવી રીતે અને તેના સંપર્કમાં કોણ કોણ આવ્યા છે તેની તપાસ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. ચિલીમાં જંગલી પ્રાણીઓમાં ગત વર્ષના અંતથી H5N1 બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા હતા. ઔદ્યોગિક ફાર્મમાં તાજેતરના કેસને કારણે પોલ્ટ્રી નિકાસ અટકાવવી પડી છે.
ચિલી પહેલા, H3N8 બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ ચીનમાં મનુષ્યોમાં જોવા મળ્યો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લોકોમાં તેના ફેલાવાની સંભાવના ઘણી ઓછી છે. આ બર્ડ ફ્લૂનો વાયરસ પક્ષીઓ અથવા સસ્તન પ્રાણીઓ દ્વારા મનુષ્યમાં પ્રવેશી શકે છે, પરંતુ હજુ સુધી માનવ-થી-માનવમાં સંક્રમણનો કોઈ સ્ત્રોત શોધી શકાયો નથી.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે વાયરસથી સંક્રમિત ચિકન અથવા કાગડાના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશમાં માનવીઓમાં બર્ડ ફ્લૂનો વાઈરસ ત્રીજી વખત જોવા મળ્યો છે. જે લોકો વાયરસની ઝપેટમાં છે તેઓમાં તાવ સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં એક્વાડોરમાં 9 વર્ષની બાળકી બર્ડ ફ્લૂથી સંક્રમિત મળી આવી હતી. વિશ્વભરના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતુ કે, આ વાયરસના માનવ સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે, પરંતુ રસી બનાવતી કંપનીઓએ બર્ડ ફ્લૂના શોટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર